નવી દિલ્હી
ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (એચએમપીવી)ના કેસોમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ત્રણ રાજ્યમાં આ વાઇરસના 5 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. જો કે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ નવો વાઇરસ નથી અને તેનાથી ભયભીત થવાની જરૂર નથી. જોકે સુરતના ડોક્ટરોેએ સ્પષ્ટતા કરી છે કે એચએમપીવી કોઈ નવી બીમારી નથી. ડોક્ટરોનો દાવો છે કે આ વાઈરસ ભારતમાં વર્ષોથી હાજર છે અને સુરતમા આના ઘણા કેસ પહેલા પણ સામે આવી ચુક્યા છે. છેલ્લા આઠ મહિનામાં આના 15 કેસ આવ્યા અને બધા સાજા પણ થઈ ગયા છે. 1લી જાન્યુઆરી 2025એ 10 મહિનાની એક બાળકીમાં આ વાયરસની પુષ્ટી થઈ હતી.ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકી જન્મથી અશક્ત હતી અને સમયાંતરે સારવાર માટે હોસ્પિટલ આવતી હતી. ડોક્ટરોએ તેની સ્થિતીને જોઈ રેસ્પિરેટરી પેનલ ટેસ્ટ કરાવ્યો, જેમાં એચએમપીવી વાયરસ પોઝિટિવ જોવા મળ્યો. આ ઉપરાંત 13 સપ્ટેમ્બર 2024 ના રોજ 10 મહિનાના બાળકમાં પણ આ વાયરસ મળ્યો હતો. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે બેંગલુરુમાં ત્રણ મહિનાની બાળકી અને આઠ મહિનાનું બાળ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. બંનેને બ્રોંકો ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાળકીને રજા આપી દેવાઈ છે. બાળક પણ ઠીક છે. અમદાવાદના ચાંદખેડાની ઑરેન્જ નિઓનેટલ એન્ડ પિડિયાટ્રીક હૉસ્પિટલમાં બે મહિનાના બાળકનો એચએમપીવી ટેસ્ટ પૉઝિટવ આવ્યો હતો. જો કે હૉસ્પિટલ દ્વારા 10 દિવસ સુધી તંત્રને જાણ કરાઈ નહોતી. રાજસ્થાનના ડુંગરપુરના પરિવારના બાળકને 24 ડિસેમ્બરે લાવવામાં આવ્યું હતું. 26 ડિસેમ્બરે એચએમપીવીની પુષ્ટિ થઈ. વાઈરસ જીવલેણ કે ગંભીર નથી, વર્ષોથી શિયાળામાં HMPVના કેસ આવે છે ડૉ. પ્રભુકુમાર ચેલ્લાગલી, અધ્યક્ષ, આઈએમએ, તેલંગાણા
હ્યૂ મન મેટાન્યૂમો વાઈરસને લઈને અનેક ગેરસમજ છે. તે ચીનમાં ઉદભવેલો કોઈ વાઈરસ નથી, પરંતુ દાયકાઓથી અનેક દેશોમાં શિયાળામાં થતી સામાન્ય બીમારી છે. તેના કારણે શ્વસનતંત્રમાં સંક્રમણ થાય છે. શિયાળામાં આ વાઈરસને કારણે ન્યુમોનિયાની સ્થિતિ પણ નવી વાત નથી. દેશમાં ઘણા પહેલાથી તેના કેસ નોંધાતા રહ્યા છે. ચીનમાં અચાનક ઝડપથી ફેલાયો છે. આ કારણે સર્વેલન્સ જરૂરી છે. જોવાનું એ છે કે તેના નવા સ્ટ્રેન તો નથી બન્યા ને. બીજી તકેદારી એટલા માટે રાખવાની કે આઉટબ્રેક ન થાય. સામાન્ય રીતે વાઈરસ 24 મહિના સુધીના બાળકો કે વૃદ્ધોને પ્રભાવિત કરે છે. સારી વાત એ છે કે તે શ્વાસનળીમાં જ મલ્ટીપ્લાય થાય છે. એવામાં ઝડપથી ફેલાવાનો અવકાશ નથી. 2005થી 2007 દરમિયાન એમ્સમાં શ્વાસના ગંભીર સંક્રમણથી પ્રભાવિત 662 કેસમાંથી 21 એટલે કે માત્ર 3%માં એચએમપીવી જોવા મળ્યો હતો. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ શરૂ કરાયો
એચએમપી વાઇરસનો કેસ નોંધાયા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે. જેને પગલે શહેરની સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી વાઈરસના દર્દી માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. જો કે, આ વાઈરસ છેલ્લાં 24 વર્ષથી છે, જેથી ગભરાવવાની જરૂર ન હોવાનું ડોકટર જણાવી રહ્યાં છે. આરોગ્ય વિભાગ સજ્જ છે, ગભરાવાની જરૂર નથી: ઋષિકેશ
સોમવારે વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાઇરસને લઈને હાલમાં ગભરાવવાની જરૂર નથી. વાઇરસની સામે લડવા માટે તંત્ર સજ્જ છે. એચએમપી વાઇરસ અંગે ગુજરાત સરકારે એડવાઇઝરી જાહેર કરી લક્ષણો દેખાય તો શું કરવું? લક્ષણો દેખાય તો શું ન કરવું? ભારતમાં દર વર્ષે 4% લોકો HMPV સંક્રમિત હોય છે અ મારા પ્રયોગશાળા અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે ભારતમાં દર વર્ષે 4% લોકો એચએમપીવીથી સંક્રમિત થાય છે. તેથી કારણ વગર ગભરાશો નહીં. સોશિયલ મીડિયા પર એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે ચીનની ફ્લાઈટો તાત્કાલિક રદ કરી દો, એરપોર્ટ પર તપાસ શરૂ કરી દો. એ ધ્યાન રાખવાની જરૂર છે કે એચએમપીવીનો મતલબ કોરોના નહીં. શિયાળો, ઉધરસ કે તાવની તપાસમાં ‘એચએમપીવી’ સંક્રમણનો ખ્યાલ આવે છે. કોઈને થઈ જાય તો ધ્યાનમાં નથી લેવાતું. એચએમપીવી સંક્રમણ સામાન્ય છે, જે શિયાળામાં થાય છે. સામાન્ય લક્ષણ શરદી, ઉધરસ, તાવ છે. સંક્રમિત થતાં અનેક લોકોને ખબર જ નથી પડતી, કારણ કે તે બિલકુલ ખતરનાક નથી. જે લોકો સંક્રમિત છે તેમની દેખભાળ જરૂરી છે. એચએમપીવી સંક્રમિત 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુના વૃદ્ધોની દેખભાળ રાખવી જોઈએ. લક્ષણ કોરોના જેવા: ચીનથી આવનારા દર્દીઓના કારણે લોકો ગભરાઈ રહ્યા છે. મૂળે, ગભરાવાનું કોઈ કારણ નથી. તે જીવલેણ કે ગંભીર નથી, તેથી તેની પર કોઈ શોધ નથી કરવામાં આવી. આ પહેલા 31 ડિસેમ્બર 2019ના રોજ ચીને પહેલીવાર લેસેન્ટ જર્નલમાં સાર્વજનિક રીતે ખુલાસો કર્યો હતો કે ત્યાં કોરોનાનું સંક્રમણ થયું છે. ડિસેમ્બરમાં ચીનમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે માત્ર 4% લોકો એચએમપીવીથી સંક્રમિત હતા. (અતુલ પેઠકર સાથેની વાતચીત અનુસાર)