ગુજરાતના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ ચલાવી 6,000 કરોડનું કૌભાંડ આચરનારો ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયા બાદ તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાર બાદ આજે (14 જાન્યુઆરી) રિમાન્ડ પૂર્ણ થતાં CID ક્રાઈમે ભૂપેન્દ્ર ઝાલાને ફરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી વધુ 6 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ભૂપેન્દ્રસિહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રોકાણકારોને મહિને ત્રણ ટકા વ્યાજની લાલચ આપતો
અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટના મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ રિમાન્ડ માગતા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, 28 ડિસેમ્બરે આરોપીની અટકાયત કરાઈ હતી. જેના અગાઉ 7 દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા હતા. આજે આ રિમાન્ડ પૂર્ણ થતાં વધુ 6 દિવસના રિમાન્ડની જરૂર છે. BZ ફાઇનાન્સની વેબસાઇટ મુજબ BZમાં 11,232 રોકાણકારો છે, જેઓએ 422.96 કરોડનું રોકાણ કર્યું છે. તે રોકાણકારોને મહિને ત્રણ ટકા વ્યાજની લાલચ આપતો હતો. આરોપીએ કરેલા રોકડ વ્યવહારોની તપાસ જરૂરી છે. 1286 રોકાણકારોની એન્ટ્રી મળી નથી
BZના એજન્ટોને માર્કેટિંગ ચેઇન મુજબ 1 ટકા, 0.50 ટકા, 0.25 ટકા, 0.10 ટકા મુજબ અનુક્રમે કમિશન મળતું હતું. આ કેસમાં કેટલા એજન્ટ છે અને તેમની વિરુદ્ધ પુરાવા મેળવવા તપાસ કરવાની બાકી છે. આરોપીના લેપટોપ ટેલીમાં હિસાબો રહેતા હતા, તે કબ્જે કરવાનું અને હિસાબોનો તાળો મેળવવાનો બાકી છે. આરોપીએ 300 અને 100 રૂપિયાનાં સ્ટેમ્પનું ફ્રેંકિંગ મોડાસા નાગરિક સહકારી બેંક અને સર્વોદય નાગરિક બેંકમાં કરાવી, કુલ 12,518 સ્ટેમ્પ ખરીધા હતા. વેબસાઈટમાં મળેલા 11,232 રોકાણકારો પૈકી 1286 રોકાણકારોની એન્ટ્રી મળી નથી. આરોપીએ અન્ય કોઈ મિલકત ખરીદી છે?
આરોપી એક રોકાણકાર પાસેથી વધુમાં વધુ 6 કરોડનું રોકાણ લેતો હતો. તેને 4 કરોડથી 25 લાખના 230 લોકો પાસેથી રોકાણ મેળવ્યા છે. આરોપીએ 40 સ્માર્ટ ફોન હિંમત નગરથી ખરીધા તે એજન્ટોને આપ્યા કે કેમ તે જાણવાનું છે. આરોપીએ અન્ય કોઈ મિલકત ખરીદી છે? જેનું રોકાણ લેતા તેના ફોર્મ ભરાવતા તે ભૂપેન્દ્ર ઝાલા પોતાની ઓફિસમાં રાખતા તે કબ્જે કરવાના છે. વેબસાઈટમાં રોકાણકારોના ડેટા મુજબ રોકાણના 422.96 કરોડથી રોકાણકારોને 172.59 કરોડ ચૂકવવાના બાકી છે. ઉપરોક્ત તમામ માહિતી અગાઉના 7 દિવસના રિમાન્ડ દરમિયાન મળી છે. અત્યાર સુધીમાં 600 કરોડના રોકાણ સામે આવ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાના 3 દિવસના વધુ રિમાન્ડ મંજૂર
આરોપીના વકીલે રિમાન્ડ આપવા વિરુદ્ધ દલીલો કરી હતી કે, માર્કેટિંગ ચેનમાં સૌથી ઉપરના માણસની હાજરી સૌથી નીચેના માણસને શોધવા જરૂરી નથી. આરોપીએ 12 હજારથી વધુ સ્ટેમ્પ લીધા, પણ 11 હજાર રોકાણકારોની માહિતી વેબસાઈટ પરથી મળી ચૂકી છે. કોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ ભૂપેન્દ્ર ઝાલાના 3 દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા.