ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો માટે બકરું કાઢવા જતાં ઊંટ પેઠું હોય તેવો ઘાટ સર્જાયો છે. ભરતી કૌભાડમાં જે ઉમેદવારોના નામ સામે આવ્યાં છે, તે પાંચે ઉમેદવારોએ કાયમી થવા માટે અગાઉ કચ્છ યુનિવર્સિટી સામે કોર્ટ કેસ કરેલ છે. આ કોર્ટ કેસ પાછો ખેંચાવા માટે યુનિવર્સિટીના કુલપતિ અને ઈન્ચાર્જ કુલસચિવે ભરતીનું નાટક કરીને ગેરકાયદે નિમણૂક આપી દીધી છે. ભરતી સંદર્ભે હાઈકોર્ટમાં પ્રદીપકુમાર નામના ઉમેદવારે કરેલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પર હાઈકોર્ટે 23 ડિસેમ્બરે ઓરલ ઓર્ડર કર્યો છે. ભરતી સંદર્ભે કોર્ટના નિર્ણયની રાહ જોવાને બદલે કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો કાયદાને ઘોળીને પી ગયા હોય તેમ 24 ડિસેમ્બરે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સીલની બેઠક કરીને 25મીની જાહેર રજા હોવાથી 26મીના રોજ પાંચે ઉમેદવારોને નિમણૂક આપી દીધી હતી. છટકબારી માટે એપોઈમેન્ટ ઓર્ડરમાં કોર્ટ કેસ ટાંકી તેનો આખરી નિર્ણય ગ્રાહ્ય રાખવા દર્શાવેલ છે. 5 કર્મચારીઓ દ્વારા યુનિવર્સિટી વિરુદ્ધ કેસ કરેલ છે હાઈકોર્ટમાં પ્રદીપકુમારે કરેલ સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન પર હાઈકોર્ટે 23 ડિસેમ્બરે ઓરલ ઓર્ડર કર્યો કોર્ટ કેસ પાછો ખેચ્યો
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે નિમણૂક મેળવેલ સંકલ્પ વૈષ્ણવે જણાવ્યું કે, યુનિવર્સિટી વિરુદ્ધ સંયુક્ત રીતે કેસ કરવામાં આવેલ હતો અન્ય ઉમેદવારોનો કેસ હજુ શરૂ જ છે. પરંતુ અમારી નિમણૂક બાદ અમે કેસ પરત ખેંચી લીધો છે. સરકારની મંજૂરી બાકી છે, જાણ કરેલ છે – કુલપતિ
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહન પટેલ સાથે ચર્ચા કરતાં કહ્યું હતું કે, સરકારમાં અમે જાણ કરેલ છે, યુનિવર્સિટી મંજૂર થયેલ જગ્યા પર સત્તાની રૂએ ઓર્ડર આપી શકે છે. શરતી ઓર્ડર આપ્યા… આસિ. રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની મળીને કુલ 5 જગ્યાઓ માટે કરવામાં આવેલી ભરતીમાં કચ્છ યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલસચિવ ગોરની સહીથી ઓર્ડર અપાયા હતા. શિક્ષણ વિભાગને ફરિયાદ કચ્છ યુનિ.માં સેક્શન ઓફિસરની નોકરી માટેનો ભાવ 12 લાખ રૂપિયા 5 સપ્ટેમ્બરથી જી.ચૌહાણ નામની વ્યક્તિ સાથે અમદાવાદના ઉમેદવારે વોટ્સઅેપ ચેટ કર્યાની વિગતો દિવ્ય ભાસ્કરને મળી રાજકોટ
કચ્છ યુનિવર્સિટીમાં ગેરકાયદે ભરતીનો પર્દાફાશ થયાં બાદ, વધુ એક ચોંકાવનારી હકીકત મળી છે. જી.ચૌહાણ નામની વ્યક્તિ અને અમદાવાદના એક ઉમેદવાર દ્વારા ભરતી માટે કરાયેલ વોટ્સએપ ચેટ વાઈરસ થયેલ છે. આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતી બાબતે કોઈ વહીવટ થાય છે કે કેમ અને જો વહીવટ થાય છે તો કોને કેટલાં રૂપિયા આપવા પડશે તે બાબતેની વોટ્સએપ ચેટ કરવામાં આવી છે. અનામી વ્યક્તિ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને પણ સ્ક્રિન શોટ સહિત ફરિયાદ કરવામાં આવી છે. ચેટના 8 પેજ દિવ્યભાસ્કરને પણ મળેલાં છે. વાતચીતમાં સેક્શન ઓફિસરની ભરતી માટે 12 લાખમાં ડીલ થઈ છે. કચ્છ યુનિવર્સિટીના કૌભાંડ અંગે જી. ચૌહાણ નામની વ્યક્તિ રૂપિયા 12 લાખમાં સેક્શન ઓફિસર તરીકે નોકરી આપવાની ડીલ કરતી હોવાની ચેટ દિવ્ય ભાસ્કરને મળ્યાં બાદ કચ્છ યુનિવર્સિટીમાં જ આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ગૌરવ ચૌહાણને સવાલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારું શોર્ટ નેમ જી. ચૌહાણ જ થાય છે,