back to top
Homeસ્પોર્ટ્સદેવજીત સૈકિયા BCCIના સેક્રેટરી બની શકે:નોમિનેશન ફાઈલ કર્યું, 12 જાન્યુઆરીએ બોર્ડ મીટિંગમાં...

દેવજીત સૈકિયા BCCIના સેક્રેટરી બની શકે:નોમિનેશન ફાઈલ કર્યું, 12 જાન્યુઆરીએ બોર્ડ મીટિંગમાં બિનહરીફ ચૂંટાઈ શકે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વચગાળાના સેક્રેટરી દેવજીત સૈકિયા બોર્ડના આગામી સેક્રેટરી હશે. તેમણે સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધાવી છે. નામાંકન માટેની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી હતી, તેમના સિવાય અન્ય કોઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું ન હતું. BCCIમાં સેક્રેટરી અને ટ્રેઝરરના પદ માટે 12 જાન્યુઆરીએ પેટાચૂંટણી યોજાશે. અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી સૈકિયા સેક્રેટરી પદ પર ચાલુ રહેશે. તેમણે ડિસેમ્બરમાં જય શાહ પાસેથી પદભાર સંભાળ્યો હતો, જેઓ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ બન્યા છે. પ્રભતેજ ભાટિયા ટ્રેઝરર તરીકે રહેશે
BCCIના ટ્રેઝરર (ખજાનચી) પદ માટે માત્ર એક જ નામાંકન દાખલ કરવામાં આવ્યું હતું. પ્રભતેજસિંહ ભાટિયાએ આ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી, આથી પેટાચૂંટણીમાં તેઓ પણ બિનહરીફ ચૂંટાશે તે નિશ્ચિત છે. 4 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યા સુધીમાં નામાંકન ભરવાના હતા. 6 જાન્યુઆરી સુધી નામાંકનની ચકાસણી થશે, ત્યારબાદ 12 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે. BCCIની બેઠક પણ 12મી જાન્યુઆરીએ
BCCIએ હજુ સુધી પેટાચૂંટણી યોજવા માટે સત્તાવાર મંજૂરી લીધી નથી. જોકે 12મી જાન્યુઆરીએ જ બોર્ડની ખાસ સામાન્ય સભા છે. BCCI પેટાચૂંટણી માટે ચૂંટણી પંચના ભૂતપૂર્વ વડા એ.કે. જ્યોતિ ચૂંટણી અધિકારી છે. તેઓ ચૂંટણીનું સંચાલન કરશે. સૈકિયા આસામ ક્રિકેટ એસોસિયેશનના સભ્ય છે
દેવજીત સૈકિયાને 6 ડિસેમ્બરે જ BCCIના વચગાળાના સેક્રેટરી બનાવ્યા હતા. તેઓ આસામ ક્રિકેટ એસોસિયેશનના સભ્ય છે. જેમણે જય શાહનું સ્થાન લીધું. અગાઉ એવા અહેવાલો હતા કે અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી સેક્રેટરી બનશે, પરંતુ ગયા મહિને જ સંયુક્ત સેક્રેટરી સૈકિયાનું નામ સામે આવ્યું હતું. બીજી તરફ, ભાટિયા છત્તીસગઢ ક્રિકેટ એસોસિયેશનનો ભાગ છે. તેઓ આશિષ શેલારના સ્થાને તેઓ ટ્રેઝરરનું પદ સંભાળશે. આશિષ મહારાષ્ટ્ર સરકારનો હિસ્સો બન્યા અને નિયમો મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ BCCIનો ભાગ બની શકતા નથી. જોઈન્ટ સેક્રેટરીની જગ્યા ખાલી રહેશે
સૈકિયા સચિવ તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ જોઈન્ટ સેક્રેટરીનું પદ ખાલી થઈ જશે. 12 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં જોઈન્ટ સેક્રેટરીના પદ પર પણ નિર્ણય લેવામાં આવશે. સૈકિયા સપ્ટેમ્બર સુધી જ BCCI સેક્રેટરીના પદ પર રહેશે. ત્યાર બાદ ફરીથી ચૂંટણી થશે. બીસીસીઆઈમાં એક સભ્ય માત્ર 3 વર્ષ માટે સત્તાવાર પદ પર રહી શકે છે, ત્યારબાદ તેમણે 3 વર્ષનો કુલિંગ ઓફ પીરિયડ પસાર કરવો પડે છે. વર્તમાન સચિવ પદનો ત્રણ વર્ષનો કાર્યકાળ આ વર્ષે સપ્ટેમ્બરમાં પૂરો થશે. સૈકિયા પહેલા જય શાહની અઢી વર્ષ માટે આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. 12 જાન્યુઆરીએ પેટાચૂંટણીમાં સૈકિયા સચિવ તરીકે ચૂંટાશે. તેઓ સપ્ટેમ્બરમાં ફરીથી આ પોસ્ટ માટે અરજી પણ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments