back to top
Homeમનોરંજનઅમદાવાદ 'કોલ્ડપ્લે' કોન્સર્ટમાં 'બાળ સુરક્ષા' સંકટના વાદળ:સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવાનો...

અમદાવાદ ‘કોલ્ડપ્લે’ કોન્સર્ટમાં ‘બાળ સુરક્ષા’ સંકટના વાદળ:સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવાનો આદેશ, માર્ગદર્શિકાના પાલન માટે આયોજકને કડક નોટિસ

ઘણા વખતથી ચર્ચામાં રહેલું અને ટ્રેન્ડસેટર બની દુનિયામાં મચાવનાર કોલ્ડપ્લેનો કોન્સર્ટ આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં થવાનો છે. જોકે, કોન્સર્ટ પહેલા જ ફેમસ બ્રિટિશ બેન્ડને નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત જિલ્લા બાળ સુરક્ષા યુનિટે નોટિસ જારી કરી છે. આ નોટિસમાં લીડ સિંગર ક્રિસ માર્ટિનનો સમાવેશ કરતા બેન્ડને પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર બાળકોને સામેલ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોલ્ડપ્લેના કોન્સર્ટ પહેલા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આયોજકોને સૂચના ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે. બાળકો માટે ખાસ માર્ગદર્શિકા
આયોજકોને આદેશ આપવામાં આવ્યા છે કે કાનની સુરક્ષા માટે કોઈ પણ બાળક ઈયરપ્લગ વગર કોન્સર્ટમાં પ્રવેશે આપવામાં ન આવે. યુનિટે ચેતવણી પણ આપી છે કે 120 ડેસિબલથી ઉપરનો અવાજ બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. સૂચનાઓનું પાલન ન કરવા બદલ આયોજકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. ચંદીગઢના રહેવાસી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ આ નોટિસ જારી કરવામાં આવી છે. કોલ્ડપ્લે નવ વર્ષ પછી ભારતમાં ધમાલ મચાવશે
ભારતમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ નવ વર્ષ બાદ એટલે કે અગાઉ 2016માં યોજાયો હતો. ફેન્સ બેન્ડના પર્ફોર્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હાલમાં જ બાળકો અને પ્રેક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નોટિસ જારી કરવામાં આવી છે. જે આયોજકો માટે સંકટના વાદળ સાબિત થઈ શકે છે. કોલ્ડપ્લેનો ભારત પ્રવાસ
અમદાવાદ ઇવેન્ટ કોલ્ડપ્લેના ભારત પ્રવાસનો એક ભાગ છે, જેમાં 18, 19 અને 21 જાન્યુઆરી 2025ના રોજ મુંબઈમાં કોન્સર્ટ છે. આ બેન્ડની શરૂઆત ક્રિસ માર્ટિન અને જોની બકલેન્ડે કરી હતી. બંનેની મુલાકાત વર્ષ 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. આ પછી ક્રિસ અને જોનીએ સાથે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું, એ સમયે બંને ‘બિગ ફેટ નોઈઝ’ અને ‘પેક્ટોરલ્સ’ તરીકે જાણીતા હતા. થોડા સમય પછી બેરીમેન બંનેને મળ્યો અને તે પણ તેમની સાથે જોડાયો. પછી બેન્ડનું નામ બદલીને ‘સ્ટારફિશ’ રાખવામાં આવ્યું, પરંતુ એનું નામ બદલીને ફરીથી ‘કોલ્ડપ્લે’ રાખવામાં આવ્યું. 2025માં યોજાનારા 47 કોન્સર્ટમાંથી 40ની ટિકિટો અત્યારથી વેચાઈ ગઈ!
જાન્યુઆરી 2025થી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારત સહિત વિશ્વના અલગ અલગ દેશોમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાના છે. અત્યારસુધીમાં 2025માં કુલ 47 કોન્સર્ટનું આયોજન કરાયું છે, જેમાં 40 કોન્સર્ટની ટિકિટો અત્યારથી જ વેચાઈ ચૂકી છે. એપ્રિલ-2025માં સિઓલમાં યોજાનારા કોન્સર્ટની ટિકિટો જ ઉપલબ્ધ છે. વાંચો આને લગતા સમાચાર.. 25-26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે અમદાવાદમાં ધૂમ મચાવશે:બુકિંગ શરૂ થયાના બે કલાકમાં બંને શો ‘SOLD OUT’; નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બે દિવસમાં 2.5 લાખ લોકોથી ઊભરાશે​​​​​​​ આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલસો થશે. એ કોલ્ડપ્લે કોન્સર્ટના બંને શોની તમામ ટિકિટો માત્ર બે કલાકમાં જ ‘SOLD OUT’ થઈ ગઈ. અંદાજે અઢી લાખ લોકો કોલ્ડપ્લેનો કોન્સર્ટ અટેન્ડ કરશે. ​​​​​સંપૂર્ણ સમાચાર વાંચો..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments