શહેર ભાજપ પ્રમુખ પદ માટે સૌ પ્રથમ વખત દાવેદારી માટે ફોર્મ ભરવાની નવી શરૂ થયેલી પ્રક્રિયા નિર્ધારિત સમય શનિવારે સવારે 9.40 કલાકેથી શરૂઆત થઈ હતી, જે બપોરે 2 વાગ્યા સુધી ચાલી હતી. આ વખતે સૌરાષ્ટ્રવાસી અને પરપ્રાંતિય સિવાયના સુરતીની પસંદગી થઈ શકે છે. 60 વર્ષની ઉંમર બાધ નહીં રહેતાં સિનિયર કાર્યકર્તાઓથી લઈ પૂર્વ પદાધિકારીઓ દાવેદારી માટે પડાપડી કરી મુકી હોઈ ઉધના ભાજપ કાર્યાલયે ભારે ધમધમાટ રહ્યો હતો. બપોરે 2 વાગ્યે કુલ 70 જેટલાં ફોર્મ ભરાયા હતા. અગાઉ પ્રદેશ લેવલથી જ શહેર-જિલ્લા મહાનગરોના પ્રમુખોની પસંદગી થઈ જતી હતી. પરંતુ આ વખતે નવી પ્રક્રિયા અમલમાં લવાઈ છે અને છેલ્લી બેથી ત્રણ ટર્મમાં સક્રિય સભ્ય રહ્યા હોય અને સંગઠન, મોર્ચા, પદો પર કામ કર્યું હોવું જોઈએ તે સહિતના ક્રાઇટેરિયા રખાયા છે. સાંજે 6.30 વાગ્યે સાંસદ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો સહિતના અપેક્ષિતોની સંકલન બેઠક મળી હતી તેમાં ફોર્મ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં હતાં જેનો રિપોર્ટ આગામી છઠ્ઠીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવશે. સુરતી અને સૌરાષ્ટ્રવાસી દાવોદારોએ લાઇન લગાવી દીધી 1 પૂર્વ શહેર પ્રમુખ નિતીન ભજીયાવાલા
2 પૂર્વ મેયર અજય ચોક્સી
3 પૂર્વ મેયર ડો.જગદીશ પટેલ
4 પૂર્વ શિ. સમિતિ ચેરમેન મેહુલ ઠાકર
5 પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અનિલ ગોપલાણી
6 પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નિરવ શાહ
7 પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ
8 પૂર્વ ડે.મેયર દિનેશ જોધાણી
9 ડ્રેનેજ ચેરમેન કેયૂર ચપટવાલા
10 બક્ષીપંચ મોરચા પ્રમુખ અનિમેષ માળી
11 અનીલ પટેલ(વડાપાંઉ)
12 રેલવે કમિટિ પૂર્વ સભ્ય રાકેશ શાહ
13 પૂર્વ શહેર મહામંત્રી કે.કે.રાખોલિયા
14 આર.કે.લાઠિયા
15 બાબુ જીરાવાલા
16 સમીર બોઘરા
17 પૂર્વ વોર્ડ પ્રમુખ અશોક માંગુકિયા, 4 જેટલી મહિલાએ દાવેદારી નોંધાવી
1 ચોર્યાસીના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ,
2 પૂર્વ મહિલા મોરચાના અંજુબેન વેકરીયા,
3 નલિની બારોટ
4 પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા ભાજપ શહેર પ્રમુખે પણ ફરી દાવેદારી નોંધાવી
શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સતત ચાર વર્ષથી પ્રમુખ પદે છે તેમણે પણ પોતાનું દાવેદારી ફોર્મ ભર્યું હતું. તેમનું કહેવું હતું કે, ચાર વર્ષ થયાં પરંતુ ટર્મ એક જ ગણાય છે તેથી બીજી ટર્મ માટે ક્રાઈટેરિયા પ્રમાણે લાયક હોવાથી ફોર્મ ભર્યું છે. મોડીસાંજે અપેક્ષિત ઉમેદવારો સાથે ફરીથી મિટિંગ ગોઠવાઈ
ચૂંટણી અધિકારી રાજેશ શાહે જણાવ્યું હતું કે, કુલ 70 જેટલાં ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે જ્યારે સાંજે 6.30 કલાકે સુરત જિલ્લા ક્લસ્ટર અધિકારી રંજનબેન ભટ્ટની અધ્યક્ષતામાં કાર્યાલયે અપેક્ષિત શ્રેણીના તમામ પદાધિકારીઓ તથા સાંસદ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ-ધારાસભ્યો સાથેની બેઠક મળી હતી. તેમાં ઉમેદવારો વિશે ગહન ચર્ચા વિચારણા થઈ હતી જેનો રિપોર્ટ આગામી 6 જાન્યુઆરીએ ગાંધીનગરમાં યોજાનારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવશે.