સાહિલ પંડ્યા
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ મેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે સાઇબર ગઠિયા પણ સક્રિય થઈ ગયા છે. સાઇબર ગઠિયા નકલી વેબસાઇટ બનાવીને ટુર પેકેજ, હોટલ-ટેન્ટ બુકિંગ, વીઆઈપી દર્શન ઓફર કરી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. પ્રયાગરાજ પોલીસે નકલી વેબસાઇટ અંગે ગુના નોંધવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં જ પોલીસે 4 ગઠિયાની ધરપકડ કરી હતી. વડોદરા સાઇબર સેલ પણ વેબ સાઇટો પર નજર રખી રહ્યો છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, બિહારના પંકજ કુમારે ગેંગ બનાવીને લોકોને ઠગવા માટે નેટવર્ક ઊભું કર્યું હતું. આ સિવાય પણ પોલીસ અન્ય કિસ્સાઓની તપાસ કરી રહી છે. સાઇબર સેલ તરફથી મહાકુંભની નકલી વેબ સાઇટને બંધ કરવામાં આવી રહી છે. સાઇબર એક્સપર્ટ મુજબ, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 54 ફેક વેબસાઇટને બંધ કરી દીધી છે. ઉપરાંત ટુર પેકેજ, હોટલ બુકિંગ કરી આપતી અન્ય 44 વેબ સાઇટને સર્વેલન્સમાં મૂકવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, સરકાર દ્વારા મહાકુંભની ઓફિશિયલ વેબ સાઇટ અને એપ બનાવાઈ છે, તેનું એઆઈ હેલ્પ ડેસ્ક ઘણું સરળ છે. તેના પરથી અધિકૃત માહિતી, ટુર પેકેજ, હોટલ બુકિંગ સહિતની વિવિધ જાણકારી મેળવી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર ગઠિયા ઠગાઈ માટે નવા નવા કિમિયા અજમાવતા હોય છે. સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો મૂકી લોકોને લલચાવાય છે શ્રદ્ધાળુઓએ સાવચેતી માટે આ ધ્યાન રાખવું
{ પ્રશાસન કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિકૃત કે જાહેર કરેલી હોટેલ, ધર્મસ્કૂલમાં જ રોકાણ કરો.
{ ઓનલાઈન રૂપિયા ચુકવણી કરતાં પહેલાં જે તે હોટેલ કે સંસ્થાનું એકાઉન્ટ વેરિફાઈ કરવું.
{ રૂમ કે હોટેલ બુક કરાવી આપીશું, VIP દર્શન, બોટ દ્વારા સંગમ સ્નાન જેવી લાલચના કોલ અને મેસેજ પર આવતી ખોટી જાહેરાત પર ધ્યાન આપવું નહીં.
{ મહાકુંભ મેળાના બુકિંગના નામે આવતી સોશિયલ મીડિયા પોસ્ટ કે એડને પ્રમાણિત કર્યા સિવાય કોઈ પેમેન્ટ કરવું નહીં. આ પ્રકારની નકલી વેબસાઈટ ચાલે છે
{ www.kumbhcottagebooking.com
{ reservation@kumbhcottagebooking.com
{ https://mahakumbhcottagesreservation.org/
{ https://jainmandiranddharamshala.in/
{ https://kumbdarshan.com/
{ https://mahakumbhfestival.com/
{ www.mahakumbhcottagebooking.org
{ www.mahakumbhtentbooking.org
{ www.mahakumbhtentreservation.com સરકારે કુંભ સહાયક એપ-વેબસાઇટ લોન્ચ કરી | ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કુંભ સહાયક એપ તથા વેબ સાઇટ https://kumbh.gov.in/ લોન્ચ કરાઈ છે. તેના પરથી મહાકુંભ-2025ની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. એપ અથવા વેબ સાઇટ પરથી વોટ્સએપ દ્વારા એઆઈ મારફતે ચેટ કરી શકાય છે, જે વિવિધ ભાષામાં ઉપલબ્ધ છે. કુંભની જાણકારી, મુખ્ય સ્થળોની માહિતી, યાત્રાની જાણકારી, રહેવાનાં સ્થળ, ટુર પેકેજ સહિત તમામ પ્રામાણિક માહિતી આ એપ પર ઉપલબ્ધ છે. ઠગાઈ થાય તો તરત 1930 નંબર પર સંપર્ક કરવો સાઇબર સેલ તરફથી સોશિયલ મીડિયા પર નજર રખાઈ રહી છે. મહાકુંભને લઈ કેન્દ્રમાંથી ઘણી ફેક વેબ સાઇટને બંધ કરાઈ છે. કોઈ ફેક વેબ સાઇટ જણાશે તો તેનો રિપોર્ટ કરાશે. લોકોએ પણ ઓફિશિયલ વેબ સાઇટ પરથી જ માહિતી મેળવવી, પેકેજ વગેરે બુક કરાવવું જોઈએ. જો કોઈ વ્યક્તિ સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હોય તો તરત જ 1930 નંબર પર સંપર્ક કરવો. > એમ.એમ. રાજપૂત, એસીપી, સાઇબર ક્રાઈમ, વડોદરા