રાજકોટમાં રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ 3.0નો ગતરોજ (4 જાન્યુઆરી)ના મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન પરથી ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તે વચ્ચે સુરત પાલના સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી સ્ટેટ લેવલના કબડ્ડીના ખેલાડીનું અચાનક મોત થતા પરિવાર આઘાતમાં સરી ગયો છે. હાલ હાર્ટ એટેકથી મોતની આશંકા સેવવામાં આવી રહી છે. સુરતનો સ્ટેટ લેવલ ખેલાડી જય પ્રજાપતિ સવારે કબ્બડી રમી અને જીમ કરીને ઘરે આવ્યા બાદ યુવક ચાનો કપ લઈ હોલમાં સોફા પર બેઠો હતો અને ઢળી પડ્યો હતો. જ્યારે રાત્રે પરિવારના સભ્યો ઘરે આવ્યા તો મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. જય ચા લઇને હોલના સોફા પર બેઠો હતો
પિતરાઈ ભાઈ સોલવીને જણાવ્યું હતું કે, જય મુકુંદભાઈ પ્રજાપતિ ઉ.વ.25 (રહે પાલ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ) ટ્રેડ માર્ક રજિસ્ટ્રેશનના કામકાજ સાથે સંકળાયેલો હતો. પરિવારમાં માતા ડાયમંડમાં કામ કરે છે અને પિતા ફર્નિચરના કામકાજ સાથે સંકળાયેલા છે. ગત રોજ સવારે રોજીંદાની જેમ જય કબ્બડ્ડી રમી અને જિમ કરીને આવ્યા બાદ નહાવા માટે પાણી મુકી ચા લઈને હોલમાં સોફા પર બેઠો હતો. ત્યારે પરિવાર પોતાના કામે નિકળી ગયો હતો. પરિવાર રાત્રે આવ્યો તો જય બેભાન હાલતમાં મળ્યો
રાત્રે પરિવાર ઘરે આવતા દરવાજો ખોલતા જ જય સોફા ઉપર જ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને લઇ પરિવાર 108ની મદદથી જયને સિવિલ લઈ આવતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. જયના મોતને લઈ પરિવાર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો છે. જય તંદુરસ્ત અને કબડ્ડી નો ખેલાડી હતો. સુરતની ટીમમાંથી રાજ્યકક્ષાની મેચ રમતો હતો. રસોડામાં પાણી ગરમ કરવાનું તપેલું પણ બળી ગયું હતું. સોફા પર ચાનો કપ પણ એવો જ એટલે કે અડધો ભરેલો મળી આવ્યો હતો. હાલ પાલ પોલીસ તપાસ કરી રહી છે. સુરત ડિસ્ટ્રિક્ટ એસો.ની ટીમમાંથી કબડ્ડી રમતો
મિત્રોએ જણાવ્યું હતું કે, ધોરણ-11થી જ જય કબડ્ડી રમતો હતો. જય એ 6-7 વર્ષમાં જુનિયર-સિનિયર સ્ટેટ લેવલની કબડ્ડી, ખેલ મહાકુંભમાં કબડ્ડીની રમતમાં ભાગ લઈ સુરતનું ગૌરવ વધાર્યું હતું. હાલ જય સુરત ડિસ્ટ્રિક્ટ એસો.ની ટીમમાંથી કબડ્ડી રમતો હતો. જય એ ગ્રેજ્યુએશન KP કોમર્સ કોલેજમાંથી પૂરું કર્યું હતું.