back to top
Homeદુનિયામાઈક જોન્સન US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર બન્યા:100 વર્ષમાં સૌથી ઓછી બહુમતી...

માઈક જોન્સન US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર બન્યા:100 વર્ષમાં સૌથી ઓછી બહુમતી સાથે સ્પીકરની ચૂંટણી જીતી, ટ્રમ્પે અભિનંદન પાઠવ્યા

શુક્રવારે, રિપબ્લિકન સાંસદ માઇક જોન્સન યુએસ સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ફરીથી સ્પીકર તરીકે ચૂંટાયા હતા. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, સ્પીકર બનવા માટે 218 મતની જરૂર હોય છે. જોન્સનને એટલા જ મત મળ્યા. CNN મુજબ, છેલ્લા 100 વર્ષમાં કોઈપણ સ્પીકરને મળેલી આ સૌથી ઓછી બહુમતી છે. જોન્સનને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પણ હતું. જોકે, ટ્રમ્પના સમર્થન છતાં તેમને જીતવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. વોટિંગની શરૂઆતમાં તેમની રિપબ્લિકન પાર્ટીના 3 સાંસદોએ તેમને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી જોન્સને બહુમત મેળવવા માટે 45 મિનિટ સુધી લોબિંગ કર્યું. ત્યારે જ તેમને 2 રિપબ્લિકન સાંસદોનું સમર્થન મળ્યું, જેના કારણે તેઓ બહુમતી મેળવવામાં સફળ રહ્યા. લુઇસિયાના સાંસદ માઇક જોન્સન પણ 2023માં આ જ ગૃહના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. ટ્રમ્પે કહ્યું- માઈક એક ગ્રેટ સ્પીકર હશે જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જોન્સનને અભિનંદન પાઠવ્યા હતા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું- કોંગ્રેસમાં બહુમતી મેળવવા માટે સ્પીકર માઈક જોન્સનને અભિનંદન. માઈક એક ગ્રેટ સ્પીકર હશે, જેનાથી આપણા દેશને ઘણો ફાયદો થશે. અમેરિકન લોકોએ 4 વર્ષ સુધી આ કોમન સેન્સ, પાવર અને લીડરશિપની રાહ જોઈ છે. જોન્સનને રિપબ્લિકન પાર્ટીમાં જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો રિપબ્લિકન પાર્ટી 220 બેઠકો સાથે યુએસ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતીમાં છે. જો કે, જ્યારે શુક્રવારે સ્પીકર પદ માટે મતદાન શરૂ થયું ત્યારે રિપબ્લિકનની બહુમતી ઘટીને 219 થઈ ગઈ હતી, કારણ કે ફ્લોરિડાના પૂર્વ રિપબ્લિકન સાંસદ મેટ ગેટ્ઝે કોંગ્રેસ (યુએસ સંસદ)માં પાછા નહીં ફરવાનો નિર્ણય લીધો હતો. સ્પીકર ચૂંટણીમાં બહુમતી મેળવવા માટે કોઈપણ ઉમેદવારને 218 મત મળવા જરૂરી હતા. પરંતુ 3 રિપબ્લિકન સાંસદો થોમસ મેસી, રાલ્ફ નોર્મન અને કીથ સેલ્ફે જોન્સનની જગ્યાએ અન્ય ઉમેદવારોને મત આપવાની જાહેરાત કરી હતી. કેન્ટકીના સાંસદ થોમસ મેસીએ તો ત્યાં સુધી કહ્યું કે તમે મારા બધા નખ ખેંચી શકો છો. તમે મારી આંગળીઓ કાપવાનું શરૂ કરી શકો છો. પરંતુ હું માઈક જોન્સનને મત આપી રહ્યો નથી. શા માટે​​​​​​​ જોન્સન સામે નારાજગી હતી? માઇક જોન્સને ડિસેમ્બરમાં સરકારી શટડાઉનને રોકવા માટે અસ્થાયી ભંડોળ બિલ રજૂ કર્યું હતું. શરૂઆતમાં આ બિલને રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષોનું સમર્થન હતું. પરંતુ બાદમાં ટ્રમ્પે માંગ કરી હતી કે 20 જાન્યુઆરીએ તેમના શપથ ગ્રહણ પહેલા આ બિલમાં અમેરિકાની લોન લેવાની લિમિટને હટાવી દેવામાં આવે અથવા તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. જો કે, ટ્રમ્પની માંગ પૂરી કર્યા વિના આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ અંગે રિપબ્લિકન પાર્ટીના સાંસદોમાં જોન્સન પ્રત્યે નારાજગી જોવા મળી હતી. થોમસ મેસીએ કહ્યું કે જોન્સન સ્પીકર પદ માટે લાયક નથી. પાર્ટીને એવા સ્પીકરની જરૂર છે જે મીડિયાને સારી રીતે મેનેજ કરી શકે અને પાર્ટીના મુદ્દાઓને લોકો સમક્ષ વધુ સારી રીતે રજૂ કરી શકે. 45 મિનિટની લોબિંગ બાદ બે સાંસદોનું સમર્થન મળ્યું માઈક જોન્સન બાદમાં રાલ્ફ નોર્મન અને કીથ સેલ્ફને મળ્યા અને તેમને તેમના માટે મત આપવા માટે સમજાવ્યા. આખરે 45 મિનિટની લોબિંગ બાદ બંને સાંસદોએ જોન્સનની તરફેણમાં મતદાન કર્યું હતું. આ રીતે માઈક જોન્સન ખૂબ જ ઓછા માર્જિનથી સ્પીકર તરીકે ચૂંટાયા હતા. આ રાજકીય ખેંચતાણ વચ્ચે જોન્સને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે વખત ફોન પર વાત પણ કરી હતી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પછી સૌથી શક્તિશાળી પદ અમેરિકામાં, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકરનું પદ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે, જે કોંગ્રેસના નીચલા ગૃહને કન્ટ્રોલ કરે છે. આ ઉપરાંત, અગ્રતાના ક્રમમાં તે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પછી ત્રીજા સ્થાને છે. મતદાન કર્યા પછી, જોન્સને વચન આપ્યું હતું કે તે ટ્રમ્પ દ્વારા 2017માં શરૂ કરાયેલ ટેક્સ ઘટાડવાની પ્રક્રિયા ચાલુ રાખશે. આ સાથે તેણે ઘણા નિયમોને પાછા ખેંચવાની પણ વાત કરી. તેમણે કહ્યું કે અમે સરકારના કદ અને કાર્યક્ષેત્રમાં પણ ધરખમ ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. જોન્સને કહ્યું કે આપણે અમેરિકાના અમેરિકાના ઘણા મોટા પડકારોનો ઉકેલ શોધવાનો છે, જેમાં 36 ટ્રિલિયન ડોલરનું દેવાનો ઉકેલ લાવવાનું પણ સામેલ છે. ​​​​​​​

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments