અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામે બનાવટી લેટરપેડ બનાવી કૌશીક વેકરીયા સામે ગંભીર આરોપો મૂકી સોશ્યલ મીડિયામાં વાઈરલ કર્યો અને પ્રદેશ ભાજપ સંગઠન સુધી કુરિયર કરવામાં આવ્યા હતા સમગ્ર ઘટનામાં તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવતા આરોપી તરીકે મનીષકુમાર ચતુરભાઈ વઘાસીયા,પાયલબેન અશ્વિનભાઈ ગોટી,અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા,જીતુભાઇ બાવચંદભાઈ ખાત્રાની પોલીસ ધરપકડ કરવામાં આવી હતી જેમાં તપાસ દરમ્યાન મુખ્ય આરોપી મનીષ વઘાસીયા પાસેથી કેટલાક કોરા લેટરપેડ પોલીસએ કબ્જે કર્યા છે. કેટલાક ડોક્યુમેન્ટ પણ કબ્જે કર્યા હતા રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસએ આરોપીને જેલ હવાલે કરી દીધા હતા. મુખ્ય આરોપી સહિત 3 આરોપીના જામીન નામંજૂર થયા
યુવતી પાયલ ગોટીને ગઈ કાલે સેશન કોર્ટમાં જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરતા કોર્ટએ જામીન કોર્ટએ મંજુર કરી દીધા હતા આજે મુખ્ય આરોપી મનીષ કુમાર વઘાસીયા,અશોકભાઈ માંગરોળીયા,જીતુભાઇ ખાત્રાના અમરેલી કોર્ટમાં જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. રાજકીય કાવતરું ઘડનારા આરોપીની મુશ્કેલી વધી
રાજકીય કાવતરૂ ઘડનારા મુખ્ય આરોપી યુવા ભાજપનો પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસીયા સહિત 3ના જામીન નામંજૂર થવાના કારણે મુશ્કેલી વધી છે આવતા લાંબા દિવસો સુધી જેલવાસ ભોગવવો પડે તેવી શકયતા સર્જાય છે.