back to top
Homeમનોરંજનગોલ્ડન ગ્લોબ 2025:ભારતની 'ઓલ વી ઈમેજીન એઝ લાઈટ' રેસમાંથી બહાર, 'એમિલિયા પેરેઝ'...

ગોલ્ડન ગ્લોબ 2025:ભારતની ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ રેસમાંથી બહાર, ‘એમિલિયા પેરેઝ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ને સૌથી વધુ એવોર્ડ મળ્યા

કેલિફોર્નિયામાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પૈકીના એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઈટ’ને 82મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં 2 કેટેગરીમાં ભારતમાંથી નોમિનેટ કરવામાં આવી હતી, જોકે ફિલ્મ આ એવોર્ડ જીતવામાં ચૂકી ગઈ હતી. પાયલ કાપડિયા દ્વારા ડિરેક્ટ ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઈટ’ને બેસ્ટ ફિલ્મ (નોન-ઈન્ગિસ લેંગ્વેજ) અને બેસ્ટ ડિરેક્ટરની શ્રેણીમાં નોમિનેટ કરવામાં આવી હતી. બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં ફ્રેંચ ફિલ્મ ‘એમિલિયા પેરેઝ’ને સૌથી વધુ એવોર્ડ મળ્યા છે. ડિરેક્ટર બ્રેડી કોર્બેટને તેમની ફિલ્મ ‘ધ બ્રુટાલિસ્ટ’ માટે બેસ્ટ ડિરેક્ટરનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે. ગોલ્ડન ગ્લોબ વિજેતાઓની યાદી પર એક નજર- પાયલ કાપડિયા ગોલ્ડન ગ્લોબમાં બેસ્ટ ડિરેક્ટર માટે નોમિનેટ થનારી પ્રથમ ભારતીય મહિલા
બેસ્ટ ડિરેક્ટર માટે નોમિનેટ થનારી પાયલ પ્રથમ ભારતીય ફિલ્મ ડિરેક્ટર છે. તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ ભલે ગોલ્ડન ગ્લોબ જીતવાનું ચૂકી ગઈ હોય, પરંતુ આ ફિલ્મને આ વર્ષે મે મહિનામાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ મળ્યો છે. ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ ઉપરાંત એમિલિયા પેરેઝ, ધ ગર્લ વિથ ધ નીડલ, આઈ એમ સ્ટીલ હીયર, ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ અને વર્મીગ્લો જેવી ફિલ્મોને પણ બેસ્ટ ફિલ્મ (નોન-ઈન્ગિસ લેંગ્વેજ) કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ​​​​​​​’ની સ્ટોરી શું છે?
પાયલ કાપડિયાની આ ફિલ્મ એક નર્સના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં નર્સ બનેલા મુખ્ય પાત્રનું નામ પ્રભા છે. ફિલ્મની સ્ટોરી તેમના જીવનની આસપાસ ફરે છે. પ્રભા લાંબા સમયથી તેના પતિથી અલગ રહે છે. અચાનક એક દિવસ તેને તેના પતિ દ્વારા આપવામાં આવેલી ભેટ મળે છે. અહીંથી તેનું આખું જીવન બદલાઈ જાય છે અને તેનું આખું જીવન વ્યગ્ર થઈ જાય છે. RRR ગીતને 2023માં એવોર્ડ મળ્યો હતો
આ વર્ષની જેમ ગયા વર્ષે પણ ભારત ગોલ્ડન ગ્લોબમાં કોઈ એવોર્ડ મેળવી શક્યું ન હતું. જો કે, વર્ષ 2023 માં, એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ શું છે?
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ દર વર્ષે એવા લોકોને આપવામાં આવે છે જેમણે ફિલ્મ અને ટીવીમાં શ્રેષ્ઠ કામ કર્યું છે. આ પુરસ્કારોનું આયોજન હોલિવૂડ ફોરેન પ્રેસ એસોસિએશન (HFPA) દ્વારા કરવામાં આવે છે. ગોલ્ડન ગ્લોબ્સ એવા એક્ટર, પ્રોડ્યૂસર અને ડિરેક્ટરોનું સન્માન કરે છે જેમણે ફિલ્મો અને ટીવી શોમાં ઉત્કૃષ્ટ કામ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments