સોમવારે બેંગલુરુમાં એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પતિ-પત્નીએ પહેલા બાળકોને ઝેર આપ્યું હતું. આ પછી તેમણે ફાંસી લગાવી લીધી. યુપીના પ્રયાગરાજના રહેવાસી અનુપ કુમાર (ઉં.વ.38) તેની પત્ની રાખી (ઉં.વ.35), પુત્રી અનુપ્રિયા (ઉં.વ.5) અને પુત્ર પ્રિયાંશ (ઉં.વ.2) સાથે રહેતા હતા. અનૂપ એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર કન્સલ્ટન્ટ હતા. સોમવારે સવારે તેમના ઘરે કામ કરતી મહિલા આવી હતી. તેમણે બેલ વગાડી, પણ અનૂપના ઘરનો દરવાજો ન ખૂલ્યો. તેણે પડોશીઓને બોલાવ્યા. તેઓએ પ્રયત્ન પણ કર્યો, પરંતુ દરવાજો ન ખૂલ્યો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ આવતાં દરવાજો ખોલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અનૂપ અને રાખીના મૃતદેહ લટકેલા હતા. બંને બાળકોના મૃતદેહ જમીન પર પડ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘર સીલ કરી દેવામાં આવ્યું છે. પાડોશીએ કહ્યું- અનૂપ અને રાખી પોતાની દીકરીના કારણે ચિંતિત હતા
પાડોશીઓએ પોલીસને જણાવ્યું કે, અનુપ અને રાખીની મોટી દીકરી અનુપ્રિયાની તબિયત સારી નથી. તેને ખાસ કાળજીની જરૂર હતી. અનૂપે ત્રણ લોકોને રાખ્યા હતા. તેમાંથી બે રસોઈ બનાવવા માટે અને એક બાળકોની સંભાળ રાખવા માટે. તે દરેકને દર મહિને 15 હજાર રૂપિયા પગાર આપતો હતો. અનૂપ અને રાખી પુડુચેરી જવાના હતા
પાડોશીઓના કહેવા પ્રમાણે, અનુપ અને રાખી બાળકો સાથે પુડુચેરી જવાની તૈયારી કરી રહ્યા હતા. આ માટે તેઓએ તૈયારીઓ પણ કરી લીધી હતી. રવિવારે તેઓએ બધો સામાન પણ પેક કરી લીધો હતો. બેંગલુરુમાં એક જ પરિવારના ચાર લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા, એવી શંકા છે કે તેઓએ આર્થિક સંકડામણના કારણે હત્યા-આત્મહત્યા કરી છે. 15 ઓક્ટોબર, 2024ના રોજ પણ એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અવિનાશ (ઉં.વ.33), પત્ની મમતા (ઉં.વ.29), બે પુત્રીઓ અધિરા (ઉં.વ.4) અને અનાયા (ઉં.વ.2)ના મૃતદેહ યેદિયુરપ્પા નગર, યેલાહંકા, બેંગલુરુમાંથી મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પરિવાર આર્થિક સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મમતાએ પહેલા બંને દીકરીઓની ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી તેમણે આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણકારી મળ્યા બાદ અવિનાશે પણ આત્મહત્યા કરી લીધી હતી. #MeToo પછી આજે #MenToo ટ્રેડિંગમાં:’ભારતમાં પુરુષ બનવું ગુનો’; એન્જિનિયરના આપઘાત મામલે સો. મીડિયા પર રોષ, કંગનાએ કહ્યું- 99 ટકા તો પુરુષોનો દોષ હોય છે બેંગલુરુમાં AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા બાદથી જ #MenToo અને #JusticeForAtulSubhash આંદોલન સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું. આ ઘટનાથી સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ ફેલાયો. આ કેસમાં અત્યારસુધી ચાર લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી. FIRમાં અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ સિંઘાનિયા અને કાકા-સસરા સુશીલ સિંઘાનિયાનાં નામ હતા. સંપૂર્ણ સમાચાર વાંચો… દિલ્હીમાં કાફે-માલિકે આત્મહત્યા કરી:પત્ની સાથે છૂટાછેડા અંગે ઝઘડો ચાલતો હતો, આપઘાત કરતાં પહેલાં વીડિયો બનાવ્યો; પત્ની-સાસરિયાં પર હેરાનગતિ કરવાના આરોપ પત્નીથી છૂટાછેડા અને બિઝનેસના વિવાદને કારણે દિલ્હીના એક કાફે માલિકે 31 ડિસેમ્બરે ફાંસી લગાવી લીધી હતી. આ કેસમાં સતત નવા ખુલાસા થયા. NDTVના અહેવાલ મુજબ કેફેના માલિક પુનિત ખુરાનાએ આત્મહત્યાના એક દિવસ પહેલા તેની પત્ની મનિકા પાહવાને ફોન કર્યો હતો. બંને વચ્ચે 15 મિનિટ સુધી વાતચીત થઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…