વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની દિવાલ પર રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ એક વ્યકિત દિવાલ પર ચડી ગયો હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને મળતા દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમે ભારે જેહમત બાદ વ્યક્તિનું રેસ્ક્યુ કર્યુ હતું. મોડી રાત્રે અજાણ્યો શખસ યુનિવર્સિટીની દિવાલ પર ચડ્યો
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે ગત મોડી રાત્રે અજાણ્યો શખસ યુનિવર્સિટીની દિવાલ પર ચડી જતા દાંડીયા બજાર ફાયર વિભાગને જાણ કરવમાં આવી હતી. ઉપર રહેલ વ્યકિત ફાયર વિભાગને હંફાવી હતી. આ અજાણ્યા શખસને રેસ્કયું માટે ગયેલ ફાયર વિભાગના જવાનો પર બારીના કાચ તોડી ફેક્યા હતાં. તેનાં જવાબમાં ફાયર વિભાગે પાણીનો મારો પણ ચલાવ્યો હતો. બે કલાકની ભારે જેહમત બાદ આ શખસનું રેસ્ક્યુ કરી સયાજીગંજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. 24 કલાક સિક્યુરિટીની વાતો કરતા MSUનું તંત્ર ખાડે ગયું
સયાજીગંજ પોલીસે અને ફાયર વિભાગને બે કલાક સુઘી ખડેપગે રાખનાર અજાણ્યા વ્યક્તિને પોલીસે તપાસ કર્યા વગર જ છોડી મૂક્યો. આ વ્યક્તિ કોણ હતો તેની ઓળખ હજુ સુધી સામે આવી નથી. ત્યારે યુનિવર્સિટીમાં આ રીતે આવી અડધી રાત્રે બિલ્ડીંગની દીવાલ પર ચડી જાય તે કેટલું યોગ્ય છે. 24 કલાક સિક્યુરિટીની વાતો કરતા MSUનું તંત્ર ખાડે ગયું હોય એવું લાગી રહ્યું છે. યુનિવર્સિટીની સિકયુરિટી ઊંઘતી ઝડપાઈ
યુનિવર્સિટીમાં થોડાક દિવસો અગાઉ જ ચંદનના ઝાડની ચોરી થઈ હતી. ત્યારે પણ સિક્યુરિટી સામે અનેક સવાલો ઊભા થયા હતા અને હજુ ચંદન ચોર પોલીસને હાથ લાગ્યા નથી. ત્યારે લાખો રૂપિયાનો સિક્યુરિટી અને CCTV પાછળ કરેલો ખર્ચ છતાં પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ જોવા મળી રહી છે. રાત્રે અજાણ્યો વ્યકિત યુનિવર્સિટીમાં પ્રવેશ છે ત્યારે કોઈ તેને રોકતું નથી ત્યારે ફરી યુનિવર્સિટીની સિકયુરિટી ઊંઘતી ઝડપાઈ છે.