back to top
Homeભારતજમ્મુ-કાશ્મીરમાં સેનાની ટ્રક ખીણમાં ખાબકી:4 જવાનોનાં મોત, 2 ગંભીર; 10 દિવસ પહેલા...

જમ્મુ-કાશ્મીરમાં સેનાની ટ્રક ખીણમાં ખાબકી:4 જવાનોનાં મોત, 2 ગંભીર; 10 દિવસ પહેલા અકસ્માતમાં 5 જવાનોના મોત થયેલા

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શનિવારે બપોરે સેનાની એક ટ્રક ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 4 જવાનોના મોત થયા હતા. 2 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના જિલ્લાના એસકે પાઈન વિસ્તારમાં થઈ હતી. અહીં ટ્રક રસ્તા પરથી લપસીને ખીણમાં પડી હતી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. સેનાના પ્રવક્તા થોડા સમય પછી ઘટનાની વિગતો જાહેર કરી શકે છે. આ પહેલા 24 ડિસેમ્બરે પૂંછ જિલ્લામાં આર્મી વાન 350 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. વાનમાં 18 સૈનિકો હતા. જેમાંથી 5નાં મોત થયા હતા. અકસ્માતમાં સામેલ તમામ સૈનિકો 11 મરાઠા રેજિમેન્ટના હતા. સેનાએ કહ્યું કે કાફલામાં 6 વાહનો હતા, જે પૂંછ જિલ્લાની નજીક ઓપરેશનલ ટ્રેક દ્વારા બનોઈ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન એક વાહનના ચાલકે કાબુ ગુમાવતા વાન ખાડામાં પડી હતી. દુર્ઘટનાની તસવીરો… નવેમ્બરમાં બે અલગ-અલગ ઘટનાઓમાં 5 સૈનિકોના મોત થયા હતા
અગાઉ નવેમ્બરમાં બે અલગ-અલગ ઘટનાઓમાં 5 જવાનોના મોત થયા હતા. 4 નવેમ્બરે રાજૌરીમાં એક માર્ગ અકસ્માતમાં બે જવાનોએ જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે, 2 નવેમ્બરના રોજ રિયાસી જિલ્લામાં ત્રણ સૈનિકોની કાર ખાડામાં પડતાં તેમના મોત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments