ઓમકારસિંહ ઠાકુર
કાલુપુર સ્ટેશનના રિડેવલપમેન્ડની કામગીરી ચાલી રહી છે. રેલવેએ કાલુપુરથી ઉપડતી અનેક ટ્રેનો મણિનગર, વટવા, અસારવા તેમજ સાબરમતી સ્ટેશને શિફ્ટ કરવાનું આયોજન હાથ ધરાયું છે. હાલમાં આ તમામ સ્ટેશનો પર ડેવલપમેન્ટની સાથે પેસેન્જરો માટે પાયાની સુવિધા ઊભી કરવામાં ઠાગાઠૈયા ચાલે છે. આ તમામ સ્ટેશનો પર પેસેન્જરો માટે જરૂરી પીવાના પાણીની સુવિધા, વેઇટિંગ હોલ, બેઠક વ્યવસ્થા, પુરતા પ્લેટફોર્મ શેલ્ટર, લાઈટ પંખા, ટાઈમટેબલ ડિસ્પ્લે સિસ્ટમ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થયા બાદ જ ટ્રેનો જે તે સ્ટેશને શિફ્ટ કરાશે.મણિનગર, વટવા, અસારવા સ્ટેશન પર પ્લેટફોર્મ લંબાવવાની સાથે શેલ્ટર લગાવવા, પાણીની સુવિધા માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મણિનગર : પ્લેટફોર્મ કવર શેડ કામનું બાકી { સ્ટેશનના આગળનો ભાગ { સરક્યુલેટિંગ એરિયા { પ્લેટફોર્મ રિસર્ફેશ { ટોઈલેટ બ્લોક { નવા પ્લેટફોર્મ કવર શેડ { પાર્કિંગ એરિયા { વેઈટિંગ હોલ { બીજો એન્ટ્રી ગેટ. વટવા : નવા સ્ટેશન બિલ્ડિગનું કામ ચાલે છે { સ્ટેશનના આગળનો ભાગ { સરક્યુલેટિંગ એરિયા { પ્લેટફોર્મ રિસરફેશ { ટોઈલેટ બ્લોક { નવા પ્લેટફોર્મ કવર શેડ { પાર્કિંગ એરિયા { નવું સ્ટેશન બિલ્ડિંગ. અસારવા : વેઈટિંગ હોલનું કામ અદ્ધરતાલ { સ્ટેશનના આગળનો ભાગ { સરક્યુલેટિંગ એરિયા { પ્લેટફોર્મ રિસર્ફેશ { ટોયલેટ બ્લોક { નવા પ્લેટફોર્મ કવર શેડ
{ પાર્કિંગ એરિયા { વેઈટિંગ હોલનું કામ હજુ ચાલી રહ્યું છે.