back to top
Homeભારતઈન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા ગેટ કરવાની માગ:બીજેપી અલ્પસંખ્યક મોરચાના પ્રમુખે...

ઈન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા ગેટ કરવાની માગ:બીજેપી અલ્પસંખ્યક મોરચાના પ્રમુખે મોદીને લખ્યો પત્ર, કહ્યું- આ શહીદોને શ્રદ્ધાંજલિ હશે

ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ ઈન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવાની માગ કરી છે. જમાલે વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, નામ બદલવું એ દેશના 10 હજાર શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ હશે. જમાલે કહ્યું, ‘તમે ક્રૂર મુઘલના નામ પર બનેલા ઔરંગઝેબ રોડનું નામ ડૉ. એપીજે અબ્દુલ કલામ રોડ રાખ્યું છે. ઈન્ડિયા ગેટ પર જ્યોર્જ પંચમની પ્રતિમાને હટાવીને તેના સ્થાને નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. રાજપથનું નામ દૂતવા પથ રાખવામાં આવ્યું. એ જ રીતે ઈન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવું જોઈએ. પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીયોની યાદમાં ઈન્ડિયા ગેટ બનાવવામાં આવ્યો
ઈન્ડિયા ગેટ રાજધાની દિલ્હીમાં બનેલું યુદ્ધ સ્મારક છે. તે પ્રથમ વિશ્વ યુદ્ધ અને અફઘાન યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. 1914-1921 દરમિયાન પ્રથમ વિશ્વ યુદ્ધ અને ત્રીજા અફઘાન યુદ્ધમાં 70 હજારથી વધુ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ઈન્ડિયા ગેટ પર 13 હજાર 516 સૈનિકોના નામ કોતરેલા છે. તેમાંથી ઘણા બ્રિટિશ ભારતના સૈનિકો હતા. ઇન્ડિયા ગેટનું બાંધકામ 1921માં શરૂ થયું હતું અને 1931માં પૂર્ણ થયું હતું. તે બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લ્યુટિયન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા ગેટની ઊંચાઈ 42 મીટર છે. તે લાલ અને આછા પીળા રેતીના પથ્થરથી બનેલું છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી અમર જવાન જ્યોતિને ઈન્ડિયા ગેટમાં ઉમેરવામાં આવ્યું. તે સનાતન સળગતી જ્યોત છે, જે ગુમનામ સૈનિકોની યાદમાં સળગતી રહે છે. તેના ઉપરના ભાગમાં INDIA લખેલું છે અને તેની નીચે એક શિલાલેખ છે, જેમાં શહીદ સૈનિકોના બલિદાન વિશે લખ્યું છે. ઈન્ડિયા ગેટ એ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને ત્યાર બાદના બલિદાનોનું પ્રતીક છે. 2019માં સશસ્ત્ર દળોના શહીદોના સન્માનમાં ઇન્ડિયા ગેટ પાસે એક નવું રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments