એક્ટર સોનુ સૂદે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેણે લગભગ 4 વર્ષથી રોટલી ખાધી નથી. સોનુએ એ પણ જણાવ્યું કે તેણે આજ સુધી દારૂ પીધો નથી. એકવાર સલમાન ખાને તેને ચાલાકીથી દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે પીધો નહોતો. જિસ્ટને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સોનુ સૂદે પોતાના ડાયટ વિશે વાત કરતા કહ્યું- હું વેજિટેરિયન છું. મારું ડાયટ ખૂબ કંટાળાજનક છે. જ્યારે પણ કોઈ મારા ઘરે આવે છે, ત્યારે તે કહે છે કે હોસ્પિટલ જેવું ખાવાનું લાગે છે. હું તેમને કહું છું કે આ જ મારી થાળી છે. તમે લોકો જે ઈચ્છો તે ખાઓ. મારા સિવાય બધા નોન-વેજ ખાય છે. દરેક માટે સારું ભોજન તૈયાર કરવામાં આવે છે. અમારી પાસે સૌથી સારા કુક છે. સોનુએ 4 વર્ષથી રોટલી ખાધી નથી
તેણે આગળ કહ્યું- હું ખૂબ જ સિમ્પલ ખાવાનું ખાઉં છું. મને જે મળે તે ખાઈ લઉં છું. ખાવામાં વધારે નખરા નથી કરતો. છેલ્લા 4 વર્ષથી મેં રોટલી ખાધી નથી. જોકે હું ક્યારેક ક્યારેક મકાઈની રોટલી ખાઉં છું. હું નાસ્તામાં આમલેટ, સલાડ, એવોકાડો કે પપૈયા ખાઉં છું. બપોરે હું એક નાની વાટકી દાળ અને ભાત ખાઉં છું. પણ હા હું હેલ્ધી ડાયટ લઉં છું. ‘સલમાને દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો’
સોનુ સૂદે એ પણ જણાવ્યું કે તેણે ક્યારેય દારૂ પીધો નથી. તેણે કહ્યું- હું બિલકુલ પીતો નથી. ઘણા કો-એક્ટરે મને દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો છે. ઘણા લોકોએ મારા સામાન્ય પીણાંમાં આલ્કોહોલ ભેળવવાનો પ્રયાસ કર્યો છે. સલમાન ભાઈને મને ડ્રિંક પીવડાવવાનો ખૂબ જ શોખ હતો. તે કહેતો – એક કામ કર, તેના રેડ બુલમાં દારૂ મિક્સ કરી દો. પછી તે મને ગ્લાસ આપતા અને જોતા રહેતા કે હું પી રહ્યો છું કે નહીં. પણ હું ચોરીછૂપીથી ગ્લાસને બદલાવી દેતો. જ્યારે કોઈ વ્યક્તિ દારૂ પીવાનો શોખીન હોય છે, ત્યારે તે ઈચ્છે છે કે અન્ય લોકો પણ પીવે, જે સારું છે. પરંતુ મેં ક્યારેય પીધું નથી, મને તે કરવાનું મન થયું નથી. સોનુ ફિલ્મ ‘ફતેહ’ દ્વારા દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે
એક્ટર સોનુ સૂદ આગામી ફિલ્મ ‘ફતેહ’ દ્વારા ડિરેક્શનમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેણે ફિલ્મની સ્ટોરી પણ લખી છે. સોનુ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થશે.