આજકાલ યુવાનોને સોશિયલ મીડિયા પર હાઇલાઇટ્સ અને લાઇક્સ મેળવવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ફેમસ થવા માટે યુવક-યુવતીઓ રસ્તાઓ, સરકારી ઈમારતો અને ધાર્મિક સ્થળોને પણ છોડતા નથી. શુક્રવારે ફરી એકવાર આવી જ એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં યુવતી બોલિવૂડના ગીત પર વલ્ગર ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. આ આખો મામલો મધ્યપ્રદેશનાં સતના જિલ્લામાં સ્થિત સૌથી જૂના વેંકટેશ મંદિરનો છે. અહીં મંદિર પરિસરમાં અશ્લીલ ગીતોની રીલ બનાવીને લોકોની આસ્થા સાથે ખુલ્લેઆમ છેડછાડ કરવામાં આવી છે. બે છોકરીઓ બોલિવૂડ ગીત ‘બાબુજી જરા ધીરે ચલો…’ પર ડાન્સ કરતી જોવા મળે છે. હવે આ બંને યુવતીઓનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોતા જ લોકોમાં રોષ
આ વીડિયો વાઇરલ થયા બાદ સામાજિક લોકોએ તેની નિંદા કરી છે. સાથે જ હિંદુ સંગઠને આને આસ્થા સાથે છેડછાડ ગણાવી છે અને કાર્યવાહીની માગ કરી છે. તેમણે કહ્યું કે આ હરકતથી શ્રદ્ધાળુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. યુવતીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ડાન્સ રીલ પણ પોસ્ટ કરી છે. હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ ધર્મપ્રેમી લોકોએ વીડિયો ડિલીટ કરવાની અને માફી માંગવાની સલાહ આપી છે. હિન્દુ સંગઠને વિરોધ વ્યક્ત કર્યો હતો
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી લવકેશ ગર્ગે કહ્યું કે સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ છે. પોતાને પ્રખ્યાત કરવા માટે ધાર્મિક સ્થળોએ રીલ બનાવવી એ નિમ્ન વિચારધારા છે અને શરમજનક પણ છે. જો આવા અભદ્ર ગીતના વિડીયો દિવસે ને દિવસે આવતા રહે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે. આ ઉપરાંત આપણી ધાર્મિક લાગણીઓને પણ આનાથી ઠેસ પહોંચે છે. આવા મામલાઓમાં વહીવટીતંત્રે સંજ્ઞાન લેવું જોઈએ અને પગલાં લેવા જોઈએ. તેમજ આવા ધાર્મિક સ્થળો પર રીલ બનાવવા પર પ્રતિબંધ લાદવો જોઈએ. સોશિયલ મીડિયા પર વાઇરલ થયો વીડિયો આ સમાચાર પણ વાંચો…. મહાકાલ મંદિરમાં યુવતીનો ડાન્સ:ધૂમ ફિલ્મના મલંગ-મલંગ સોન્ગ પર રીલ બનાવી, મંદિરના પૂજારીએ નારાજગી વ્યક્ત કરી; પહેલાં પણ આવું થયું મહાકાલ મંદિર પરિસરમાં વીડિયો રીલ્સ બનાવવાને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. હકીકતમાં ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં બે યુવતીઓએ જલાભિષેક અને ડાન્સનો વીડિયો શૂટ કર્યો છે. આ વીડિયો બોલિવૂડના સોન્ગ સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેના પર મંદિરના પૂજારીએ વાંધો ઉઠાવ્યો છે. આ સમગ્ર મામલે કલેકટરે તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કરી છે. આખા સમાચાર અહીં ક્લિક કરીને વાંચો