આખા ગુજરાતમાં સૂર્યનું પહેલું કિરણ દાહોદના ગરબાડામાં પડે છે. ત્યારે રવિવારની પરોઢે સૂર્યોદય બાદ પરોઢના 7.10 વાગ્યે આકાશમાં વાદળો લાલ રંગના થઇ જતાં અદભૂત નજારો સર્જાયો હતો. નજર જાય ત્યાં દૂર-દૂર સુધી ક્ષિતિજ પણ લાલ રંગની જોવા મળી હતી.આપણે ત્યાં આ ઘટના કવચિત થાય છે જ્યારે ઠંડા પ્રદેશોમાં તે કોમન હોય છે. આ એક વૈજ્ઞાનિક ઘટના છે
આ એક વૈજ્ઞાનિક ઘટના છે. ઘણીવાર ધૂળના રજકણોને લઈને તો ક્યારેક પાણી ભરેલાં વાદળો પર સૂર્યના કિરણો પડતાં આવું વાતાવરણ સર્જાતું હોય છે. > અજયભાઇ દેસાઇ,દાહોદના ખગોળવિદ