back to top
Homeગુજરાતધો.8ની વિદ્યાર્થિનીએ મોબાઈલના વળગણમાં જીવ ટૂંકાવ્યો:સતત મોબાઈલમાં વ્યસ્ત દીકરીને ઠપકો આપી ફોન...

ધો.8ની વિદ્યાર્થિનીએ મોબાઈલના વળગણમાં જીવ ટૂંકાવ્યો:સતત મોબાઈલમાં વ્યસ્ત દીકરીને ઠપકો આપી ફોન લઈ લેતા માઠું લાગ્યું, માતા બહાર ગઈ ને ફાંસો ખાધો, આમ બાળકોને મોબાઈલથી દૂર રાખો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટીમાં શાકભાજી લઈ પરત ફરેલી માતાને માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક વર્ષા ધોરણ-8ની વિદ્યાર્થિની હતી. માતાએ મોબાઈલ લઈ લેતાં દીકરીએ આપઘાતનો રસ્તો પકડ્યો હોય એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. બે દીકરીઓમાં વર્ષા મોટી દીકરી હતી
પરિવાર મૂળ યુપીના રહેવાસી છે. સુરતમાં પાંડેસરા ચીકુવાડી નજીક આવિર્ભાવ સોસાયટીમાં રહે છે. પિતા રાજન પ્રસાદ મિલમાં લેબર કોન્ટ્રાકટ રાખી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. બે દીકરીઓમાં વર્ષા મોટી દીકરી હતી. ઘરની નજીકમાં જ આવેલી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. મા શાકભાજી લેવા ગઈ ને દીકરીએ ફાંસો ખાધો
ગતરોજ મોડી સાંજે વર્ષા બેડરૂમમાં મોબાઈલમાં વ્યસ્ત હતી. જેને લઈ માતાએ ઠપકો આપી મોબાઈલ લઈ લીધો હતો. ત્યારબાદ માતા શાકભાજી લેવા બજાર ગયાં હતાં. 10 મિનિટ બાદ પરત ફરતાં નાની દીકરી સૂતેલી હતી અને વર્ષા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બૂમાબૂમ કરી દેતા પાડોશીઓની મદદથી વર્ષાને 108માં સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાઈ હતી. મોબાઈલ વધુ પડતો વાપરવાની આદત પડી ગઈ હતી
આ ઘટના અંગે મૃતકનાં પરિવારજન સંદીપભાઈ સાથે વાત કરતા જણાવ્યું કે, દીકરી એકદમ સરળ સ્વભાવની હતી. તે દરરોજ સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ જ જતી આવતી હતી. તેને કોઈપણ પ્રકારનો તણાવ પણ નહોતો. ઘરના લોકો પણ તેને સારી રીતે રાખતા હતા. કોઈએ તેને માર્યું હોય એવું પણ નથી. તેને ફક્ત મોબાઈલ વધુ પડતો વાપરવાની આદત પડી ગઈ હતી. ગઈકાલે સાંજ તેની માતા શાકભાજી લેવા જઈ રહી હતી ત્યારે તે મોબાઈલ લઈને ચાલી ગઈ. તે પછી ખબર નહીં શું થયું? આ પછી તેણે ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો. પ્રશ્ન: સ્માર્ટફોન બાળકો માટે કેમ જોખમી છે?
જવાબ: સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિએશનથી મગજના કોષોને સંકોચાય છે. જેના કારણે મગજમાં ઓક્સિજન યોગ્ય માત્રામાં પહોંચતો નથી. જે બાબત મગજની સાથે સાથે શરીરની સમગ્ર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. દરરોજ 50 મિનિટ મોબાઇલનો સતત ઉપયોગ મગજના કોષોને નુકસાન પહોંચાડે છે. તેનાં રેડિએશનને કારણે કેન્સર થવાનું જોખમ પણ રહે છે. આ જ કારણ છે કે, થોડા દિવસ પહેલાં ભારત આવેલા એપલના સીઈઓ ટિમ કુકે ભારતીય માતા-પિતાને સૂચના આપતા કહ્યું હતું કે, આજનાં બાળકો ડિજિટલ યુગનાં બાળકો છે. તેમનો સ્ક્રીન ટાઇમ ઘટાડવો જરૂરી છે. હું કહીશ કે, શાળાઓમાં પણ શિક્ષણનું ડિજિટલાઇઝેશન ઘટાડવું જોઈએ. પ્રશ્ન: આજકાલ લગભગ દરેક બાળક મોબાઇલ જુએ છે, કેવી રીતે જાણવું કે, આપણું બાળક તેનું વ્યસની છે કે નહીં? જવાબ:
તેનાં લક્ષણો પરથી જાણી શકાય છે… પ્રશ્ન: કઈ ઉંમરે બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા જોઈએ?
જવાબ: 1.25(સવા) વર્ષથી 3 વર્ષ સુધીનાં બાળકોને મોબાઇલથી ચોક્કસ દૂર રાખો. તે તમને થોડા દિવસો માટે આગ્રહ કરશે. તેમ છતાં તમે તેમને લલચાવીને શાંત કરી શકો છો. બાળકોનું શેડ્યૂલ એવું બનાવો કે, તેમને ઈ-ગેજેટ્સ, ટીવી જોવા માટે 1-2 કલાક નક્કી કરો. તેઓ શું કન્ટેન્ટ જોઈ રહ્યા છે તેના પર નજર રાખો. પ્રશ્ન: જો બાળક ન માને તો શું કરવું? મનોરંજન માટે કઈ વસ્તુઓ છે?
જવાબઃ આ સ્થિતિમાં ડિજિટલ ડિટોક્સની જરૂર છે. ડિજિટલ વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ બાળકોને વ્યસન તરફ લઈ જઈ રહ્યો છે.આ સ્થિતિમાં બાળકોને ડિજિટલ સંસ્કાર આપતાં પહેલાં માતાપિતાએ પોતે ડિજિટલી ડિટોક્સ થવું જોઈએ અને બાળકોને ડિજિટલ સંસ્કાર આપવા જોઈએ. સ્માર્ટફોન, ટીવી સ્ક્રીન અને વર્ચ્યુઅલ દુનિયાથી સંપૂર્ણ અંતર બનાવવાને ડિજિટલ ડિટોક્સ કહેવાય છે. વાલીઓ બાળકોને ડિજિટલ સંસ્કાર આપે છે, ડિજિટલ ડિટોક્સ કરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments