back to top
HomeભારતBPSC ઉમેદવારોનું પ્રદર્શન- ભૂખ હડતાલ પર ઉતરેલા પ્રશાંત કિશોરની અટકાયત:વહેલી સવારે 4...

BPSC ઉમેદવારોનું પ્રદર્શન- ભૂખ હડતાલ પર ઉતરેલા પ્રશાંત કિશોરની અટકાયત:વહેલી સવારે 4 વાગે પોલીસ બળજબરીથી ઉપાડી ગઈ, ગાંધી મેદાનમાં થયો જબરદસ્ત હોબાળો

ભૂખ હડતાળ પર બેઠેલા જન સૂરજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરને સોમવારે પટના પોલીસે કસ્ટડીમાં લીધા હતા. સવારે 4 વાગ્યે પોલીસ બળજબરીપૂર્વક તેમને લઈ ગઈ હતી. તેમજ ત્યાં હાજર લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ પ્રશાંત કિશોરને AIIMSમાં લઈ ગઈ છે. તેઓને બીજા બધાથી અલગ કરી દીધા છે. પ્રશાંત કિશોરે કોઈપણ પ્રકારની સારવારનો ઈન્કાર કર્યો છે અને તેમના ઉપવાસ ચાલુ રાખ્યા છે. તે જ સમયે BPSC વિદ્યાર્થીઓને ઉશ્કેરવા બદલ મુઝફ્ફરપુર કોર્ટમાં પ્રશાંત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રશાંત કિશોર 2 જાન્યુઆરીથી બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)માં ગેરરીતિઓ વિરુદ્ધ પટનાના ગાંધી મેદાનમાં વિરોધ કરી રહ્યા હતા. પટના પોલીસે ગાંધી મેદાન ખાલી કરાવ્યું છે. અહીં, BPSC ઉમેદવારો BPSC 70ની પ્રારંભિક પરીક્ષા રદ કરવા સામે વિરોધ કરી રહ્યા હતા. એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા પ્રશાંત કિશોરને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. કસ્ટડીમાં લેતા પહેલા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે તે BPSC અનિયમિતતા અંગે 7 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં અરજી કરશે. પ્રશાંતે એવી પણ અપીલ કરી હતી કે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ, કેમ કે તેઓ મોટા નેતા છે અને બિહારના વિપક્ષના નેતા છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું- હું અહીં જ સૂઈશ વિરોધ કરી રહેલા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે આ માત્ર વિરોધ નથી. બિહારના લોકોનું જીવન સુધારવાનો આ જુસ્સો છે. હું વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારવા માગુ છું. અહીં જુઓ, ઠંડીના વાતાવરણમાં વિરોધ કરી રહેલા લોકો ગીતો ગાઈ રહ્યા છે. હું આરોપોના જવાબ આપીને થાકી ગયો છું. આસપાસ જુઓ, તમે ક્યાંક વેનિટી વેન જોઈ? હું અહીં જ વિદ્યાર્થીઓ સાથે જ સૂઈશ. તેજસ્વીએ કહ્યું- ભાજપ આ મામલામાં રાજનીતિ કરી રહી છે આરજેડી નેતા તેજસ્વી યાદવે 4 જાન્યુઆરીએ કહ્યું હતું કે ભાજપ BPSC ઉમેદવારોના પ્રદર્શન પર રાજનીતિ કરી રહી છે. વિરોધમાં સામેલ ઘણા લોકો ભાજપની B ટીમ છે. સમાચાર સતત અપડેટ થતા રહે છે… આ સમાચાર પણ વાંચો EDITOR’S VIEW: બિહારમાં બધું બરાબર નથી:અમિત શાહના નિવેદનથી નીતિશ કુમારની ખુરસી જોખમમાં!, BPSCનું પેપર ફૂટતાં બે બાજુ ભરાયા, પ્રશાંત કિશોરની એન્ટ્રીથી રાજકારણમાં ગરમાવો દેશના રાજકારણમાં બિહાર ફરી ચર્ચાની એરણે ચડ્યું છે. એનાં બે કારણો છે. એક, અમિત શાહે ડો. બાબાસાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને કારણે નીતિશ કુમાર નારાજ છે, એટલે NDA સાથે ગમે ત્યારે છેડો ફાડી શકે. બીજું કારણ છે, BPSCની એક્ઝામ. આપણે ત્યાં GPSC હોય એમ બિહારમાં BPSC હોય છે. આ BPSC એક્ઝામ લેવાય એ પહેલાં જ તેનું પેપર ફૂટી ગયું. આ એક્ઝામ ફરીથી લેવાય એવી માગણી સાથે હજારો ઉમેદવારો રસ્તા પર ઊતર્યા છે. એડિટર વ્યૂ આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments