back to top
Homeમનોરંજનવિવિયન ડીસેનાને સલમાન ખાને ફટકાર લગાવી:કહ્યું- શોમાં તમારું ધ્યાન ફક્ત તમારા અવાજ...

વિવિયન ડીસેનાને સલમાન ખાને ફટકાર લગાવી:કહ્યું- શોમાં તમારું ધ્યાન ફક્ત તમારા અવાજ અને દેખાવ પર છે, કામ્યા પંજાબીએ પણ ઠપકો આપ્યો

આ વર્ષે, અભિનેતા વિવિયન ડીસેનાએ લોકપ્રિય ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસ 18 માં કંટેસ્ટેન્ટ તરીકે પ્રવેશ કર્યો છે. હાલમાં જ શોની પૂર્વ સ્પર્ધક અને વિવિયનની મિત્ર કામ્યા પંજાબી શોમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે વિવિયનની ઉગ્ર ઝાટકણી કાઢી હતી. આ દરમિયાન સલમાન ખાન પણ તેના પર ગુસ્સે પણ થયો હતો. હાલમાં જ શોનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આમાં શોમાં પહોંચેલી કામ્યાએ કહ્યું કે, ‘શું કરે છે વિવિયન , તને આટલા વર્ષોથી શોમાં બોલાવતા હતા, છતાં તું આવતો નહોતો, આ વર્ષે પણ નહોતો આવવાનો. વિવિયન દેખાડો કરનારો અને ઠંડો છે. હું ખૂબ જ નિરાશ છું.’ તેના પર સલમાને વિવિયનને કહ્યું, ‘તમે હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યા છો અને હોમ ગ્રાઉન્ડ પર હારી રહ્યા છો. મારો મતલબ, શું ફાયદો છે?’ તેના પર કામ્યાએ કહ્યું, ‘તમે તેમના (કલર્સ) શોમાં નેતૃત્ત્વ કર્યું છે, પરંતુ આ ઘરમાં લીડર ન બની શક્યા’. સલમાને આગળ કહ્યું, આ ઘરમાં વિવિયનનું ધ્યાન ફક્ત તેના અવાજ અને તેના દેખાવ પર છે. આ ઘરમાં કોઈ બીજું પાત્ર ભજવી રહ્યું છે. આ વિવિયન બિલકુલ વિવિયન નથી.’ થોડા સમય પહેલા ફેમિલી વીક દરમિયાન તમામ સ્પર્ધકોના પરિવારજનો શોમાં પહોંચ્યા હતા. આ સમયે વિવિયનની પત્ની નૂરેન પણ શોમાં પહોંચી હતી. આ અંગે કામ્યાએ કહ્યું, ‘જ્યારે નૌરેન ઘરે આવી ત્યારે તેણે માત્ર ડેમેજ કંટ્રોલ કર્યું હતું’. તેણે કહ્યું કે, ‘જો મેં અવિનાશની વાત ન સાંભળી હોત તો હું કોન્ટ્રીબ્યૂુશન આપત. આ સાંભળીને તમને ગમ્યું? આના પર સલમાને કહ્યું, ‘ભાઈ તારી રમત પૂરી થઈ ગઈ છે.’ કશિશ કપૂર બિગ બોસ 18માંથી બહાર થઈ શકે છે
આ અઠવાડિયે, એશા સિંહ, શ્રુતિકા અર્જુન, રાજલ દલાલ, ચાહત પાંડે, અવિનાશ મિશ્રા, કશિશ અને વિવિયન ડીસેનાને બહાર કાઢવા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. હવે જો ન્યૂઝ પેજની વાત માનીએ તો કશિશ કપૂર આ અઠવાડિયે શોમાંથી બહાર થઈ જવાનો છે. નોંધનીય છે કે, વિવિયન ડીસેના ‘પ્યાર કી એક કહાની’, ‘મધુબાલા: એક ઈશ્ક એક જુનૂન’ અને ‘શક્તિ’ જેવા પ્રખ્યાત ટીવી શોનો ભાગ રહી ચુક્યો છે. કામ્યા પંજાબી ટીવી શો જુનૂનમાં તેની કો-સ્ટાર હતી. આ શો ઉપરાંત, વિવિયન ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 7’ અને ‘ઝલક દિખલા જા 8’ માં પણ ભાગ લઈ ચૂક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments