સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો બધો વધી રહ્યો છે કે તેની માઠી અસર શહેર તો ઠીક પણ અંતરિયાળ ગામડાઓના કિશોર-કિશોરીઓ સુધી જોવા મળી રહી છે. જેમાં અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં થર્ટી ફસ્ટના દિવસે જ એક સગીરે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. સાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ રાખતા
સમગ્ર ઘટના એવી છે કે, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગત 31 ડિસેમ્બરના રોજ 10 વર્ષની એક સગીરાનું અપહરણ કરાયું હોવાની ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ મામલે સગીરાના માતા-પિતાને બોલાવી પોલીસે શકમંદ કોણ હોઇ શકે તે અંગે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ ભોગ બનનાર સાડા દસ વર્ષની સગીરા અને તેની સગીર બહેન માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી. એ મોબાઈલમાં બંને બહેનોના કુલ 7 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતાં. જેમાંથી 5 એકાઉન્ટ બંધ અને 2 એકાઉન્ટ એક્ટિવ હતા. ધોરણ 5માં અભ્યાસ કરતી હતી સગીરા
આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ધોરણ 5માં ભણતી સગીરા સાડા સોળ વર્ષના સગીરના સંપર્કમાં હતી. જેથી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી આ સગીર ક્યાં છે તેની શોધ શરુ કરી હતી અને બંનેનું લોકેશન મળતાં પોલીસે તેમને શોધી કાઢ્યા હતા. માતા-પિતાની પૂછપરછથી પોલીસને મળ્યો ક્લૂ
આ મામલે બાયડના Dy. SP ડી.પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, સગીરાના અપહરણની ફરિયાદ મળતા જ ઘટનાની ગંભીરતાને જોતા અમે તપાસ શરુ કરી દીધી હતી. જેમાં સૌ પહેલા સગીરાના માતાપિતાની પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ સગીરા ધોરણ 5માં અભ્યાસ કરતી હતી. અપહરણ કરાયેલ સગીરા અને તેનાથી ઉંમરમાં મોટી પરંતુ સગીર બહેન માતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતી હતી. બંનેના મળીને કુલ સાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતા. જેમાંથી 5 બંધ અને 2 એકાઉન્ટ એક્ટિવ હતા. સગીરે દુષ્કર્મ પણ આચર્યું
ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સાડા દસ વર્ષની સગીરા સાડા સોળ વર્ષના સગીરના સંપર્કમાં આવી હતી. જેથી સગીર ગત 31 ડિસેમ્બરે બપોરના સમયે સગીરાનું અપહરણ કરીને લઇ ગયો હતો. જેની ફરિયાદ મળતા જ બીજા જ દિવસે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી શોધી કાઢ્યા હતા. જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સગીરે સાડા દસ વર્ષની ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ પર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. જેથી સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને મેડિકલ ચેકઅપ કર્યા બાદ મહેસાણા ખાતેના એબ્ઝર્વેશન હોમમાં મોકલી આપવામાં આવ્યો છે. આ પણ વાંચો: સગીરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પેરેન્ટ્સની સંમતિથી બનશે:કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો; લોકો પાસે સૂચનો માગ્યાં