રોકાણકારો હવે હોલિડે મૂડમાંથી બહાર આવતા તેની અસર માર્કેટ સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે અને ભારતીય શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેલેન્ડર વર્ષ 2025માં ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થયા બાદ આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે બીએસઈ સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ અંદાજીત 1200 પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચરમાં પણ 350 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. શેરબજારમાં મોટા કડાકાનું એક કારણ ચીનમાં નવા વાયરસની શરૂઆત પણ છે. ચીનમાં કોરનાની જેમ ચેપી HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે. જેનો કેસ કર્ણાટક અને ગુજરાતમાંથી પણ મળ્યો છે. જેથી રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવતાં જોવા મળી રહ્યા છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડ સતત તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેની સામે રૂપિયો 5 પૈસા તૂટી 85.84ની વધુ નવી રેકોર્ડ તળિયે ટ્રેડ થઈ રહ્યો છે. વિદેશી રોકાણકારો પણ જ્યાં સુધી ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં તેજી સ્થિર નહીં થાય ત્યાં સુધી વેચવાલી નોંધાવે તેવી શક્યતા જોવાઈ રહી છે. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.44% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.17% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટીલીટીઝ, પાવર, સર્વિસીસ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ, રિયલ્ટી અને એનર્જી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4245 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3474 અને વધનારની સંખ્યા 656 રહી હતી, 115 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 6 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાઈટન કંપની લિ. 0.60%, એચસીએલ ટેકનોલોજી 0.26% અને સન ફાર્મા 0.01% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ 4.41%, એનટીપીસી લી. 3.65%, કોટક બેન્ક 3.26%, પાવર ગ્રીડ કોર્પોરેશન 3.19%, ઝોમેટો લિ. 2.95%, અદાણી પોર્ટ 2.86%, ઇન્ડસઇન્ડ બેન્ક 2.85%, એશિયન પેઈન્ટ્સ 2.83%, આઈટીસી લી. 2.75%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.65% અને મહિન્દ્રા મહિન્દ્રા 2.58% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23721 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23606 પોઇન્ટના પ્રથમ અને 23474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23808 પોઇન્ટથી 23880 પોઇન્ટ, 23909 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 23808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50163 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50505 પોઇન્ટના પ્રથમ અને 50676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 50008 પોઇન્ટથી 49808 પોઇન્ટ, 49676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 50676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એસીસી લીમીટેડ ( 1994 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1960 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1933 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2008 થી રૂ.2018 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2030 ઉપર તેજી તરફી ધ્યાન…!!
ઈન્ફોસીસ લીમીટેડ ( 1948 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1919 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1898 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1973 થી રૂ.1980 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
સન ફાર્મા ( 1853 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.1888 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1823 થી રૂ.1808 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1909 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
કોટક મહિન્દ્રા બેન્ક ( 1873 ):- રૂ.1808 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1818 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1760 થી રૂ.1744 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1830 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, ગત કેલેન્ડર વર્ષમાં અનેક કંપનીઓએ આઈપીઓ દ્વારા રેકોર્ડ ફંડ એકત્ર કરીને માર્કેટમાં પદાર્પણ કર્યું હતુ. નવા કેલેન્ડર વર્ષ માટે પણ રિલાયન્સ જિયો, એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા, એથર એનર્જી સહિતની અનેક કંપનીઓ ભંડોળ એકત્ર કરવા માર્કેટમાં ઉતરશે. જોકે એક અહેવાલ અનુસાર આ નવા કેલેન્ડર વર્ષ 2025માં 25 કંપનીઓનો પાઈપલાઈનમાં છે. રિપોર્ટ અનુસાર 2025માં ઓછામાં ઓછી 25 ન્યૂ એજ કંપનીઓ લિસ્ટ થવાની ધારણા છે. જો આ તમામ કંપનીઓનું લિસ્ટિંગ થશે તો એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ આઈપીઓનો નવો રેકોર્ડ બનશે. આ અગાઉ 2024માં 13 સ્ટાર્ટઅપ કંપનીઓએ શેરબજારમાં પદાર્પણ કર્યું હતું. એથર એનર્જી, એરિસઈન્ફ્રા, અવાન્સે, એય ફાઈનાન્સ, બોટ, બ્લુસ્ટોન, કારદેખો, કેપ્ટન ફ્રેશ, દેવેક્સ, ઈકોમ એક્સપ્રેસ અને ફ્રેક્ટલ જેવી સ્ટાર્ટઅપ કંપનીઓના આઇઓપીઓ 2025માં આવવાની સંભાવના છે. આ સિવાય ઈન્ફ્રા.માર્કેટ, ઈનોવેટી, ઈન્ક્રેડ, ઈન્ડિક્યુબ, ઓફબિઝનેસ, ફિઝિક્સવાલા, પે-યુ, પાઈન પેલ, ઉલ્લુ ડિજિટલ, શેડોફેક્સ, સ્માર્ટવર્ક્સ, ઝેપફ્રેશ, ઝેપ્ટો અને ઝેટવેર્ક અન્ય સ્ટાર્ટઅપ કંપનીઓ જેઓની આઈપીઓ બહાર પાડવાની યોજના છે. ગત કેલેન્ડર વર્ષે 2024માં 13 સ્ટાર્ટઅપ કંપનીઓએ આઈપીઓ થકી સામૂહિક રીતે રૂ. 29000 કરોડ એકત્ર કર્યા હતા, જેમાં સ્વિગી, ઓલા ઇલેક્ટ્રિક અને ફર્સ્ટક્રાય જેવી કંપનીઓને અદભૂત પ્રતિસાદ મળ્યો હતો. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.