back to top
Homeમનોરંજન"તેરે બદન મેં ઇતના ખૂન નહી હોગા જીતના...":'બેડએસ રવિ કુમાર'ના ટ્રેલરમાં હિમેશ...

“તેરે બદન મેં ઇતના ખૂન નહી હોગા જીતના…”:’બેડએસ રવિ કુમાર’ના ટ્રેલરમાં હિમેશ રેશમિયાની પ્રભુદેવા સાથે એક્શન પેક્ડ જુગલબંદી

હિમેશ રેશમિયાની નવી ફિલ્મ ‘બેડએસ રવિ કુમાર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં તેની સ્ટાઈલ એકદમ ચોંકાવનારી છે. મ્યુઝિક કંપોઝર અને સિંગર હિમેશ રેશમિયા અત્યાર સુધી ઓનસ્ક્રીન રોમાન્સ કરતા જોવા મળ્યા છે, પરંતુ ‘બેડએસ રવિ કુમાર’માં તે ખૂબ જ એગ્રેસિવ અવતારમાં જોવા મળશે. હિમેશ રેશમિયાની નવી ફિલ્મનું ટ્રેલર રીલિઝ
ટ્રેલરમાં હિમેશ રેશમિયા રેટ્રો લુકમાં જોવા મળી રહ્યો છે. 3 મિનિટ 25 સેકન્ડ લાંબા ટ્રેલરમાં હિમેશનો ભયાનક અવતાર જોવા મળે છે, જે તમને ચોંકાવી દેશે. સિગારેટ સાથે તે એન્ટ્રી કરે છે. મોંમાં સિગારેટ અને હાથમાં ઇલેક્ટ્રિક કટર સાથે, હિમેશ તેના દુશ્મનોને ગાજર અને મૂળાની જેમ કાપતો જોવા મળે છે. ફિલ્મના ડાયલોગ્સની ચર્ચા
ટ્રેલરમાં કેટલાક ડાયલોગ્સ છે, જેની ચર્ચા કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ‘તેરે બદન મેં ઇતના ખૂન નહી હોગા, જીતના રવિકુમાર એકબાર મેં મૂત દેતા હૈ’. ‘તૂં બુરા હૈ તો મેં બુરે લોગો કા નવાબ હું’. ‘તું બડા હોકે બિગડા હોગા મેં બચપન સેં હી બિગડા હુઆ હું’. ટ્રેલરમાં હિમેશ દુશ્મનોને ક્યારેક કટરથી તો ક્યારેક મશીનગનથી મારતો જોવા મળે છે. સાથે જ વિલનના રોલમાં પ્રભુદેવા જોવા મળે છે. તેની સાથે ફિલ્મમાં જોની લીવર, સંજય મિશ્રા, ‘એનિમલ’ ફેમ સૌરભ સચદેવા અને ‘ગદર 2’ ફેમ મનીષ વાધવા, હિમેશની પત્ની સોનિયા કપૂર સહિત ઘણા સ્ટાર્સ છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
‘બેડએસ રવિ કુમાર’નું ટ્રેલર જોયા બાદ ફેન્સ હવે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે અને ટ્રેલરના વખાણ કરી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે, આ ટ્રેલર જોઈને ઘણા લોકો ચોંકી જશે. તો બીજા યુઝરે કહ્યું કે- ‘ટ્રેલર જોવાની મજા આવી, દિલ ખુશ થઈ ગયું. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments