back to top
Homeગુજરાતરાષ્ટ્રીય પ્રોગ્રામ 'યંગ ઇન્ડિયા બોલ' સિઝન-5 લોન્ચ:યુવાનો, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, પાયાના કાર્યકરો અને...

રાષ્ટ્રીય પ્રોગ્રામ ‘યંગ ઇન્ડિયા બોલ’ સિઝન-5 લોન્ચ:યુવાનો, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, પાયાના કાર્યકરો અને રાજકીય ઉત્સાહીઓને બેજવાબદાર અભિવ્યક્તિનો વિરોધ કરવા મંચ પૂરો પાડશે

ભાજપે બેરોજગારી દૂર કરવા દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું પરંતુ, વાસ્તવિકતા એ છે કે છેલ્લા દાયકામાં મોદી સરકાર 2014માં સત્તામાં આવી ત્યારથી નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોમાંથી માત્ર 0.3%ને જ સરકારી નોકરી મળી છે એટલે કે દર 1,000 અરજદારોમાંથી માત્ર 3 લોકોને જ કાયમી સરકારી નોકરી મળી હતી. કોંગ્રેસના નેતાઓ દ્વારા પત્રકાર પરિષદમાં ભાજપનું શાસન નિષ્ફળ ગણાવ્યું હતું. 22 કરોડ અરજીઓની સંખ્યા રોજગારીની નબળી સ્થિતિ દર્શાવે છે
સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવન ખાતે યુથ કોંગ્રેસનો રાષ્ટ્રીય પ્રોગ્રામ ‘યંગ ઇન્ડિયા બોલ’ સિઝન-5 લોન્ચ કરવામાં આવ્યું હતું. 2022માં રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં સ્વીકાર્યું હતું કે, 2014થી સરકારને મળેલી 22 કરોડ અરજીઓમાંથી માત્ર 22,311 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે, મોદી સરકાર દર વર્ષે 2 કરોડ નોકરીઓનું સર્જન કરવાના પોતાના વચનને પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. 22 કરોડ અરજીઓની સંખ્યા દેશમાં રોજગારની નબળી સ્થિતિ દર્શાવે છે. તે વાત મૂકવામાં આવી હતી. ડ્રગ અને બેરોજગારીની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ
‘યંગ ઈન્ડિયા બોલ’ કાર્યક્રમ વિશે બોલતા યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકા કહ્યું કે, આ ભયાનક ઘટનાઓએ ભારતીય યુવા કોંગ્રેસને ભાજપ સરકાર સામેના સંઘર્ષમાં સામેલ કરવા માટે પ્રેરણા આપી છે. આ વિચાર હેઠળ ‘યંગ ઈન્ડિયા કે બોલ’ નામનો પ્રવક્તા શોધ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ‘યંગ ઈન્ડિયા કે બોલ’ ની સિઝન-5 મુખ્ય મુદ્દાઓ ડ્રગની સમસ્યા અને બેરોજગારીનો સમસ્યાનું નિરાકરણ લાવવા ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફ્ળ ગઈ છે. આ કાર્યક્રમ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અભિયાન ‘નૌકરી દો, નશા નહીં’ સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ્ય યુવાનો, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, પાયાના કાર્યકરો અને રાજકીય ઉત્સાહીઓને તેમનો અવાજ ઉઠાવવા અને આ બેજવાબદાર અભિવ્યક્તિનો વિરોધ કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે. તમારા મંતવ્યો સરકારને જણાવો ​​​​​​​તમારો અવાજ ઉઠાવવાની અને પરિવર્તનનો ભાગ બનવાની સુવર્ણ તક
તેમણે કહ્યું, ‘આ સ્પર્ધા માટેની અરજી પ્રક્રિયા 15 ડિસેમ્બર, 2024થી ‘With IYC એપ’ દ્વારા શરૂ થશે. રસ ધરાવતા સહભાગીઓએ આ બંને મુદ્દાઓ પર તેમના વીડિયો સબમિટ કરવાના રહેશે. આ કાર્યક્રમના સહભાગીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આમંત્રિત કરવામાં આવશે અને તેમને ભારતીય યુવા કોંગ્રેસના રાજ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા બનવાની અનન્ય તક પૂરી પાડવામાં આવશે. તે જ સમયે, તેઓને સંબંધિત મુદ્દાઓ પર પક્ષના વિચારો વ્યક્ત કરવાની તક પણ મળશે, અંતમાં તેમણે દેશના યુવાનોને અપીલ કરી કે, ‘ બધાને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લેવા આહવાન કરવામાં આવે છે. બેરોજગારી ઘટાડવામાં સરકાર અને તેમને ડ્રગની સમસ્યાને નિયંત્રિત કરવા માટે અસરકારક પગલાં લેવા દબાણ કરે છે. તમારો અવાજ ઉઠાવવાની અને પરિવર્તનનો ભાગ બનવાની આ એક સુવર્ણ તક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments