લાંબા સમયથી શાહિદ કપૂરના ફેન્સ તેને સ્ક્રિન પર જોવા માટે ઉત્સુક છે. એવામાં ફિલ્મ ‘દેવા’નું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં ‘હૈદર’ વાળો લુક અને ‘કબીર સિંહ’નો ગુસ્સો જોવા મળી રહ્યો છે. એક્શન થ્રિલર ફિલ્મમાં શાહિદનો ઉગ્ર અને ખતરનાક અંદાજ જોવા મળશે. ખતરનાક પોલીસના રોલમાં શાહિદ
‘દેવા’ના ટીઝરમાં, શાહિદ તેના ‘હૈદર’ જેવા લુકમાં જોવા મળે છે, જે લોહીલોહાણ અને લડાઈથી ડરતો નથી. ફિલ્મમાં શાહિદ પોલીસકર્મીની ભૂમિકા ભજવી રહ્યો હોવા છતાં તેની સ્ટાઈલ સંપૂર્ણપણે બળવાખોર જેવી લાગી રહી છે. એક્ટરનો ડાન્સ, જબરદસ્ત એક્શનને જોવા માટે ચાહકો ટ્રેલરની રાહ જોઈને બેતાબ થઈ રહ્યા છે. બોલિવૂડનો નવો એન્ગ્રી યંગ મેન
આ એક્શન થ્રિલર ફિલ્મ સાથે શાહિદ કપૂર પણ અમિતાભ બચ્ચન જેવા એંગ્રી યંગ મેન તરીકે પોતાની ઈમેજ ઉભી કરવા માટે તૈયાર છે. ટીઝરમાં તે એક્શન સિક્વન્સ કરતો જોવા મળી રહ્યો છે. જો કે, અગાઉ રિલીઝ થયેલા પોસ્ટરમાં પણ શાહિદને અમિતાભની ઝંજીરનો ફેન બતાવવામાં આવ્યો હતો. પોસ્ટરમાં તે મોઢામાં સિગારેટ પકડીને ખતરનાક લુક આપતો જોવા મળ્યો હતો. ફિયરલેસ અંદાજ ફેન્સને ખૂબ જ ગમ્યો
શાહિદ કપૂરનો ફિયરલેસ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. યુઝર્સનું કહેવું છે કે વર્ષ 2025 શાહિદ માટે સારા નસીબ લઈને આવ્યું છે. શાહિદનો આ રેમ્પેજ મોડ બધાને પસંદ આવી રહ્યો છે. યુઝર્સે લખ્યું- કબીર સિંહ વાઇબ્સ, આલા રે આલા ‘દેવા’ આલા. બીજાએ લખ્યું- ઇન્ડસ્ટ્રીએ હજુ સુધી શાહિદ કપૂરને ઓળખ્યો નથી. તે ડાન્સ-રોમાન્સથી લઈને એક્શન સુધીની દરેક બાબતમાં અદભૂત છે. હવે લાગે છે કે તે પોતાના સ્વરૂપમાં આવી રહ્યો છે. મલયાલમ ફિલ્મનની રિમેક
મલયાલમ સિનેમાના ફેમસ ડિરેક્ટર રોશન એન્ડ્રુઝની આ એક્શન થ્રિલરમાં શાહિદ એક કોપની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે, જે એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે. ‘દેવા’ 31 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે પણ છે. તેની સ્ટાઈલ ચાહકોને કેટલી પસંદ આવે છે તે જોવું રસપ્રદ રહેશે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ શાનદાર છે. આ સિવાય શાહિદના ખાતામાં વિશાલ ભારદ્વાજની એક ફિલ્મ ‘કોકટેલ 2’ પણ છે.