સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ભાજપના ચૂંટણી નિરીક્ષક તરીકે ડોલર કોટેચા ખાસ હાજર રહ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ માટે પ્રથમ દિવસે જ 21થી વધુ ઉપડ્યા હતા. અને બપોર સુધીમાં 16 જેટલાં ફોર્મ ભરાઈ પણ ગયા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ મહામંત્રી અનિરુદ્ધ પઢિયાર, પૂર્વ ધારાસભ્ય ધનરાજ કૈલાના પુત્ર નરેશ કેલા સહિત અન્ય આગેવાનોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપ ચૂંટણી નિરીક્ષક ડોલર કોટેચા તેમજ ગૌતમ ગોસ્વામી સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ બનવા માટે લાંબી હોડ લાગી છે. જેમાં સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે વહેલી સવારથી જ રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓનો જમાવડો જામ્યો હતો.