મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઇન ઉપર ડેમુ ટ્રેનની ઝડપે બાળક આવી ગયો હતો. જેથી તે બાળકનું શરીર કપાઈ જવાના કારણે તે બાળકનું મોત નીપજ્યું હતું અને આ બનાવની રેલવે પોલીસ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધારાડુંગરી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે પાનેલી રોડ ઉપર મચ્છોનગરમાં રહેતા પીતાંબરભાઈ મંગાભાઈ ઝાલાનો 13 વર્ષનો દીકરો દર્શન પીતાંબર ઝાલા મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રફાળેશ્વર ગામના તળાવની સામેના ભાગમાંથી પસાર થતી રેલ્વે ઈલેક્ટ્રીક લાઈન પાસે રેલ્વે ટ્રેક ઉપર ડેમુ ટ્રેનની ઝડપે આવી જતા તેનું શરીર કપાઈ ગયું હતું. જેથી કરીને તે બાળકનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવની આરપીએફના એએસઆઈ નરેશ ચૌહાણ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.