શહેર-જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા શરૂ આજથી ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે આ વખતે મોટાં માથાં મેદાને છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શહેર અને જિલ્લા ભાજપ-પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે. હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે. CISF જવાને પોતાની બંદૂકથી આપઘાત કર્યો સુરત એરપોર્ટ પર CISF જવાને બાથરૂમમાં પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આપઘાત કર્યો. લોહીલુહાણ હાલતમાં જવાનને ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન જવાન મોતને ભેટ્યો. આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. એક વર્ષ પહેલા જ જવાનના લગ્ન થયા હતા. ભાજપ કાર્યકરો વચ્ચે શાબ્દિક યુદ્ધ, ગોપી તલાટી ગાળ બોલ્યા વડોદરામાં સેન્સ પ્રક્રિયા દરમિયાન શહેર ભાજપ ઉપાધ્યક્ષ સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટી વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું. ગોપી તલાટી સુનિતા શુક્લને અપશબ્દો પણ બોલ્યા. સુનિતા શુક્લએ આ અંગે પ્રમુખને રજૂઆત કરવાની વાત કરી છે. બે અકસ્માતની ઘટનામાં 20 લોકો ઘાયલ, 40નો બચાવ આજે અકસ્માતની બે ઘટનામાં 20 લોકો ઘાયલ થયા. અમદાવાદથી દ્વારકા જતી ખાનગી બસ દ્વારકા નજીક પલટી ખાઈ ગઇ, જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં એક લકઝરી બસનું ટાયર ફાટ્યા બાદ આગ ફાટી નીકળી. આ બંને ઘટનામાં 40 લોકોનો આબાદ બચાવ થયો છે. SOUના જંગલ સફારી પાર્કમાં દીપડો ઘૂસી ગયો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કમાં જંગલી દીપડો ઘૂસી ગયો. દીપડોએ પાર્કમાં ધૂસી 8 કાળિયાર હરણનો શિકાર કરતા ચકચાર મચી ગઈ છે. ધારાસભ્યએ શામળાજીને તાલુકો બનાવવા માગ કરી શામળાજી મહોત્સવમાં ધારાસભ્ય પી.સી બરંડાએ શામળાજીને તાલુકો બનાવવા માટે હુંકાર ભર્યો. સાથે જ ભિલોડાને નગરપાલિકા બનાવવા માટે CMને રજૂઆત કરી છે. ભૂપેન્દ્ર ઝાલાના કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ પૂરા થતા CID ક્રાઈમ દ્વારા વધુ 6 દિવસની રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ એક નકલી અધિકારી ઝડપાયો અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો. આરોપી PSI અને ડેપ્યુટી મામલતદારની ઓળખ આપી રૌફ જમાવતો હતો. આરોપી VVIP સુવિધા સાથે હોટલોમાં મફતામાં રોકાણ કરતો. ડ્રગ્સ કેસમાં આરોપીને અનોખી શરત સાથે જામીન અમદાવાદ સેશન્સ કોર્ટે ડ્રગ્સ કેસમાં આરોપીને અનોખી શરત સાથે જામીન આપ્યાં. આરોપીએ યુવાનોને ડ્રગ્સ મુદ્દે જાગૃત કરવા પડશે. સાથે જ સહી સાથે 2 મહિનામાં લીસ્ટ રજૂ કરવા આદેશ અપાયો. શિક્ષકો અને પ્રિન્સિપાલ વચ્ચે મારામારી નડિયાદના સોડપુર ગામે પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્ય વચ્ચે મોબાઈલ રાખવા બાબત છૂટાહાથની મારામારી થઈ. વીડિયો વાઈરલ થતા તપાસના આદેશ અપાયા છે.