અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ઘણા સમયથી છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં હતા. થોડા સમય પહેલા, આ કપલે તેમની પુત્રીના સ્કૂલના ફંક્શનમાં એકસાથે હાજરી આપીને છૂટાછેડાના સમાચારનો અંત લાવ્યો હતો. હવે ઐશ્વર્યા-અભિષેકે નવા વર્ષની ઉજવણી સાથે કરી છે. આ કપલ થોડા દિવસો પહેલા વેકેશન પર ગયા હતા, પરંતુ શનિવારે સવારે મુંબઈ પરત ફર્યા હતા. સામે આવેલા વીડિયોમાં અભિષેક બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા એકસાથે એરપોર્ટની બહાર નીકળતા જોવા મળે છે. આ દરમિયાન આરાધ્યાએ તેની માતાનો હાથ પકડી રાખ્યો હતો. મમ્મી-પપ્પા સાથે તેની મસ્તીભરી સ્ટાઇલ જોવા મળી હતી. તે એરપોર્ટ પર જમ્પ કરતી જોવા મળી હતી. એરપોર્ટ પર અભિષેક બચ્ચનની કેરિંગ સ્ટાઈલ જોવા મળી હતી. તેણે કારનો દરવાજો ખોલ્યો અને તેની સુરક્ષા કરતા તેની પત્ની અને પુત્રીને કારમાં બેસાડી દીધા. જુઓ તસવીરો- ઐશ્વર્યા-અભિષેક દીકરીના સ્કૂલ ફંક્શનમાં સાથે આવ્યા હતા
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તાજેતરમાં જ તેમની પુત્રી આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં સાથે ગયા હતા. આ દરમિયાન અભિષેક તેની પત્ની ઐશ્વર્યાની કાળજી રાખતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંનેને ફરી એકવાર સાથે જોઈને ફેન્સ પણ ખૂબ જ ખુશ છે. વાસ્તવમાં, છેલ્લા કેટલાક સમયથી તેમના છૂટાછેડાના અહેવાલો હતા, પરંતુ હવે આ બધી અફવાઓનો અંત આવી રહ્યો છે. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યાની સ્કૂલ ધીરુભાઈ અંબાણીમાં એન્યુઅલ ફંક્શન હતું, જેમાં બચ્ચન પરિવાર હાજરી આપવા આવ્યો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્કૂલમાં પ્રવેશતી વખતે અભિષેકે તેની પત્નીની ખાસ કાળજી લીધી હતી. આટલું જ નહીં, બંને બ્લેક કલરમાં ટ્વિન્સ કરતા જોવા મળ્યા હતા. આ બંને સાથે અમિતાભ બચ્ચન પણ હાજર હતા. જોકે આ દરમિયાન પરિવારના અન્ય સભ્યો જોવા મળ્યા ન હતા.