back to top
Homeબિઝનેસશેરમાં ફ્રન્ટ રનિંગ કૌભાંડ:ગેરકાયદે કમાણીમાં કેતન પારેખ માસ્ટરમાઇન્ડ

શેરમાં ફ્રન્ટ રનિંગ કૌભાંડ:ગેરકાયદે કમાણીમાં કેતન પારેખ માસ્ટરમાઇન્ડ

ભારતીય શેરમાર્કેટમાં લાંબા સમયથી ચાલી રહેલા ફ્રન્ટ રનિંગ કૌંભાડમાં માર્કેટ ઑપરેટર કેતન પારેખની મોટા પાયે સંડોવણી સામે આવી છે. સેબીની તપાસમાં જાણવા મળ્યું છે કે પારેખ સિંગાપુરમાં બેસીને વિદેશી ક્લાઇન્ટ્સના સોદાઓ પર ફ્રન્ટ રનિંગ કરતો હતો. સેબી અનુસાર પારેખ અને અન્ય લોકોએ ફ્રન્ટ રનિંગ ઉપરાંત અમેરિકન કંપની ટાઇગર ગ્લોબલ દ્વારા પીબી ફિનટેકના શેર્સના વેચાણ પર તેની ખરીદી પણ કરી હતી. 11 નવેમ્બર, 2022ના રોજ બે ફંડ્સે પીબી ફિનટેકના 52.5 લાખ શેર્સનું વેચાણ કર્યું હતું. જીઆરડી સિક્યોરિટીઝ, સાલસાર સ્ટૉક બ્રોકિંગ અને અનિરુદ્ધ દમાણીએ 20.61 લાખ શેર્સ માટે મોટા ગ્રાહકોના ખરીદ-વેચાણના આધાર પર ટ્રેડિંગ કર્યું હતું. સેબીએ ફ્રન્ટ રનિંગના પુરાવા મળતા જ પારેખ પર શેરમાર્કેટમાં કોઇપણ પ્રકારની ભાગીદારી પર પ્રતિબંધ મૂક્યો છે. તે સાથે જ ફ્રન્ટ રનિંગ મારફતે કમાયેલી 65 કરોડ 77 લાખની રકમ પણ જપ્ત કરી છે. રોહિત સાલગાંવકરે પારેખ સાથે મળી ફ્રન્ટ રનિંગ સ્કીમ બનાવી
સેબીની તપાસમાં જાણવા મળ્યું હતું કે પારેખ અને રોહિત સાલગાંવકરે જ મુખ્યત્વે ફ્રન્ટ રનિંગ સ્કીમ બનાવી હતી. ક્લાઇન્ટના ગોપનીય ટ્રેડ ડેટા પારેખને આપ્યા હતા. આ કૌંભાડમાં 6 અન્ય સંસ્થાઓ પણ સામેલ હતી. તેમણે લીક થયેલી જાણકારીના આધાર પર ટ્રેડિંગ કર્યું હતું. સેબીની તપાસમાં નુવામા-મોતીલાલ સહિત અનેક બ્રોકર્સની ઓળખ કરાઇ છે. ફ્રન્ટ રનિંગ શું હોય છે?
ફ્રન્ટ રનિંગ એક ગેરકાયદે રીત છે. તેમાં સ્ટૉક બ્રોકર અથવા બ્રોકિંગ કંપનીઓ મોટા ક્લાઇન્ટના ઑર્ડરની જાણકારીનો ફાયદો ઉઠાવે છે. બ્રોકર, એસેટ મેનેજર અથવા અંદરના જ લોકો વ્યક્તિગત ટ્રેડિંગ માટે આ પ્રકારની જાણકારીનો ઉપયોગ કરે છે. એટલે કે, કોઇ બ્રોકરને ખબર છે કે તેમનો જ કોઇ ક્લાઇન્ટ કોઇ વિશેષ શેરમાં મોટી ખરીદી કરવાનો છે, તો તે પહેલાથી જ ઓછી કિંમત પર તે શેરની ખરીદી કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments