પોપ્યુલર સિંગર અભિજીત ભટ્ટાચાર્ય આ દિવસોમાં પોતાના એક ઈન્ટરવ્યૂને કારણે ચર્ચામાં છે. ઈન્ટરવ્યૂમાં તેણે શાહરુખ ખાન સાથેના મતભેદો, દેશભક્તિ, રાજનીતિ અને હિંદુત્વ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન તેણે રણબીર કપૂર પર પણ નિશાન સાધ્યું છે. અભિજીતનું કહેવું છે કે રાજનીતિના કારણે એવા કલાકારોને પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં બોલાવવામાં આવ્યા હતા જે બીફ ખાય છે હાલમાં જ બોલિવૂડ ઠિકાનાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સિંગ અભિજીત ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, રામ મંદિરમાં ગયેલા તમામ લોકોમાં એક પણ રાષ્ટ્રવાદી નહોતો, પછી તે કોઈ મોટો સિંગર હોય કે ભજનગાયક. કેટલાક પાકિસ્તાન સાથે સહયોગ કરીને શો કરી રહ્યા છે, આતંકવાદી હુમલા થઈ રહ્યા છે, ઉરી હુમલો થઈ રહ્યો છે, પરંતુ આ લોકો ક્યારેય પાકિસ્તાનના નાપાક કૃત્યોને વખોડતા નથી નથી. એવા ઘણા લોકો રામ મંદિર, અયોધ્યા ગયા હતા. એવા ઘણા લોકો છે જેમની પત્ની તમારી સાથે દુર્વ્યવહાર કરે છે અને હીરો ક્યારેય પાકિસ્તાન વિરુદ્ધ બોલ્યો નથી. ગૌમાંસ ખાનાર વ્યક્તિને બોલાવ્યા અને તમે કહો કે ગાય અમારી માતા છે.’ સિંગરે વધુમાં કહ્યું કે, રાજનીતિ ખૂબ જ વિચિત્ર વસ્તુ છે. હું ક્યારેય રાજકારણમાં નહીં જઈ શકું. આ એક પંક્તિ ગર્વથી કહેવાની છે કે આપણે હિંદુ છીએ. ભારત આપણા પિતાનું છે, આપણા પિતાના પિતાના પિતાનું છે. વાતચીત દરમિયાન સિંગરે એ પણ જણાવ્યું કે એકવાર અંડરવર્લ્ડે તેની પાસેથી પૈસાની ખંડણી માગી હતી. અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમે તેની પાસેથી 60 લાખ રૂપિયા માગ્યા હતા, પરંતુ તેની પાસે એટલા પૈસા નહોતા. આવી સ્થિતિમાં પૈસા ઓછા કરવા માટે અભિજીત ડોનની ગર્લફ્રેન્ડને કોલ પર બાથરૂમમાં પત્નીથી છુપાઈને ગીતો સંભળાવતો હતો. નોંધનીય છે કે, અભિજીત ભટ્ટાચાર્ય એક સમયે ખૂબ જ ફેમસ હતો. તેણે ‘શોલા ઔર શબનમ’, ‘ડર’, ‘રાજા બાબુ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુલી નંબર વન’, ‘ક્રિષ્ના’, ‘દસ્તક’, ‘બાદશાહ’, ‘જોશ’, ‘યસ બોસ’ જેવી સેંકડો ફિલ્મોના ગીતોને અવાજ આપ્યો છે. યસ બોસના ગીત ‘મૈં કોઈ ઐસા ગીત ગાઉ’ માટે તેમને શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.