ઊંઝા શહેરમાં આવેલી તિરૂપતિ માર્કેટની પેઢી નંબર 14ના ઉપરના ભાગે સવારના સમયે અચાનક શૉર્ટ સર્કિટને લઇ આગ લાગી હતી. જેને લઈ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પાલિકાના ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી. આગને લઈ ઓફિસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા શહેરમા તિરુપતિ માર્કેટ આવેલું છે. આ માર્કેટના પેઢી નંબર 14 પટવા રૂપેશ સુમિતલાલ નામની પેઢીના ઉપરના ભાગે સવારના સમયે અચાનક શૉર્ટ સર્કિટને લઇ આગ લાગી હતી. જેને લઈ ઊંઝા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમના સોલંકી હિતેન્દ્ર તેમજ ફેનિલ પટેલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને લઇ ઓફિસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.