આણંદ ખેડા જિલ્લાના ગામો દરવર્ષે જાન્યુઆરી માસમાં મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે.જે અંતર્ગત વિદ્યાનગર નેચર કબલ દ્વારા બે દિવસ દરમિયાન 60 વધુ વોલેન્ટીયરો ટીમો જોડાઇ હતી. જેમાં બંને જિલ્લામાં આવેલા 23 તળવોમાં 277 થી વધુ મગરો જોવા મળ્યા હતા.ગતવર્ષે ચરોતરમાં 250 મગરો નોંધાયા હતા.તેની સામે ચાલુવર્ષે 27 વધુ મગર નોંધતા કુલ આંક 277 પહોંચ્યો છે. આમ ચાલુ વર્ષે 10 ટકાનો વધારો થયો છે. આણંદ ખેડા જિલ્લામાં દેવા, મલાતજ સહિત આસપાસના તળાવો ઉંટા હોવાથી 12 માસ 900 એમ એલ ટી વધુ પાણી રહેતું હોવાથી મગરોને વસવાટ કરવા માટે સૌથી અનુકુડ જગ્યા મળી રહે છે.તેમજ મોટાભાગના તળાવો સીમ વિસ્તારમાં હોવાથી મગરો હરી ફરી શકે છે. જેથી મગરો સતત વધારો થઇ રહ્યો છે. વોલેન્ટીયરો દ્વારા દુરબીન અને ડ્રોન કેમેર ની મદદ થી તળાવોમાં ફરતા અને બહાર બેસેલા મગરોની ગણતરી કરવામાં આવી હતી.જુદી જુદી ટીમો દ્વારા ગામો તળાવોની મુલાકાત સવાર તેમજ રાત્રિના સમયે લેવામાં આવી હતી. મુખ્ય અતિથી બ્રુસ એસ ક્રોકોડિલિયનની ઉપસ્થિતીમાં ગણતરી કરાઈ હતી. શિયાળામા મગર બહાર આવતા હોય છે ત્યારે ટીમ દ્વારા તેની ગણતરી કરાતી હોય છે. જોકે, ગણતરી દરમિયાન, દૃશ્યતા, વેટલેન્ડનું કદ, વનસ્પતિની હાજરી, નિરીક્ષકનો અનુભવ, માછીમારી પણ મગરની ગણતરીને અસર કરતી હોય છે. એટલે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મગરની સંખ્યામાં ભારે વધારો થયો છે. હાલમાં આ વિસ્તારને ક્રોકોડાઇલ જાહેર કરવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. 9 ફૂટ કરતાં વધુ મોટા 24 મગરો ગામડાઓમાં આવેલા તળાવમાં હાથ ધરાયેલી ગણતરીમાં 9 ફૂટ કરતાં વધુ મોટા 24 મગરો મળી આવ્યા છે. આ ઉપરાંત, સાતથી આઠ ફૂટ મોટા 103, ત્રણથી ચાર ફૂટ મોટા 80 અને અન્ય 59 જેટલાં મગર મળી આવ્યા છે. ગામ ભડકદ ચાંગા ડભોઉ ડેમોલ દેવા ગંગાપુરા હેરંજ ખાંધલી લવાલ માંછયેલી મલાતજ મરાલા પરિયેજ પેટલી પીજ પીપળાવ સોજિત્રા ત્રાજ વસો કુલ સંખ્યા 9 7 8 12 84 2 50 4 5 1 18 1 9 19 7 4 8 13 16 277