દેશના અંદાજિત 4.3 કરોડ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે. આરબીઆઈના રિપોર્ટ મુજબ તેમાંથી લગભગ 25 લાખ વિદ્યાર્થીને અભ્યાસ માટે લોનની જરૂર હોય છે. વિદેશ જતાં 70 ટકા વિદ્યાર્થીઓ લોન વગર અભ્યાસ કરી શકતા નથી. તેમ છતાં આંકડા દર્શાવે છે કે 2023-24માં 7.36 લાખ વિદ્યાર્થીઓને જ એજ્યુકેશન લોન મળી છે. તેનો અર્થ છે કે 75 ટકા વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોનથી વંચિત રહ્યા. તેનો અર્થ એવો થાય છે કે વાલીઓએ 18-20 ટકા ઊંચા વ્યાજે પર્સનલ લોન લેવી પડે છે જ્યારે એજ્યુકેશન લોન 10-11 ટકા વ્યાજ પર મળે છે. કેન્દ્ર અને આરબીઆઈની એજ્યુકેશન લોન માટે કોઈ ચોક્કસ ગાઈડલાઈન નથી એટલા માટે બેન્કોને પણ આ બાબતે કોઈ ખાસ ચિંતા હોતી નથી. મોટી ફીનો અંદાજો તમે એવી રીતે લગાવી શકો છો કે વિદેશ જતા અંદાજિત 8 લાખ વિદ્યાર્થીઓ દર વર્ષે લગભગ 1 લાખ કરોડ રૂપિયા ફી ભરે છે. બીજી તરફ દેશમાં એડમિશન લેનારા 50 લાખ વિદ્યાર્થીએ 2023-24માં ફી પેટે 7 લાખ કરોડ ભર્યા છે. તેમાંથી બહુ ઓછા વિદ્યાર્થીઓને જ કેન્દ્રની ગેરંટી સ્કીમ અને વ્યાજ સબસિડી પર એજ્યુકેશન લોન મળી છે. એક્સપર્ટનું માનવામાં આવે તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સંખ્યા તેનાથી ચાર ગણી છે. વિદેશ જતા વિદ્યાર્થીઓનું કન્સલ્ટન્ટ કરનારા અમરસિંહ જણાવે છે કે બેન્કોના સવાલો સાવ વાહિયાત હોય છે. તે પૂછે છે કે વિદ્યાર્થી અભ્યાસ કરીને પરત નહીં આવે તો તેમની લોનનું શું થશે? તેઓ વાલીઓ પાસેથી ગેરંટી અને કોલેટરલનની માગ કરી સંપતિને ગીરવે મુકાવે છે. માંગ એવી કે 4 વર્ષમાં એજ્યુકેશન લોન લેનારા બેગણા અને લોનની રકમ અઢી ગણી વધી ગઈ બેન્ક વિદેશમાં અભ્યાસ માટે 10 ટકા વિદ્યાર્થીઓને પણ લોન આપતી નથી
એજ્યુકેશન લોન માટે વિદ્યાર્થીઓનો સારો ટ્રેક રેકર્ડ અને કોલેજનું નામ કાફી છે. વિદેશમાં અભ્યાસ માટે દેશની 4 એનબીએફસીએ કુલ 60 હજાર કરોડની ઓવરસીઝ એજ્યુકેશન લોન આપી છે. તેની સામે બેન્કોનો દેશ-વિદેશનો સંપૂર્ણ એજ્યુકેશન લોન પૉર્ટફોલિયો 30 હજાર કરોડથી ઓછો રહ્યો છે. બેન્કો વિદેશમાં અભ્યાસ માટે 10 ટકા વિદ્યાર્થીઓને પણ લોન આપતી નથી. એવામાં પ્રોપર્ટી ગીરવે મૂકવી અથવા પર્સનલ લોનનો વિકલ્પ બચે છે. એનબીએફસી ડેટા એનાલિસિસ કરી ઓનલાઈન અરજી પર જ લોન મંજૂર કરી આપે છે.