ઘોઘંબાથી બાઈક ઉપર પંચમહોત્સવ જોવા પાવાગઢ આવી રહેલા ત્રણ મિત્રોની બાઈક કંકોડાકોઈ પાસે ઝાડ સાથે અથડાતા થયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે સવારને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ અન્ય એક સવારનું મોત નીપજ્યું હતું. તો ત્રીજા ઇજાગ્રસ્ત અને સારવાર આપી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પાવાગઢના વડા તળાવ ખાતે યોજયેલ પંચમહોત્સવની મજા માણવા રાત્રે ઘોઘંબાથી પાવાગઢ આવવા નીકળેલા 3 મિત્રોની બાઈક કંકોડાકોઈ પાસે ઝાડ સાથે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં બે મિત્રોના મોત નિપજ્યા હતા. ઘોઘંબાના નિકોલ ફળિયામાં રહેતો પ્રકાશ સાવકુણભાઈ બારીઆ તેની મોટરસાયકલ ઉપર તેના બે મિત્રો સંજય લક્ષ્મણભાઈ બારીઆ અને સંજય માધુભાઈ બારીઆ સાથે રાત્રે પંમહોત્સવમાં આવી રહ્યો હતો. બે ફિકરાઈ અને ઓવરસ્પીડમાં બાઇક હંકારતા તેઓની બાઈક રોડ છોડી બાજુમાં આવેલા ઝાડ સાથે ભટકાતા અકસ્માતમાં ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં બાઈકચાલક પ્રકાશ બારીઆનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર સવાર સંજય લક્ષ્મણભાઈ બારીઆ અને સંજય માધુભાઈ બારીઆને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સંજય લક્ષ્મણ બારીઆને સારવાર મળે તે પહેલા જ તેનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્યને સારવાર આપી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. ઘોઘંબા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી બંને મૃતક યુવકોના પીએમ કરવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાવાગઢ બાયપાસ રોડ પર નીલગાય આવી જતા અકસ્માત
ગત રાત્રે અકસ્માતના વધુ એક બનાવમાં વડોદરાના ગોરવાથી પાવાગઢ પંચમહોત્સવ નિહાળવા આવેલા ભાઈ-બહેનની મોટરસાયકલ આગળ પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસત વન નજીક નીલગાય આવી જતા અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઇક ચાલક રાજુ રયજીભાઈ રાઠવા અને સોનલ રયજીભાઈ રાઠવાને સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સોનલ રાઠવાને માથામાં ઇજાઓ પહોંચતા સ્ટીચ લઈને તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવી હતી.