back to top
Homeસ્પોર્ટ્સયુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના ડિવોર્સ થશે?:બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા; ચહલે...

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના ડિવોર્સ થશે?:બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા; ચહલે તમામ તસવીરો હટાવી દીધી

ભારતીય ટીમના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર અને તેની પત્ની ધનશ્રી વર્મા વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે બંને એકબીજાથી અલગ થવાનાં છે. હવે આ અટકળો વચ્ચે ચહલ અને ધનશ્રીએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધાં છે. ચહલે તમામ તસવીરો હટાવી દીધી
ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા બાદ યુઝવેન્દ્રએ ધનશ્રી સાથેની તમામ તસવીરો ડિલિટ કરી દીધી છે. એ બાદ ફેન્સને એવું લાગવા લાગ્યું છે કે બંને એકબીજાથી અલગ થવા જઈ રહ્યાં છે. બીજી તરફ છૂટાછેડાને લઈને અત્યારસુધી ચહલ અને ધનશ્રી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. છૂટાછેડાની પુષ્ટિ થઈ છે અને થોડા સમય પછી એ સત્તાવાર બનશે
હકીકતમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. હવે ETimesના અહેવાલ મુજબ, કપલના નજીકનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કપલના અલગ થવાની અફવાઓ સાચી છે. છૂટાછેડાની પુષ્ટિ થઈ છે અને થોડા સમય પછી એ સત્તાવાર બનશે, જોકે છૂટાછેડાની કાર્યવાહી હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. તેમના અલગ થવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે આ કપલે અલગથી તેમના જીવન સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની લવસ્ટોરી
ધનશ્રી વર્માએ ઝલક દિખલા જા 11ના એપિસોડ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ સાથેની તેની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે કેવી રીતે લોકડાઉન દરમિયાન ચહલે ડાન્સ શીખવા માટે તેનો સંપર્ક કર્યો હતો. એ બાદ ધનશ્રી તેને ડાન્સ શીખવવા માટે રાજી થઈ ગઈ. એ બાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. 2023માં યુઝવેન્દ્ર-ધનશ્રીના છૂટાછેડાની અટકળો વધી હતી
વર્ષ 2023માં યુઝવેન્દ્ર ચહલે પોતાના આઈજી પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે નવું જીવન આવી રહ્યું છે. આ પછી અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી તેની અટક ચહલ હટાવી દીધી હતી. હવે તે ફક્ત ધનશ્રી વર્મા લખે છે. આ પછી તેમના છૂટાછેડાની અફવાઓ તેજ થઈ ગઈ, જોકે ત્યાર બાદ ક્રિકેટરે છૂટાછેડાના સમાચારને અફવા ગણાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments