back to top
Homeગુજરાતમેમો આપવા બાબતે પોલીસ સાથે મારામારી:એરપોર્ટ વિસ્તારમાં નો પાર્કિંગમાં ઉભી ગાડીને મેમો...

મેમો આપવા બાબતે પોલીસ સાથે મારામારી:એરપોર્ટ વિસ્તારમાં નો પાર્કિંગમાં ઉભી ગાડીને મેમો આપતા કારચાલક સહિત ત્રણ લોકોએ હુમલો કર્યો; પોલીસે ત્રણેયની ધરપકડ કરી

એરપોર્ટમાં સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેના પાર્કિંગમાં ગાડી ઉભી રાખનારને ટ્રાફિક પોલીસે ઓનલાઇન ઇ-મેમો આપ્યો હતો. જેથી ત્રણ શખ્સો ઉશ્કેરાઇને પોલીસને અપશબ્દો આપવા લાગ્યા હતા. ઉપરાંત ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરવા લાગ્યા હતા તથા પોલીસ પાંચ હજાર માગી રહી હોવાનો આક્ષેપ કરવા લાગ્યા હતા. આ અંગે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે ત્રણેય શખ્સો સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મહેસાણા પાર્સિંગની ગાડી નો પાર્કિંગમાં ઉભી હતી
નાના ચિલોડામાં રહેતા વિભુભાઇ ગોહિલ જી-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હાલ તેમની ફરજ એરપોર્ટ પર ટોઇંગમાં ઓપરેટર તરીકેની છે. શનિવારે સવારે તેઓ ફરજ પર હતા ત્યારે ટોઇંગ લઇને એરપોર્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. જ્યારે એરપોર્ટ પાસેથી ટોઇંગ લઇ પાસર થઇ રહ્યાં હતા. ત્યારે મહેસાણા પાર્સિંગની ગાડી નો પાર્કિંગમાં ઉભી હતી. જેથી કોન્સ્ટેબલ ટોઇંગ લઇ ગાડી પાસે ગયા હતા. ત્યારે ત્યાં ગાડીનો ડ્રાઇવર પણ ઉભો હતો. જેથી તેમણે ડ્રાઇવરનું લાયસન્સ માગતા ગિરીશ પટેલ લખેલું હતું. રૂ. 1000 રૂપિયાનું ઇ-ચલણ મેમો આપી દીધો હતો
ટ્રાફિક પોલીસે તેમને રૂ. 1000 રૂપિયાનું ઇ-ચલણ મેમો આપી દીધો હતો અને ટોઇંગમાં બેસવા પહોંચ્યા હતા. ત્યારે ગાડીમાં સાથે આવેલો યુવક કહેવા લાગ્યો હતો કે કેમ મેમો આપ્યો છે. બીજી ગાડીઓ ઉભી રહેલી છે તેમને કેમ મેમો આપતા નથી. ત્યારે વિભુભાઇએ જણાવ્યું હતું કે, તમને મેમો આપી દીધો છે તમે જાવ. જે બીજા લોકો છે તેમની પાસે જઇ તેમને પણ મેમો આપી દઇશું. આટલું કહેતા જ ડ્રાઇવર અને યુવક બન્ને પોલીસને અપશબ્દો આપવા લાગ્યા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી તપાસ હાથ ધરી
ક્રેનના ઇન્ચાર્જ દશરથભાઇની ફેંટ પકડી ટોઇંગમાંથી નીચે ઉતારીને માર મારવા લાગ્યા હતા. આટલું જ નહિ બન્નેએ અન્ય હાજર પોલીસ જવાન સાથે મારા મારી કરી હતી અને ગાળો આપી હતી. ઉપરાંત બુમો પાડી કહેવા લાગ્યા હતા કે તમારે પાંચ હજાર રૂપિયા જોઇએ છે. તેવો આક્ષેપ કરવા લાગ્યા હતા. બીજી તરફ ઝપાઝપી થતા આસપાસના લોકો આવી ગયા હતા અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા એરપોર્ટ પોલીસ આવી ગઇ હતી. જે બાદ હુમલો કરનાર ગિરીશ ભગાભાઇ પટેલ, મનિષકુમાર ભગવાનદાસ પટેલ અને પ્રિન્સ મનિષકુમાર પટેલને ઝડપી લીધા હતા. આ અંગે વિભુભાઇએ ત્રણેય શખ્સો સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments