back to top
Homeસ્પોર્ટ્સમારી પાસે સેંડપેપર નથી...:સિડનીમાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ફેન્સને ખાલી ખીસ્સા બતાવ્યા; બોલ...

મારી પાસે સેંડપેપર નથી…:સિડનીમાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ફેન્સને ખાલી ખીસ્સા બતાવ્યા; બોલ ટેમ્પરિંગ કાંડની યાદ અપાવી, વીડિયો વાઇરલ

વિરાટ કોહલીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોલ સાથે છેડછાડ કાંડ ‘સેંડપેપર સ્ટાઈલ’મા ઈશારો કરીને ઓસ્ટ્રેલિયન ચાહકોને ચીડવવાનો પ્રયાસ કર્યો હતો. હકીકતમાં સિડની ટેસ્ટના ત્રીજા દિવસે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં વિરાટ કોહલી મેદાનમાં કેપ્ટનશીપ કરી રહ્યો હતો અને વિરાટને જોઈને દર્શકોએ શોરબકોર શરૂ કરી દીધો હતો. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ફેનને ચીડવ્યા
આના જવાબમાં વિરાટ કોહલીએ દર્શકોને ઓસ્ટ્રેલિયાના 2018ના બોલ ટેમ્પરિંગ કૌભાંડની યાદ અપાવવાનો ઈશારો કર્યો હતો. વિરાટ કોહલીએ પોતાના ખિસ્સા બતાવીને આ બતાવવાનો પ્રયાસ કર્યો અને તેણે કહ્યું કે, તે બોલ સાથે ચેડા કરવા માટે પોતાના ખિસ્સામાં કંઈ નથી રાખતો. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયન ફેન્સને બોલ ટેમ્પરિંગની યાદ અપાવી
કોહલીનો આ ઈશારો સ્ટીવ સ્મિથના આઉટ થયા બાદ આવ્યો હતો. હકીકતમાં, 2018માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટ દરમિયાન સ્ટીવ સ્મિથ બોલ સાથે છેડછાડ કરતા પકડાયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે મેચ દરમિયાન બોલ સાથે ચેડાં કરવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કર્યો જેથી તેઓને રિવર્સ સ્વિંગ કરવામાં મદદ મળી શકે અને આ કેમેરામાં કેદ થઈ ગયું, જેના કારણે સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બૅનક્રોફ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વિરાટ કોહલી અને રોહિત શર્માનું ખરાબ ફોર્મ
વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેએ પાંચ ટેસ્ટની શ્રેણી દરમિયાન બેટથી સારું પ્રદર્શન કરવા માટે સંઘર્ષ કર્યો હતો. જેણે ભારતની બેટિંગની નિષ્ફળતાઓને ઉજાગર કરી હતી. રોહિત શર્માએ તેના ખરાબ ફોર્મને સ્વીકાર્યા બાદ પાંચમી ટેસ્ટમાંથી ખૂદને ડ્રોપ કર્યો હતો, જ્યારે વિરાટ કોહલી સિડનીમાં રમ્યો હતો, પરંતુ બંને ઇનિંગ્સમાં નિષ્ફળ ગયો હતો. વિરાટ કોહલીએ પાંચ ટેસ્ટ મેચમાં 23.75ની એવરેજથી 190 રન બનાવ્યા છે. તેણે એડિલેડમાં 7 અને 11, બ્રિસ્બેનમાં તેની એકમાત્ર ઇનિંગ્સમાં 3, મેલબોર્નમાં 36 અને 5 અને સિડનીમાં 17 અને 6 રન બનાવ્યા, તેની છેલ્લી ચાર ટેસ્ટમાં માત્ર 95 રન બનાવ્યા. આ દરમિયાન રોહિત શર્માએ ત્રણ ટેસ્ટ મેચમાં માત્ર 31 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર કબજો કર્યો
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 5 ટેસ્ટ મેચો વિવાદો અને ઘણી ઘટનાઓથી ભરેલી હતી. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ પાંચમી ટેસ્ટ મેચમાં ભારતને હરાવીને શ્રેણી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ 5 મેચની સિરીઝ 1-3થી જીતી હતી જ્યારે સિરીઝની એક મેચ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ 2014-15થી ઘરની ધરતી પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments