આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ડેટા અનુસાર, ગયા શુક્રવારે એટલે કે 27 ડિસેમ્બર 2024ના રોજ, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 76,436 રૂપિયા હતી, જે એક સપ્તાહ પછી એટલે કે શુક્રવારે (3 જાન્યુઆરી 2025) રૂપિયા 1,068 વધીને રૂપિયા 77,504 પહોંચી છે. ચાંદીના ભાવમાં પણ નજીવો વધારો જોવા મળ્યો હતો. 27 ડિસેમ્બરે 1 કિલો ચાંદી 87,831 રૂપિયામાં વેચાઈ રહી હતી. એક અઠવાડિયા પછી, 3 જાન્યુઆરી, 2025ના રોજ, ભાવ રૂ. 290 મોંઘી થઈને રૂ. 88,121 પ્રતિ કિલોએ પહોંચી. 23 ઓક્ટોબરે ચાંદીએ રૂ. 99,151 અને 30 ઓક્ટોબરના રોજ સોનું રૂ. 79,681 ઓલ-ટાઇમ હાઇ હતી. 2024માં સોનાએ 20% અને ચાંદીએ 17% રિટર્ન આપ્યું ગયા વર્ષે એટલે કે 1 જાન્યુઆરી, 2024થી 31 ડિસેમ્બર, 2024 વચ્ચે સોનાની કિંમતમાં 20.22%નો વધારો થયો હતો. 1 જાન્યુઆરી, 2024ના રોજ 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 63,352 રૂપિયા હતી, જે એક વર્ષમાં 12,810 રૂપિયા વધીને 76,162 રૂપિયા થઈ ગઈ છે. 1 જાન્યુઆરીએ, એક કિલો ચાંદી 73,395 રૂપિયામાં વેચાઈ રહી હતી, જેની કિંમત 12,622 રૂપિયા વધીને વર્ષના છેલ્લા દિવસે 86,017 રૂપિયા પર પહોંચી ગઈ છે. એક વર્ષમાં ચાંદીના ભાવમાં 17.19%નો વધારો થયો છે. સોનું ખરીદતી વખતે હોલમાર્કથી શુદ્ધતા તપાસો સોનું ખરીદવું એ ખૂબ જ મોંઘો સોદો છે, તેથી તેને ખરીદતી વખતે ક્વોલિટી સાથે કોઈ બાંધછોડ ન કરવી જોઈએ. આ તપાસવા માટે હોલમાર્ક જોવો જરૂરી છે. હોલમાર્ક સરકારી ગેરંટી જે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા નક્કી કરાયેલ છે. અહીં અમે તમને જણાવીશું કે તમે જે સોનું ખરીદો છો તે કેટલું શુદ્ધ છે… 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે. પરંતુ તેમાંથી જ્વેલરી બનાવી શકાતી નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે, જેમાં 91.66% સોનું હોય છે. તેમજ, 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે. હંમેશા સર્ટિફાઈડ સોનું જ ખરીદો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું હંમેશા ખરીદો. નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી છ અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચાશે નહીં. જેમ આધાર કાર્ડમાં 12 અંકનો કોડ હોય છે, તેવી જ રીતે સોનામાં 6 અંકનો હોલમાર્ક કોડ હશે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે એટલે કે કંઈક આના જેવું – AZ4524. હોલમાર્કિંગ દ્વારા કેટલા કેરેટ સોનું છે તે જાણવાનું શક્ય બન્યું છે.