back to top
Homeગુજરાતડાયમંડ ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી:રત્નકલાકારોને રોજી મળી રહે તે...

ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી:રત્નકલાકારોને રોજી મળી રહે તે માટે 8 હજાર પૈકી 65% કારખાનામાં લેબગ્રોન હીરાનું કટિંગ-પોલિશિંગ શરૂ કરાયું

શહેરમાં નાનાં-મોટાં મળીને અંદાજે 8 હજાર જેટલાં હીરાના કટ એન્ડ પોલિશ કરતા કારખાનાં છે, જે 4 વર્ષ પહેલાં માત્ર 350 હતા, પરંતુ છેલ્લાં 2 વર્ષથી વિશ્વભરમાં ડિમાન્ડમાં ઘટાડો થતાં હાલ 5200 કારખાનાઓમાં લેબગ્રોન ડાયમંડનું કટ એન્ડ પોલિશનું કામ શરૂ કરાયું છે. એટલે કે, શહેરનાં 8 હજાર કારખાનામાંથી 65 ટકા કારખાનામાં લેબગ્રોન ડાયમંડ ઘસવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં આ વખતે સૌથી લાંબો સમય મંદી ચાલી છે અને હજી મંદી ચાલી જ રહી છે. બીજી તરફ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય માર્કેટમાં પણ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડમાં વધારો થતો જોવા મળ્યો છે. માંગ વધતાં ચાઈનામાં ઉત્પાદિત થતી લેબગ્રોનની એચપીએચટી (હાઈપ્રેશર હાઈટેમ્પરેચર) રફના ભાવમાં પણ 13થી 15 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. લેબગ્રોનની જ્વેલરી પણ મોટા પ્રમાણમાં બની રહી છે સુરત શહેરમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કાર્યરત છે. લેબગ્રોન ડાયમંડની જ્વેલરીમાં વધારો થતાં 450માંથી 40 જેટલી કંપનીઓ દ્વારા પણ લેબગ્રોન ડાયમંડની જ્વેલરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 2500થી વધારે જ્વેલરી શોપ છે, જેમાંથી 50 ટકાથી વધારે જ્વેલરી શોપમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. કર્મચારીઓની રોજગારી ચાલુ રહે તે માટે લેબગ્રોનની કામગીરી શરૂ કરાઈ ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે, કોરોના પછી નેચરલ હીરાનું માર્કેટ બેસી ગયું છે. કારખાનેદારો કર્મચારીને રોજી આપવા લેબગ્રોન તરફ વળ્યા છે. શહેરમાં 8 હજાર પૈકી 65 ટકા કારખાનામાં લેબગ્રોનનું કામ થઈ રહ્યું છે. લેબગ્રોનને લોકો સ્વીકારતા થયા છે જેથી ડિમાન્ડ પણ વધી રહી છે લેબગ્રોન ડાયંમડ એસો. પ્રમુખ બાબુ વાઘાણીએ કહ્યું કે, જ્યાં નેચરલનું કટ એન્ડ પોલિશ્ડ થતું હતું તે યુનિટોમાં હવે લેબગ્રોનનું કામ થાય છે. લેબગ્રોનને લોકો સ્વીકારતા થયા છે જેથી ડિમાન્ડ પણ વધી છે. રોજગારી આપવાની સાથે લેબગ્રોન ડાયમંડ મેડ ઈન ઈન્ડિયા પણ છે સ્મીત પટેલે કહ્યું કે, લેબગ્રોનની ડિમાન્ડમાં વધી છે, ડોમેસ્ટિક માર્કેટમાં જ્વેલરી પણ વધી છે. લેબગ્રોન ગ્રીન ડાયમંડ છે. બીજી તરફ રોજગારી તો ઊભી કરે જ છે પરંતુ લેબગ્રોન ડાયમંડ મેડ ઈન ઈન્ડિયા પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments