back to top
Homeગુજરાતવિદેશથી આવનારા માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે:વાઇરસના નોંધાયેલા પહેલા પોઝિટિવ કેસ પછી...

વિદેશથી આવનારા માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે:વાઇરસના નોંધાયેલા પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શનમાં, હોસ્પિટલોને RTPCR ટેસ્ટની કિટ ખરીદવા સૂચના

વિદેશથી આવનારા માટે હ્યુમન મેટાન્યુમોવાઇરસ( HMPV)ની એડવાઇઝરી જાહેર કરાશે. વાઇરસના પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. જેને પગલે RTPCR ટેસ્ટની કિટ ખરીદવા હોસ્પિટલોને સૂચના પણ આપી દીધી છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે. 2 માસની બાળકીનો કેસ ડિટેક્ટ થયો છે. આ ચિંતા કરવાનો કેસ નથી. વાઇરસની ઇન્ટેસિટી કેટલી છે એના આધારે ફોરેન ટૂરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરાશે. આરોગ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઈડલાઇન આપશે એ પ્રકારે કામગીરી થશે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કિટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો એવાં લક્ષણો આ વાઇરસમાં છે. જે લક્ષણ હોય એની દવા થાય એ જ SOP છે. આ વાઇરસને લઈ કોઈ ખાસ દવા નથી. વાઇરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ સજ્જ છે. ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાઇરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે. આ વાઇરસનું નામ હ્યુમન મેટાન્યુમોવાઇરસ છે. ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. સંક્રમિતોમાં એક 2 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો… અમદાવાદનું બાળક સંક્રમિત, તબિયત સ્થિર
ગુજરાતમાં HMPV વાઇરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે, જોકે બાળકની તબિયત સ્થિર છે. કોઈ ગભરાવા જેવું નથી, સામાન્ય શરદી, ઉધરસ અને તાવ હોય એવાં લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલના ડો. નીરવ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાને કારણે તેની તબિયત વધારે ખરાબ થતાં સારવાર અર્થે અહીં દાખલ કરવામાં આવ્યું હતું અને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. અલગ અલગ વાઇરસ અત્યારે હોવાના કારણે એના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. લેબોરેટરીમાં એના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં રિપોર્ટમાં HMPV હોવાનું સામે આવ્યું હતું. બાળકની તબિયત હાલ સ્થિર છે, કોઈ ગભરાવા જેવું નથી. જો શરદી, ઉધરસ અને છીંક આવતી હોય તો માસ્ક પહેરવું જોઈએ. બીજાને ચેપ લાગે એવી ભીડભાડવાળી જગ્યાથી લોકોએ દૂર રહેવું જોઈએ. આ વાઇરસ 2001થી છે, હોસ્પિટલમાં જ ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરીશું: આરોગ્યમંત્રી
HMPV વાઇરસને લઈ ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ વાઇરસ 2001થી છે, જૂનો વાઇરસ છે. ચીનમાં વાઇરસનો ફેલાવો વધારે છે. કોવિડ કરતાં માઈલ્ડ લક્ષણો છે. હોસ્પિટલમાં જ આ વાઇરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરીશું. ગુજરાત સરકાર એલર્ટ
આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે HMPV વાઇરસને લઈ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી જેમાં જરૂરી સૂચનો પણ આપ્યા છે,આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે,HMPV અન્ય શ્વસન જેવો વાઇરસ છે અને હાલમાં ગુજરાતમાં તેનો એક કેસ નોંધાયો છે, બાળકો અને વૃદ્ધોએ સૌથી વધારે સચેત રહેવાની જરૂર છે. સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો આ વાઇરસમાં જોવા મળે છે સાથે સાથે આવશ્યક ન હોય તો આંખ-નાક-કાનનો સ્પર્શ ન કરવો જોઈએ, તેમજ શરદી-ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ અને પ્રબળ રોગ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ. તેમજ વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ અને ચેપગ્રસ્ત વ્યક્તિની ચીજવસ્તુઓના સંપર્કમાં આવવું ના જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments