જામનગરમાં સામૂહિક દુષ્કર્મ સહિતના ગુનામાં સંડોવાયેલા અને હાલ જેલમાં રહેલા કુખ્યાત હુસેન શેખ સામે પોલીસે વધુ ગાળીયો કસ્યો છે અને વધુ ચાર ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે 1800 ફૂટ જગ્યામાં 2400 ફૂટ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું, તે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નદીના પટમાંથી દબાણ કરવામાં આવ્યું હતું, તેના ચાર મકાન પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેમાં રૂ. 4 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જામનગરમાં આજ રોજ સૌપ્રથમ વખત બુટલેગરના ગેરકાયદે દબાણ તોડી પડાયા છે. જામનગર શહેરમાં સિટી એ પોલીસ સ્ટેશનમાં મોસીન ભાયા નામના બુટલેગર ઉપર આજરોજ શહેરના સુભાષ બ્રિજ નીચે આવેલી 50000 ફૂટની જગ્યા ઉપર બોક્સ ક્રિકેટ ગેરકાયદે ઊભું કરી દેવામાં આવ્યું હતું અને દિવાલનો વંડો બનાવી નાખવામાં આવ્યો હતો. તે જગ્યા પર આજરોજ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું અને ખુલ્લું કરવામાં આવ્યું છે. જ્યારે સિટી એ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા સામૂહિક દુષ્કર્મની ઘટના કરતી હતી અને તે આરોપી હુસેન શેખ હાલ જેલમાં છે. ત્યારે આરોપી હુસેન શેખના ચાર ગેરકાયદે બાંધકામ જે નદીના પટ વિસ્તારમાં કરાયા હતા અને ચાર ગેરકાયદે બાંધકામ ઉભા કર્યા હતા, તેમાં તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. બુટલેગરે ગેરકાયદે બોક્સ ક્રિકેટ બનાવ્યું હતું
શહેરના સુભાષ બ્રિજ નીચે 50,000 ફૂટમાં ગેરકાયદે બોક્સ ક્રિકેટ બનાવી નાખનાર બુટલેગર મોસીન ભાયાના ગેરકાયદે બાંધકામ કરેલા 50,000 જગ્યા પર બુલડોઝર ફેરવી ખુલ્લું કરવામાં આવ્યું છે, જ્યારે આ કામગીરીમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા રાજેન્દ્ર દેવતા અને સિટી એ પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજ ચાવડા અને મહાનગરપાલિકાના કાર્યપાલક એન્જિનિયર દીક્ષિત સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરમાં નદીના પટમાં આવેલા 52000 ફૂટ જેટલા દબાણ આજરોજ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે. પોલીસ અને મનપાએ બુલડોઝર ફેરવી દીધું
જામનગરમાં આજરોજ સૌપ્રથમ વખત બુટલેગરના ગેરકાયદે ખડકેલા દબાણમાં 50,000 ફૂટ જગ્યા ઉપર પોલીસ અને મનપાએ બુલડોઝર ફેરવી દીધું હતું. જેની અંદાજે કિંમત 4 કરોડ છે અને જ્યારે જામનગર સિટી એ પોલીસ મથકમાં બુટલેગર મોહસીન મામદે નદીના પટમાં ગેરકાયદે 50,000 ફૂટ ઉપર ગેરકાયદે કબજો કર્યો હતો અને બોક્સ ક્રિકેટ બનાવ્યું હતું અને સમગ્ર જગ્યાને કમ્પાઉન્ડ હોલની દિવાલ ખડકી દીધી હતી, જેને આજરોજ પોલીસ દ્વારા બુટલેગર ઉપર કડક કાર્યવાહી કરી સમગ્ર ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. સામૂહિક દુષ્કર્મના આરોપી પર અગાઉ પણ કાર્યવાહી કરાઈ હતી
જામનગરમાં સામૂહિક દુષ્કર્મ સહિતના ગુનામાં સંડોવાયેલા અને હાલ જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત હુસેન શેખ સામે પોલીસે ગાળિયો કસ્યો છે અને વધુ એક ફરિયાદ દાખલ કરી છે. ચાર દિવસ પૂર્વે 11 વીઘાના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવાયા બાદ આ જ ફાર્મ હાઉસના ખોટા વેચાણ કરાર ઉભા કરી સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાની વધુ એક ફરિયાદ પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ દફતરમાં દાખલ થઇ છે. ઉલ્લેખનીય છે કે, હુસેન શેખ સામે ડ્રગ્સ, હથિયાર ધારા અને ગેંગરેપ સહિતની અડધો ડઝન ઉપરાંત ફરિયાદો નોંધાઈ ચુકી છે. ઉપરાંત ગેરકાયદે લંગરીયા નાખી વીજ ચોરી સંબંધિત પણ કાર્યવાહી કરવામાં આવી છે. વીજ કંપનીના જોડાણ કાપ્યા હતા
જામનગર પોલીસે હુસેન શેખ સામે વધુ સખ્તાઈ વર્તી છે. છઠ્ઠી નવેમ્બરના રોજ કુખ્યાત હુશેન અને તેના અન્ય બે મિત્રો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં આરોપીના જુદા જુદા રહેણાંક મકાનોમાં ડાયરેક લંગરીયા નાંખી ગેરકાયદે વીજ જોડાણ મેળવી વીજ કંપનીને લાખોનું નુકસાન પહોચાડ્યું હોવાનું સામે આવતા તમામ રહેણાંક પર પોલીસની હાજરીમાં વીજ કંપની દ્વારા વીજ જોડાણ કાપી નાખી લાખો રૂપિયાની વીજ ચોરી સંબંધિત કાર્યવાહી કરી હતી. ગેંગરેપની તપાસ દરમિયાન ફાર્મ હાઉસ તોડી પડાયું
આ કાર્યવાહી વચ્ચે પોલીસે તપાસ કરતા જે સ્થળે યુવતી પર ગેંગરેપ થયો હતો, તે હુસેનના મોટા થાવરિયા ગામે આવેલા ફાર્મ હાઉસ પર નજર દોડાવી હતી. જેમાં ફાર્મ હાઉસ ગૌચરની જમીન પર ઉભું કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ પોલીસે મહેસુલ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વહીવટી પ્રક્રિયા કરી હુસેન શેખના આ ફાર્મ હાઉસ અંગે નોટિસ પાઠવી 15 દિવસમાં ખાલી કરી દેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જોકે, આ નોટિસ બાદ ફાર્મ હાઉસ ખાલી નહીં કરવામાં આવતા પોલીસે વહીવટી પ્રશાસનને સાથે રાખી ગત ગુરુવારે બુલડોઝર ફેરવી દીધું હતું. પોલીસ અને વહીવટી પ્રસાસને બુલડોઝર ફેરવી દઈ કરોડો રૂપિયાની 11 વીઘા જમીન સરકાર હસ્તે કરી હતી. પોલીસ અને વહીવટી પ્રસાસનની આ કાર્યવાહીની નોંધ રાજ્યના ખુદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લઇ SP પ્રેમસુખ ડેલૂ અને જામનગર પોલીસના જાહેર મંચ પરથી વખાણ કરી શાબાશી આપી હતી. ખોટો વેચાણ કરાર બનાવી ગૌચરની જમીન પચાવી
આ કાર્યવાહી બાદ ફાર્મ હાઉસ કઈ રીતે કબજે કર્યું તેની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. એમાં હુસેન અને આરોપીઓ અફઝલ સિદિક જુણેજા અને હુસેન ગુલમામદ શેખે એકબીજા સાથે મિલાપીપણુ કરી ખોટો વેચાણ કરાર બનાવી મોટા થાવરીયા ગામની સરકારી ગૌચરની જમીન પચાવી પાડવાના બદ ઇરાદે ગુન્હાહીત કાવતરું રચી વેચાણ કરારને સાચા તરીકે ઉપયોગ કરી મોટા થાવરીયા ગ્રામ પંચાયત પાસેથી મકાન વેરા પહોંચ મેળવી ખોટા વેચાણ કરારનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે બંને આરોપીઓ સામે વધુ એક ફરિયાદ દાખલ કરી છે.