back to top
Homeમનોરંજન'મૈં હી કેબિનેટ હું':કંગના રનૌતએ કર્યો યુદ્ધનો શંખનાદ, ફિલ્મ 'ઇમરજન્સી'નું નવું ટ્રેલર...

‘મૈં હી કેબિનેટ હું’:કંગના રનૌતએ કર્યો યુદ્ધનો શંખનાદ, ફિલ્મ ‘ઇમરજન્સી’નું નવું ટ્રેલર રિલીઝ; લોકોએ કહ્યું-માસ્ટર ક્લાસ

છેલ્લા 9 વર્ષથી ફ્લોપ અને ડિઝાસ્ટર ફિલ્મોમાં વ્યસ્ત કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઇમરજન્સી’નું નવું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ 17 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કંગનાની ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેશન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આખરે, આ ફિલ્મ 13 સીન પર સેન્સરની કાતર લાગ્યા બાદ રિલીઝ માટે મંજૂરી મળી છે. એક મિનિટ 50 સેકન્ડના આ ટ્રેલરમાં કંગના રનૌતે પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીતી લીધું છે. કંગના અને તેની ફિલ્મના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. લોકોને તો લાગી રહ્યું છે કે આ ફિલ્મ માટે તેને તેનો પાંચમો નેશનલ એવોર્ડ મળી શકે છે. ‘આપ એક ખુર્સી પર નહીં શેર પર સવાર હૈં’
જો આપણે ટ્રેલરની વાત કરીએ તો તેની શરૂઆત જયપ્રકાશ નારાયણની ભૂમિકામાં અનુપમ ખેરની ઝલકથી થાય છે. જયપ્રકાશ નારાયણના પાત્રમાં અનુપમ ખેર તત્કાલિન વડાપ્રધાનને પત્ર લખતા જોવા મળે છે. આ સમયે ડાયલોગ સંભળાય રહ્યો છે કે- ‘જૈસે કી હમ સબ દેખ રહે હૈં કી અબ આપ એક ખુર્સી પર નહીં શેર પર સવાર હૈં, જિસકી દહાડ ઔર હુંકાર દુનિયાભર મેં ગુંજતી હૈં’ ‘મૈં હી કેબિનેટ હું’
આ પછી કંગના રનૌત પોતાની પીએમઓ ઓફિસમાં દેશની પ્રથમ મહિલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં બેઠી છે. જ્યારે ભારતમાં ‘ઇમરજન્સી’ લગાવવા પર તે રાષ્ટ્રપતિને મળવા જાય છે ત્યારે રાષ્ટ્રપતિ તેને કહી રહ્યા છે કે તેના માટે કેબિનેટની મંજૂરી જોઈશે. આ સમયે કંગનાની એક પંચ લાઈન સામે આવે છે અને તે કહે છે કે ‘મૈં હી કેબિનેટ હું…’. 1971માં જનતા અને પોલીસ વચ્ચે ગોળીઓના અવાજ સાથે અથડામણ બાદ યુદ્ધની ઘોષણા કરવાની ઝલક જોવા મળે છે. દુશ્મનોને હરાવીને બહાદુર ભારતીય સેનાની ઝલક પણ છે અને ટ્રેલરમાં મિલિંદ સોમન સેમ માણેકશાની ભૂમિકામાં દેખાઈ રહ્યા છે. ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થશે
આ ફિલ્મમાં કંગના રનૌત, અનુપમ ખેર, શ્રેયસ તલપડે, સતીશ કૌશિક, મિલિંદ સોમન, મહિમા ચૌધરી જેવા દિગ્ગજ કલાકારો દેશના રાજકીય નેતાઓની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું ડિરેક્શન કંગના રનૌતે પોતે કર્યું છે. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ‘મણિકર્ણિકા’ સિવાય છેલ્લા 9 વર્ષમાં કંગના રનૌતની તમામ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ છે. હવે કંગના અને તેના ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. કંગનાના ફેન્સને આ ટ્રેલર ઘણું પસંદ આવ્યું છે. લોકોએ ટ્રેલરને કહ્યું-માસ્ટર ક્લાસ. સર્ટિફિકેટના અભાવે ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી
ફિલ્મ ‘ઈમરજન્સી’ 14 જૂન, 2024ના રોજ રીલિઝ થવાની હતી. જોકે, લોકસભાની ચૂંટણીને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રીલિઝ થવાની હતી, જોકે, રિલીઝના થોડા દિવસો પહેલા જ સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી. આરોપ છે કે ફિલ્મમાં વિવાદાસ્પદ દ્રશ્યો છે, જેના કારણે શાંતિ ડહોળી શકે છે. 30 ઓગસ્ટના રોજ કંગનાએ જણાવ્યું હતું કે તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ પાસ થઈ ગઈ હતી, પરંતુ કેટલાક શક્તિશાળી લોકોના દબાણને કારણે સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ મામલે કંગના હાઈકોર્ટ પહોંચી હતી. શીખ સમુદાયના કેટલાક વાંધાજનક દ્રશ્યોને કારણે તેલંગાણામાં પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. ફિલ્મને 17 ઓક્ટોબરે સેન્સર બોર્ડની મંજૂરી મળી
સર્ટિફિકેશનના મુદ્દા પર નિર્ણય બાકી હોય ત્યાં સુધી ફિલ્મની રિલીઝને રોકી દેવામાં આવી હતી. કંગના વિરુદ્ધ દેશભરમાં અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી હતી અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. શીખ સમુદાયે પણ કંગના અને ફિલ્મનો જોરદાર વિરોધ કર્યો હતો. કંગના રનૌતે 17 ઓક્ટોબરે કહ્યું હતું કે આ ફિલ્મને સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. કંગનાનો આગામી પ્રોજેક્ટ ‘ભારત ભાગ્ય વિધાતા’
કંગના રનૌતે તેના આગામી પ્રોજેક્ટ ‘ભારત ભાગ્ય વિધાતા’ની જાહેરાત કરી હતી. કંગનાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, સ્ક્રીન પર વાસ્તવિક જીવનની વીરતાનો જાદુ જોવા માટે તૈયાર રહો. આ ફિલ્મની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments