back to top
Homeબિઝનેસટ્રેન્ડ બદલાયો:માઇગ્રન્ટ્સ ઘટ્યા; 75% લોકો પોતાના શહેરથી 500 કિમીમાં રોજગાર મેળવે છે

ટ્રેન્ડ બદલાયો:માઇગ્રન્ટ્સ ઘટ્યા; 75% લોકો પોતાના શહેરથી 500 કિમીમાં રોજગાર મેળવે છે

દેશમાં માઇગ્રન્ટ્સની પેટર્ન ઝડપી બદલાઇ રહી છે. 2011થી 2023ની વચ્ચે 12 વર્ષમાં માઇગ્રન્ટ્સની સંખ્યા અંદાજે 12% ઘટી છે. 2011માં દેશમાં માઇગ્રન્ટ્સની સંખ્યા 45.57 કરોડ હતી, જે 2023માં ઘટીને 40.20 કરોડ થઇ છે, જ્યારે માઇગ્રેશન રેટની વાત કરીએ તો, 2011માં તે 38% હતો, જે 2023માં 29% રહ્યો છે. ખાસ વાત એ છે કે હવે 75%થી વધુ સ્થળાંતર પોતાના મૂળ વતનથી 500 કિમીના દાયરામાં સમેટાઇ રહ્યું છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે 2011 થી 2023-24 દરમિયાન રેલવે ટિકટિંગ, સેટેલાઇટથી રાતની તસવીર, મોબાઇલના રોમિંગ રજિસ્ટ્રેશન, રાજ્યોમાં બિન-ખેતી જમીનનો ઉપયોગ, બેન્કોમાં ડિપોઝિટ જેવા આંકડાઓ મારફતે માઇગ્રેશન પર તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ તારણ બહાર પાડ્યું છે. રિપોર્ટ અનુસાર હવે મોટાં મહાનગરોની આસપાસનાં ઉપનગરો માઇગ્રન્ટ્સ માટે નવાં સેન્ટર તરીકે ઉભરી રહ્યાં છે. તેમાં દિલ્હી પાસેનું ગાઝિયાબાદ, મુંબઇની નજીક થાણે, ચેન્નાઇની નજીક કાંચીપુરમ અને કોલકાતા પાસેનું ઉત્તરી 24 પરગણા જિલ્લા વગેરે સામેલ છે. મોબાઇલના રોમિંગ લોકેશનથી જોડાયેલા ટ્રાયના આંકડાઓના હિસાબથી મે 2012ની તુલનામાં મે 2023માં યુઝર્સની અવરજવર 6.67% ઘટી છે. 2011માં જે પાંચ રાજ્ય માઇગ્રન્ટ્સને સૌથી વધુ આકર્ષિત કરતાં હતાં, તેમાં પ.બંગાળ અને રાજસ્થાનનું નામ જોડાયું છે. આંધ્રપ્રદેશ અને બિહાર હવે નીચલા ક્રમે છે. મહાનગરોના પાડોશમાં માઇગ્રેશન વધવાના પુરાવા 7 મોટાં કારણ, જેનાથી માઇગ્રેશનમાં ઘટાડો થયો
1 2011થી 2023 વચ્ચે પીએમ ગ્રામીણ સડક યોજના હેઠળ માર્ગની લંબાઇ 283% વધી. 2011-12માં 3.26 લાખ કિમીથી વધીને 2023માં 12.48 કિમી થઇ છે.
2 પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 2014 થી 2024 દરમિયાન 2,64,87,910 ઘરોનું નિર્માણ થયું.
3 ડિસેમ્બર, 2014માં રજૂ થયેલી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના હેઠળ દેશનાં દરેક ઘરે વીજળી પહોંચી.
4 જલ જીવન મિશન અંતર્ગત ઓગસ્ટ, 2024 સુધી 11.82 કરોડ વધુ ઘરોમાં નળથી પાણી પહોંચ્યું. હવે દેશનાં 77.98% એટલે કે 15.07 કરોડ ઘરોમાં નળથી જળ પહોંચી રહ્યું છે.
5 એપ્રિલ 2024 સુધીના આંકડાઓ અનુસાર દેશનાં 95.15% ગામમાં ઇન્ટરનેટની સાથે 3જી, 4જી મોબાઇલ કનેક્ટિવિટી થઇ.
6 9 વર્ષમાં 24.8 કરોડ ભારતીયો ગરીબી રેખામાંથી બહાર આવ્યા.
7 2011ની તુલનાએ 2023માં રેલવની દ્વિતીય કેટેગરીના યાત્રી 1.78% ઘટ્યા. આ દરમિયાન વસ્તી 14.98% વધી. બિહાર છોડનારા તેમજ મહારાષ્ટ્ર જતા લોકોની સંખ્યા સર્વાધિક
મુંબઇ, બેંગ્લુરુ, હાવડા, સેન્ટ્રલ દિલ્હી અને હૈદરાબાદમાં દર વર્ષે સર્વાધિક માઇગ્રન્ટ્સ આવે છે. વલસાડ, ચિત્તુર, પશ્ચિમ વર્ધમાન, આગરા, ગુટૂર, વિલ્લુપુરમ અને સહરસામાં સૌથી વધુ લોકો સ્થળાંતર કરે છે. બીજા રાજ્યમાં સ્થળાંતરમાં યુપીથી દિલ્હી, ગુજરાતથી મહારાષ્ટ્ર, તેલંગાણાથી આંધ્રપ્રદેશ અને બિહારથી દિલ્હીમાં સૌથી વધુ સ્થળાંતર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments