રિવરફ્રન્ટ ફ્લાવર ગાર્ડન ખાતે ચાલી રહેલા ફ્લાવર શોમાં મહાકાય બુકે તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટીલ સ્ટ્રક્ચરમાં તૈયાર કરાયેલા બુકેમાં વિવિધ ફુલ મુકવામાં આવ્યા છે. આ બુકેની ઉંચાઈ લગભગ 34 ફૂટ છે. બુકેને ગિનિસ બુકમાં સ્થાન મળવાનું છે. 2024ના ફેબ્રુઆરીમાં યુએઈમાં અંદાજે 23 ફૂટનો બુકે તૈયાર કરવામાં આવ્યો હતો. આ રેકોર્ડ તોડવા આ વખતે મ્યુનિએ તેનાથી પણ મોટો બુકે તૈયાર કર્યો છે. સપ્તાહના અંતિમ દિવસોમાં નોંધણી અધિકારી હાજરીમાં બુકેની ઊંચાઈ રેકોર્ડ કરવામાં આવશે. બુકેને સેવંતીના ફૂલોથી સજાવાયો છે. બુકેમાં 18 હજારથી વધુ છોડ
10.3 મીટરને ઉંચાઇ
10.9 મીટરની પહોળાઇ
12301 પ્લાન્ટ સામાન્ય દિવસમાં હશે
18712 પ્લાન્ટ રેકોર્ડના દિવસે મુકાશે