રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા વધુને વધુ જોવા મળી રહી છે, ત્યારે વધુ એક નકલી પીએસઆઇ તેમજ ડેપ્યુટી મામલતદાર ઝડપાયો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના કારણે અધિકારી બનીને ફરતો આરોપી ઝડપાઇ ગયો છે. આરોપી પાસેથી પોલીસના બે નકલી આઇકાર્ડ તેમજ એક ડેપ્યુટી મામલતદારનું આઇકાર્ડ મળી આવ્યુ છે. આરોપીની પૂછપરછ કરતા તે લોકો પર રૌફ મારવા માટે નકલી અધિકારી બન્યો હોવાની કબુલાત કરી છે. આ સાથે જ પરિવહન દરમિયાન ટોલટેક્ષ ન ભરવા ડે. મામલતદારના કાર્ડનો ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત તે વીવીઆઈપી સુવિધા સાથે હોટલોમાં પણ મફતામાં રોકાણ કરતો. પોલીસે બાતમીના આધારે આરોપીને રોક્યો
આ અંગેની વિગત એવી છે કે, મણીનગર પોલીસને બાતમી મળી હતી કે કિરીટ અમીન નામનો શખ્સ મણીનગર વિસ્તારમાં પોલીસની ઓળક આપીને ફરી રહ્યો છે અને હોટલોમાં પણ મફતમાં રોકાય છે. કિરીટ પોતાનું એક્ટિવા લઇને મણીનગર રેલવે સ્ટેશનથી કાંકરીયા તરફ પસાર થવાનો છે. મણીનગર પોલીસે વોચ ગોઠવીને ઉભા હતા ત્યારે મણીનગર રેલવે સ્ટેશનથી એક એક્ટિવા ચાલક પસાર થયો હતો. પોલીસે શંકાના આધારે એક્ટિવા ચાલકને અટકાવીને તેની પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન પોલીસના બે કાર્ડ મળી આવ્યાં
જેમાં તેણે પોતાનું નામ કિરીટ અમીન હોવાનું અને તે ઘોડાસર વિસ્તારમાં આવેલા એમ્પાયર હાઇટ્સ ફ્લેટમાં રહેતો હોવાનું જણાવ્યુ હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કિરીટ મુળ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના હેલોદર ગામનો રહેવાસી છે. પોલીસે કિરીટનું પર્સ ચેક કર્યુ હતું, જેમાં ઇલેક્શન કાર્ડ તેમજ ગુજરાત પોલીસનું આઇકાર્ડ મળી આવ્યુ હતું. આ સિવાય કિરીટ પાસેથી બીજુ એક પોલીસનું કાર્ડ પણ મળી આવ્યુ હતું, જેમા તેની ઓળખ પીએસઆઇ તરીકેની હતી. વધુમાં તપાસ કરતા વધુ એક અધિકારીનું કાર્ડ મળ્યું
આ સિવાય કીરીટના પર્સમાંથી વધુ એક આઇકાર્ડ મળી આવ્યુ હતું, જે ડેપ્યુટી મામલતદારનું હતું. પોલીસે કિરીટ પાસેથી મળી આવેલા આઇકાર્ડના મામલે પૂછપરછ કરી હતી. જેમાં કિરીટે કોઇ સંતોષકારક જવાબ ન આપતા તેની અટકાયત કરીને મણીનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે કિરીટની પૂછપરછ કરતા તેણે લોકો પર રૌફ મારવા તેમજ નકલી પોલીસ બનીને તોડ કરવાના ઇરાદે આઇકાર્ડ બનાવ્યા હતા. મણીનગર પોલીસે કિરીટની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોકેટ કોપ એપલીકેશને કિરીટનો ભાંડો ફોડ્યો
મણીનગર પોલીસે કિરીટની જ્યારે અટકાયત કરીને આઇકાર્ડ મામલે પૂછપરછ કરી ત્યારે તેણે કોઇ સંતોષ કારક જવાબ આપ્યો નહીં, જેના કારણે પોલીસ કર્મચારીએ તેમની પાસે રહેલી પોકેટ કોપ એપલીકેશનની મદદ લીધી હતી. એપ્લીકેશનમાં કિરીટની માહિતી સર્ચ કરતાની સાથેજ તેનો ભાંડો ફુટી ગયો હતો. કિરીટ અગાઉ પણ નકલી પોલીસ બનીને રૌફ મારવાના કેસમાં ઝડપાઇ ચુક્યો છે. પોલીસે કિરીટની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઝોન 5ના તત્કાલીન ડીસીપી હીમકરસિંગની સહી વાળુ કાર્ડ મળ્યુ
કિરીટ પાસેથી એક ગુજરાત પોલીસનું આઇકાર્ડ મળ્યુ હતું, જેનો નંબર 438 હતો. આ કાર્ડ 2022ના રોજ ઇસ્યુ થયાનું લખ્યુ હતું. જ્યારે બીજુ એક આઇકાર્ડ મળી આવ્યુ હતું, જે તારીખ 1-1-19ના રોજ ઇસ્યુ થયુ હતું. કિરીટી પાસે મળી આવેલા બીજા આઇકાર્ડમાં તેની પોસ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની હતી. આઇકાર્ડમાં લગાવેલા ફોટોગ્રાફ્સ પર પોલીસનો સિક્સો પણ હતો અને તેમાં ઝોન 5ના તત્કાલીન ડીસીપી હીમકરસિંગની સહી પણ હતી. આ સિવાય ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટનું ડેપ્યુટી મામલતદારનું આઇકાર્ડ પણ મળી આવ્યુ હતુ, ટોલટેક્ષ ન ભરવા અને VIP સુવિધા માટે ડે. મામલતદારના કાર્ડનો ઉપયોગ કરતો
કિરીટ પોતાની જાતને ઉચ્ચ પોલીસ અધિકારી અને ડેપ્યુટી મામલતદાર માનતો હતો. લોકો પર રોફ મારવા તેમજ વીઆઇપી સુવિધા લેવા માટે તે આઇકાર્ડનો ઉપયોગ કરતો હતો. કિરીટ જ્યારે પણ બહારગામ જાય ત્યારે હાઇવે પર આવતા ટોલટેક્ષ પર તે કાર્ડનો ઉપયોગ કરતો હતો. ટોલટેક્ષના અધિકારીઓ કાર્ડ જોઇને કિરીટ પાસેથી ટોલના રૂપિયા વસુલતા નહીં. આરોપી સરકીટ હાઉસમાં પણ રોકાતો
આ સિવાય કોઇપણ જગ્યાએ તે સરકીટ હાઉસમાં રોકાતો હતો અને સરકારી લાભ લેતો હતો. મણીનગરમાં પણ તે ભવ્ય હોટલ સહિત હોટલોમાં પોલીસની ઓળખ આપીને મફતમાં રોકાતો હતો. આ સિવાય દારૂ-જુગારના અડ્ડા ઉપર જઇને કિરીટી તોડ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. કિરીટ પહેલા પણ નકલી પોલીસના કેસમાં ઝડપાઇ ચુક્યો છે. ત્યારે વધુ એક વખત તે નકલી પોલીસ બનીને ફરતો હતો. પોલીસ તેમજ ડેપ્યુટી મામલતદારનું આઇકાર્ડ કિરીટી કોની પાસેથી બનાવ્યુ તે મામલે પોલીસે ઉડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે. સસ્તુ સોનુ આપવાની લાલચ આપીને લોકો સાથે ઠગાઇ કરી
અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કિરીટ અમીન ધરપકડ કરી હતી. કિરીટ અમીને ગવર્નમેન્ટ ઓફ ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ નાયબ મામલતદારનું ખોટું આઈકાર્ડ બનાવી તેનો દુરુઉપયોગ કર્યો હતો. આ નકલી નાયબ મામલતદાર કિરીટ અમીને વલસાડના ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સસ્તું સોનું આપવાની લાલચ આપી 12 લાખની છેતરપિંડી કરી હતી. કિરીટ અમીને અમદાવાદ જિલ્લાના કેરાળા GIDCમાં 39 લાખની છેતરપિંડી પણ આચરી હતી.