‘પુષ્પા 2’થી દુનિયાભરમાં હલચલ મચાવનાર અલ્લુ અર્જુન હવે પોતાના નવા લૂકમાં આવ્યો છે. પુષ્પરાજ તરીકે પોતાના લાંબા વાળ અને દાઢી બતાવ્યા બાદ અલ્લુ અર્જુને દાઢી ટ્રીમ કરાવી છે અને વાળ કપાવી લીધા છે. તેનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે. અલ્લુ અર્જુન છેલ્લા 4-5 વર્ષથી ‘પુષ્પા’માં વ્યસ્ત હતો. ફિલ્મનો પહેલો ભાગ 2021માં અને બીજો ભાગ 2024માં રિલીઝ થયો. આ માટે અભિનેતાએ તેના વાળ અને દાઢી વધારી હતી. અલ્લુ અર્જુનને તેના નવા હેરકટમાં જોયા બાદ ચાહકોની ખુશીની કોઈ સીમા નથી અને તેઓ તેના વખાણ કરી રહ્યા છે. નવા હેરકટ અને લુકમાં અલ્લુ અર્જુનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રવિવારે સવારે પોલીસ સ્ટેશન પહોંચ્યો, 2 મહિના સુધી હાજરી આપવી પડશે
અલ્લુ અર્જુન 5 જાન્યુઆરી, રવિવારે આ નવા લૂકમાં ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 3 જાન્યુઆરીએ નામપલ્લી કોર્ટે તેમને નિયમિત જામીન આપ્યા હતા.કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો હતો કે તેણે બે મહિના સુધી દર રવિવારે સવારે 10 થી 1 વાગ્યાની વચ્ચે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનના એસએચઓ સમક્ષ હાજર રહેવું પડશે. આ કેસમાં ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી પોલિસ સ્ટેશનમાં હાજરી પૂરાવવા આવવાનું રહેશે. અલ્લુ અર્જુન 11મો આરોપી છે, જેની 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી
નોંધનીય છે કે, અલ્લુ અર્જુન 4 ડિસેમ્બર, 2024 ના રોજ સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના કેસમાં 11મો આરોપી છે. આમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે તેનો પુત્ર હજુ હોસ્પિટલમાં છે. અલ્લુ અર્જુનની આ કેસમાં 13 ડિસેમ્બર 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેલંગાણા હાઈકોર્ટે તેને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા.