back to top
Homeગુજરાતભાજપના શહેર-જિલ્લા પ્રમુખો બનવા મોટાં માથાં મેદાને:ચારેય મહાનગરમાં દાવેદારોએ ફોર્મ ભર્યાં, જાણો...

ભાજપના શહેર-જિલ્લા પ્રમુખો બનવા મોટાં માથાં મેદાને:ચારેય મહાનગરમાં દાવેદારોએ ફોર્મ ભર્યાં, જાણો કયા શહેરમાં કયા નેતાએ નોંધાવી ઉમેદવારી?

ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયામાં નવા પ્રદેશ પ્રમુખથી લઈ શહેર પ્રમુખની હવે નિમણૂક કરવામાં આવશે. ત્યારે આજે(4 જાન્યુઆરી) શનિવારે શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શહેર અને જિલ્લા ભાજપ-પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે. હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે. અમદાવાદ
અમદાવાદના શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા સવારથી શરૂ થઈ છે. શહેર પ્રમુખ બનવા માટે ચાલુ અને પૂર્વ હોદ્દેદારોએ પણ ફોર્મ ભર્યાં છે. શહેર અને જિલ્લા-પ્રમુખ માટે ભાજપના કાર્યકર્તાઓથી લઈ હોદ્દેદારોએ ભાજપના ઉચ્ચ નેતાઓનું લોબિંગ પણ શરૂ કર્યું છે. ચૂંટણી અધિકારી પ્રદીપ ખીમાણીએ જણાવ્યું હતું કે ઉંમર, સંગઠનનો અનુભવ, 3 વખત સક્રિય સભ્ય સહિતના ભાજપના નિયમોમાં બંધબેસતા કાર્યકરો ફોર્મ ભરી શકશે. તમામ ફોર્મ સ્વીકારી અમે પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડને નામોની યાદી સોંપીશું, જે બાદ પ્રદેશ દ્વારા નામોની યાદી જાહેર થશે. ભાજપનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, અમદાવાદમાં શહેર ભાજપપ્રમુખ તરીકે દાવેદારીમાં સૌથી વધુ ચર્ચા પ્રદેશ યુવા મોરચાના પૂર્વ યુવા પ્રમુખ અને પ્રદેશના સહપ્રવક્તા ડો. ઋત્વિજ પટેલનું નામ ચાલી રહ્યું છે. ગાંધીનગર લોકસભામાં ઘાટલોડિયા વોર્ડમાંથી આવતા ઋત્વિજ પટેલની યુવા કાર્યકર્તાઓમાં અને સંગઠનમાં સારી પકડ છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે તેમની સારી કામગીરી હોવાના પગલે તેમને પ્રમુખપદ આપવામાં આવી શકે છે. સરસપુર રખિયાલ વોર્ડના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા રહી ચૂકેલા ભાસ્કર ભટ્ટ પણ શહેર પ્રમુખની દાવેદારીમાં આગળ છે સંગઠનમાં કામગીરી કરી હોવાના કારણે તેઓ પણ દાવેદાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટે પણ પ્રમુખપદ માટે પોતાની દાવેદારી નોંધાવી છે. શહેર ચૂંટણી અધિકારી પ્રદીપ ખીમાણી ખાનપુર કાર્યાલય પહોંચતા જ શહેર પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સહચૂંટણી અધિકારી અને પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ , ખાડિયાના પૂર્વ કોપોરેટર મયૂર દવેનાં ફોર્મ ભરવાથી શરૂઆત થઈ હતી. પૂર્વ ધારાસભ્ય અને મહામંત્રી ભૂષણ ભટ્ટ, નારણપુરાના ધારાસભ્ય અને મહામંત્રી જિતુ ભગત, અસારવાના પૂર્વ કોર્પોરેટર બિપિન પટેલ, AMTSના પૂર્વ ચેરમેન અને નરોડાના પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઈ પટેલ, ખાડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે પ્રમુખ માટેની દાવેદારી નોંધાવી હતી. શહેર ઉપાધ્યક્ષ તેમજ યુવા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ દર્શક ઠાકર પણ શહેર પ્રમુખ માટે પ્રબળ દાવેદાર છે. રાજકોટ
રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ બનવા અનેક જૂના જોગીઓની દાવેદારી
રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખોની નિમણૂક બાદ હવે શહેર ભાજપ-પ્રમુખની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વખતે કોઈ વય મર્યાદા રાખવામાં ન આવતાં કાર્યકર્તા અને આગેવાનોમાં હાશકારો વર્તાય રહ્યો છે. આજે (4 જાન્યુઆરી) રાજકોટ કમલમ ખાતે ઉત્સાહભેર અનેક જૂના જોગીઓ, વર્તમાન હોદ્દેદારો અને યુવા ચહેરાઓ ફોર્મ ભરવા માટે આવ્યા હતા. હાલ રાજકોટ શહેર ભાજપ-પ્રમુખ તરીકે મુકેશ દોશી છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છે, ત્યારે હવે ફરી વખત તેમને પાર્ટી રિપીટ કરે તો નવાઈ નહીં. જૂના જોગીઓ સહિતના 30 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યાં
રાજકોટ શહેર ભાજપપ્રમુખ માટે આજે દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિન મોલિયા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, જે. ડી. ડાંગર, નીતિન ભૂત, કશ્યપ શુકલ, શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા શૈલેષભાઇ જાની, દેવાંગ માંકડ, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર મીરાણી, દિનેશ કારિયા, પરેશ ઠાકર, મનીષ રાડિયા, સરદારધામના ઉપપ્રમુખ જેન્તી સરધારા સહિત કુલ 30 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા છે. આવતીકાલે સંકલન બેઠક મળશે
આ ફોર્મ સ્વીકારવા માટે ચૂંટણી નિરીક્ષક માયાબેન કોડનાની અને મુકેશ લંગાળિયા રાજકોટ આવી પહોંચ્યાં હતાં, જેમના દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. આવતીકાલે સંકલન બેઠક મળશે, જેમાં નિરીક્ષકો ચર્ચા કરી પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે અને ત્યાર બાદ પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખની પસંદગી કરવામાં આવશે. વર્તમાન પ્રમુખ રિપીટ થાય એવી શક્યતા
રાજકોટ શહેરના વર્તમાન પ્રમુખ મુકેશ દોશીને રિપીટ કરવામાં આવે એની પાછળનાં કારણો જોવામાં આવે તો એમાં મુખ્યત્વે તેમને શહેર ભાજપ-પ્રમુખ બનાવાયાને માત્ર દોઢ વર્ષનો જ સમય થયો છે, સાથે સંગઠનમાં તેમની કામગીરી સારી હોવાથી મુકેશ દોશીને રિપીટ કરવામાં આવે એવી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પણ 2026 ફ્રેબુઆરીમાં યોજાવાની હોવાથી નવા શહેર ભાજપ-પ્રમુખ માટે આ ચૂંટણી સૌથી મોટો પડકાર બની શકે છે. ત્યારે આ સમીકરણ જોતાં પણ વર્તમાન પ્રમુખને રિપીટ કરવામાં આવે એવી શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપના નવા પ્રમુખ માટે પણ પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. રાજકોટ જિલ્લામાં પણ વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને બીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવે એવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. વડોદરા શહેરમાં 44 અને જિલ્લામાં 55 ફોર્મ ભરાયાં
વડોદરા શહેર અને જિલ્લા ભાજપ-અધ્યક્ષ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા ચૂંટણી અધિકારી દ્વારા 44 જેટલા ઉમેદવારોનાં ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતા. જ્યારે જિલ્લા-અધ્યક્ષ માટે કુલ 55 ફોર્મ ઉમેદવારોએ ભર્યાં હતા. ત્યારે આગામી દિવસોમાં સંકલન સમિતિ બાદ આખી યાદી પ્રદેશમાં મોકલવામાં આવશે અને ત્યાર બાદ શહેર જિલ્લા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. વડોદરા શહેર ભાજપ-અધ્યક્ષ માટે મુખ્ય દાવેદાર તરીકે વર્તમાન અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પૂર્વ મેયર અને પૂર્વ મહામંત્રી સુનીલ સોલંકી, જિગર ઈનામદાર, કૃણાલ પટેલ સહિત પૂર્વ મેયર જિગીષા શેઠ સહિત 44 લોકોએ દાવેદારી નોંધાવી હતી. ત્યારે આ તમાંમ ચહેરાઓમાંથી કોઈને પ્રમુખ બનાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ ચહેરાને પ્રદેશમાંથી પસંદગી કરવામાં આવે છે એ આવનારો સમય જ બતાવશે. વડોદરા શહેર ભાજપ-અઘ્યક્ષ માટે ઉમેદવાર સુનીલ સોલંકી
જિગીષા શેઠ
હિતેન્દ્ર પટેલ
ડો. વિજય શાહ
ભરત શાહ
હર્ષિત ઉર્ફે ગોપી તલાટી
ભૂપેન્દ્ર લાખાવાલા
કૃણાલ પટેલ
જિગર ઇનામદાર
સત્યેન કુલાબકર
જસવંત સોલંકી
દીપક પઢિયાર
દીપ અગ્રવાલ
મેહુલ ઝવેરી
ગણશામ દલાલ
લલિત રાજ
પ્રદીપ જોશી
કિરણ ગુજ્જર વડોદરા શહેર ભાજપ-અધ્યક્ષ માટે વર્તમાન અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા પણ દાવેદારી નોંધાવવામાં આવી છે. તો બીજી તરફ જિલ્લામાં પણ વર્તમાન જિલ્લા-અધ્યક્ષ સતીશ પટેલ (નિશાળિયા)એ દાવેદારી નોંધાવી છે. આ સાથે જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર સંજય દેસાઈ અને કુશલસિંહ પઢેરિયા દ્વારા આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરમા કુલ 46 ફોર્મમાંથી 44 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ જિલ્લા-ભાજપ પ્રમુખ દાવેદારની વાત કરવામાં આવે તો હાલમાં જિલ્લા ભાજપ- પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા), ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ, કલ્પાબેન પટેલ, અશોક પટેલ, લતાબેન પટેલ, અશ્વિનભાઈ પટેલ, યોગેશભાઈ અંધારું સહિતના ફુલ 55 દાવેદારે પોતાની દાવેદારી નોંધાવી છે ત્યારે હવે આગામી દિવસોમાં સંકલન સમિતિની બેઠક બાદ આ તમામ નામોની ચર્ચાવિચારણા પછી પ્રદેશમાં યાદી મોકલી અને ત્યાંથી નિર્ણય કરવામાં આવશે. વડોદરા જિલ્લા ભાજપ ઉમેદવાર સતીષભાઈ એમ. પટેલ
ડો. બી.જે. બ્રહ્મભટ્ટ
યોગેશભાઈ અધ્યારુ
ધર્મેશભાઈ પંડ્યા
ગોપાલભાઈ રબારી
અરવિંદભાઈ પટેલ
ભરતભાઈ પટેલ
રમેશભાઈ વાઘેલા
મુકેશભાઇ પંડ્યા
પૂનમભાઈ રાઠોડ
સંજયસિંહ બારિયા
પ્રવીણસિંહ અટાલિયા
કૌશિકભાઈ પટેલ
અશોકભાઈ મોરી
રાજેશભાઇ પટેલ
નટવરસિંહ સોલંકી
જયદીપસિંહ ચૌહાણ
ઉપેન્દ્રભાઇ શાહ
મહેશભાઈ પટેલ (દાજી)
ચંદ્રવદનભાઈ પટેલ
અશ્વિનભાઇ પટેલ
અશોકભાઈ પટેલ
હિનાબેન મોઢ
અમરિશભાઈ પંડ્યા
મિહિરભાઈ પટેલ
અશ્વિનભાઈ પટેલ
શેકુલ પટેલ
દિલીપસિંહ પરમાર
હિતેન્દ્રસિંહ ફતેસિંહ પરમાર
નરેન્દ્રસિંહ રાઉલજી
શશિકાન્તભાઈ પટેલ
અજેન્દ્રસિંહ રઘુનંદન ઠાકોર
કમલેશભાઈ પરમાર
પ્રવીણસિંહ સિંધા
દેવેન્દ્રભાઇ ઠાકોર
કલ્પનાબેન પટેલ
લત્તાબેન પટેલ
રસિકભાઈ પ્રજાપતિ
જિતેન્દ્રભાઈ છગનભાઈ પટેલ
ઉત્સવભાઇ પરીખ
જગતસિંહ સોલંકી
સફિનભાઈ પટેલ
મધુબેન સોલંકી
જયેશભાઈ પટેલ
રાજેન્દ્રભાઈ મનુભાઈ પટેલ
હરિકૃષ્ણભાઈ પટેલ
રોહિતભાઈ બારોટ
પ્રભાતસિંહ આઈ. પરમાર
જયેશભાઈ કેસુરભાઈ પટેલ
સનતકુમાર કે. ચૌહાણ
પ્રવીણભાઈ ડી. મકવાણા
બિરેન પટેલ
શૈલેષભાઇ પરમાર
સુરેશભાઈ પટેલ
ઇન્દ્રજિત ચૂડાસમા વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર શિસ્તના લીરા ઊડ્યા
વડોદરા શહેર ભાજપમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી યાદવાસ્થળી આજે(4 જાન્યુઆરી) ચાલી રહેલી સેન્સપ્રક્રિયામાં પણ જોવા મળી. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સપ્રક્રિયા અને ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ છે. ત્યારે સેન્સપ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં કાર્યાલય પર સોપો પડી ગયો હતો. પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય એવું નિવેદન કર્યાનો સુનિતા શુક્લાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ કોર્પોરેટરે ગોપી તલાટીએ બચાવમાં કહ્યું કે, મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છે.(સંપૂ્ર્ણ સમાચાર વાંચો) સુરત શહેરમાં જૂના જોગીઓ સહિત મહિલાઓએ દાવેદારી કરી
સુરત શહેર ભાજપ પ્રમુખ માટે આજે પાર્ટી કાર્યાલય પર સવારથી જ દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. શહેરનાં 30 વોર્ડ પ્રમુખનો નામ જાહેર થયા બાદ ઉધના ખાતે આવેલ પાર્ટી કાર્યાલય પર નિરીક્ષકોની હાજરીમાં દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી. જો કે, બપોરે એક વાગ્યા સુધીમાં જ 65 થી વધુ ફોર્મનું વિતરણ થતાં નિરીક્ષકોએ પણ એક પછી એક તમામ દાવેદારોની રજૂઆતોને સાંભળી હતી.નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોને સાંભળ્યા બાદ આગામી 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર પ્રદેશ સ્તરની બેઠક દરમિયાન આ નામોનું શોર્ટલિસ્ટ રજુ કરવામાં આવશે અને ત્યારબાદ સુરત શહેર ભાજપના નવા પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. શહેર પ્રમુખ માટે ઉત્સાહ દેખાયો
ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષક રાકેશ શાહ, કુલદિપ સિંહ સોલંકી અને રમેશ ઉકાણી સહિત પંકજ દેસાઈ સમક્ષ આજે સવારથી જ શહેર પ્રમુખ માટે દાવેદારી નોંધાવનાર સુરત શહેર ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જુના જોગીઓથી માંડીને હાસિયામાં ધકેલાયેલા દાવેદારો દ્વારા પણ શહેર પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવવામાં આવી હતી. બપોરે 2 વાગ્યા સુધીમાં 67થી વધુ દાવેદારો દ્વારા પોતાની દાવેદારી નિરીક્ષકો સમક્ષ રજુ કરવામાં આવતાં પાર્ટી કાર્યાલયમાં નેતાઓ અને કાર્યકરોની ભારે ભીડ જોવા મળી હતી. સુરત શહેર ભાજપ માટે દાવેદારી નોંધાવનારા ઉમેદવારોમાં ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ, પરેશ પટેલ, વિનોદ ગજેરા, મદન સિંહ અટોદરિયા, પૂર્વ મેયર જગદીશ પટેલ,લલિત વેકરીયા, અજય ચોકસી, અશોક ગોહિલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા, આર.કે. લાઠિયા, અરવિંદ ગોયાણી, નિરવ શાહ, અનિલ ગોપલાણી, સમીર બોધરા, મનસુખ સેંજલિયા અને દિનેશ જોધાણી સહિત હસમુખ પટેલ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ સિવાય ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુર ચપટવાલા, બાબુ જીરાવાલાએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. જ્યારે જનક બગદાણા અને હેમાલી બોઘાવાલા અન્ય સ્થળે ચુંટણી નિરીક્ષક હોવાને કારણે પોતાના ટેકેદાર દ્વારા ફોર્મ મોકલ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂના જોગીઓ ફરે એકવાર દેખાયા
ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરનો સંગઠન અન્ય શહેરોની સરખામણીએ ખૂબ જ મજબૂત છે એ જ રીતે કહીએ તો સુરતમાં ભારતીય જનતા પાર્ટીમાં શિસ્ત વધુ જોવા મળે છે. પરંતુ હવે ધીરે ધીરે જે પ્રકારે પાર્ટીનો વિસ્તાર થઈ રહ્યો છે તેને કારણે આંતરિક કલહ પણ સપાટીએ આવી જતો હોય છે. જુના જોગીઓ પોતાની એક અલગ લોબી અને સમર્થકો ધરાવતા હોય છે. રાજકારણીની રૂહે જોઈએ તો શહેર પ્રમુખ ના હોદ્દા પર આવનાર વ્યક્તિની સાથે તેની એક ચોક્કસ પ્રકારની સમર્થકોની ફોજ તૈયાર થઈ જાય છે જેમાં ઘણા બધા નિષ્ક્રિય લોકો સક્રિય થઈ જાય છે અને સક્રિય લોકો નિષ્ક્રિય થઈ જતા હોય છે. જુના જોગીઓ પણ અંદર અંદર વાતચીત કરતા હતા કે હવે ક્યાં સંગઠન શિસ્તને ધ્યાનમાં રાખે છે. મારા ઈશારે કોણ કામ કરી શકે છે એવા વ્યક્તિને પસંદ કરવામાં જ પાર્ટી માને છે. નિરીક્ષક રાકેશ શાહે જણાવ્યું કે અત્યારે શહેર પ્રમુખ તરીકે પુરુષો અને મહિલાઓ થઈને કુલ 65 લોકોએ દાવેદારી કરી છે આ તમામનો રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશની ટીમને આપી દેવામાં આવશે અને આ રિપોર્ટના આધારે નામ નક્કી કરવામાં આવશે. ઘણા કિસ્સામાં એવું થતું હોય છે કે દાવેદારી ન કરી હોય પરંતુ પાર્ટી ને એવું લાગે કે આ વ્યક્તિ યોગ્ય છે તો પાર્ટી એને હોદ્દો આપે છે. જોકે આ સમગ્ર પ્રક્રિયાનો એક ભાગ હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments